IND vs ENG : શું મોહમ્મદ સિરાજ માન્ચેસ્ટર ટેસ્ટમાં નહીં રમે? ટીમ ઈન્ડિયાના કોચનું ચોંકાવનારું નિવેદન
એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર ટીમના કોચે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં સિરાજના રમવા અંગે ટીમ ઈન્ડિયાના કોચે મોટી વાત કહી છે.

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી 5 ટેસ્ટ મેચની શ્રેણીમાં અત્યાર સુધી સૌથી વધુ વિકેટ લીધી છે, તે માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ શકે છે. ટીમ કોચે આ સંકેત આપ્યો છે. તેમણે સિરાજ પર નિવેદન આપીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે.

હાલમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના ચોથી ટેસ્ટ મેચમાં રમવા પર શંકા છે, આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના આસિસ્ટન્ટ કોચના આ નિવેદને ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. મોહમ્મદ સિરાજે ત્રણ ટેસ્ટ મેચમાં અત્યાર સુધી સૌથી વધુ 13 વિકેટ લીધી છે.

23 જુલાઈથી માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ચોથી ટેસ્ટ શરૂ થશે. આ પહેલા ભારતના આસિસ્ટન્ટ કોચ રાયન ટેન ડોશેટે સિરાજ વિશે મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે બુમરાહના વર્કલોડ વિશે ભલે ચર્ચા થઈ રહી હોય, પરંતુ દરેક વ્યક્તિએ સિરાજના વર્કલોડ પર પણ ધ્યાન આપવું જોઈએ.

ડોશેટે કહ્યું કે, આ એક લાંબો પ્રવાસ છે. તેથી બુમરાહ સાથે સિરાજના વર્કલોડને મેનેજ કરવું પણ મહત્વપૂર્ણ બની જાય છે જેથી તે ફિટ રહે અને સતત પોતાનું શ્રેષ્ઠ આપી શકે. સિરાજ છેલ્લા બે વર્ષથી સતત ટેસ્ટ મેચ રમી રહ્યો છે.

2023થી ટીમ ઈન્ડિયાએ 27 ટેસ્ટ રમી છે જેમાં 24 મેચોમાં સિરાજે ભાગ લીધો હતો. આ બે વર્ષમાં, તે સૌથી વધુ ઓવર બોલિંગ કરવા મામલે વિશ્વમાં ત્રીજા નંબરે છે. તેણે 2023થી 24 ટેસ્ટની 44 ઈનિંગ્સમાં 569.4 ઓવર બોલિંગ કરી છે અને 67 વિકેટ લીધી છે. (All Photo Credit : PTI)
સિરાજે ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં અત્યારસુધી સૌથી વધુ વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાજ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
