વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રીયા હેવિટ છે ખૂબ જ હોટ, માયાનગરીમાં મોડલ તરીકે હતું મોટું નામ
ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી હાલમાં ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે, તેની કુટેવ અને ખરાબ આદતોના કારણે આજે તેને જોઈ ફેન્સને તેના પર દયા આવી રહી છે. પરંતુ તેની પત્નીને જોઈ તમે આ બધી વાતો ભૂલી જશો. હાલમાં બીમારી અને પૈસાની તંગીથી ઝઝૂમી રહેલા કાંબલીનું જીવન ખૂબ જ વૈભવશાળી રહ્યું હતું. કાંબલીએ બે લગ્ન કર્યા હતા, અને તેની બીજી પત્ની ફેશન મોડલ હતી. જેની સુંદરતાના ચર્ચા આજે વર્ષો બાદ પણ ફેન્સ કરે છે.

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ પોતાના જીવનમાં બે વાર લગ્ન કર્યા. તેમની પ્રથમ પત્નીનું નામ નોએલા લુઈસ હતું, જે પુણેની એક હોટલમાં રિસેપ્શનિસ્ટ હતી. લેવિસથી છૂટાછેડા પછી, વિનોદ કાંબલીએ વ્યાવસાયિક મોડલ એન્ડ્રીયા હેવિટ સાથે લગ્ન કર્યા હતા.

વિનોદ કાંબલી અને એન્ડ્રીયા હેવિટ 2014માં સેન્ટ પીટર્સ ચર્ચ, હિલ રોડ, બાંદ્રા ખાતે લગ્નના બંધનમાં જોડાયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ લગ્નમાં તેમનો પુત્ર પણ હાજર રહ્યો હતો.

વિનોદ કાંબલી અને એન્ડ્રીયા હેવિટને એક પુત્ર અને એક સુંદર પુત્રી છે. તેમના પુત્રનું નામ જીસસ ક્રિસ્ટિયાનો કાંબલી અને પુત્રીનું નામ જોહાના ક્રિસ્ટિયાનો છે.

એન્ડ્રીયા હેવિટ તેના સમયમાં જાણીતી ફેશન મોડલ હતી.

જાહેરાત માટે મેગેઝિનના પહેલા પાના પર એન્ડ્રીયા હેવિટના ફોટા છપાયા હતા.

એન્ડ્રીયા હેવિટ છેલ્લા ઘણા વર્ષોથી લાઈમલાઈટથી દૂર રહે છે.

એન્ડ્રીયા હેવિટે તનિષ્કની જ્વેલરી બ્રાન્ડથી મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી.

આ પછી, એન્ડ્રીયા હેવિટે લાંબા સમય સુધી માયાનગરી મુંબઈમાં બ્યુટી કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું. (All Photo Credit : INSTAGRAM / X)
ક્રિકેટને લગતા અન્ય સમાચાર જાણવા માટે અહી ક્લિક કરો
