વૈભવ સૂર્યવંશીએ એકલા હાથે આખી ઈંગ્લેન્ડની ટીમ કરતા વધુ સિકસ ફટકારી, ટીમને મેચ અને સિરીઝ જીતાડવામાં મદદ કરી
આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળની ભારતીય અંડર-19 ટીમે સિરીઝ પૂર્ણ થાય તે પહેલાં જ જીતી લીધી હતી. દરેક મેચમાં, વૈભવ સૂર્યવંશીએ ટીમ ઈન્ડિયા માટે પોતાની બેટિંગ કુશળતા બતાવી અને દરેક મેચમાં પોતાની ઇનિંગ્સને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી હતી.

ઈંગ્લેન્ડની ધરતી પર ભારતનો સ્ટાર યુવા ખેલાડી પોતાની તાકત દેખાડી રહ્યો છે. એક બાજુ શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમ ટેસ્ટ સીરિઝમાં દરેક મેચની સાથે પોતાનું પ્રદર્શ સારું કરી રહી છે. યજમાન ઈંગ્લેન્ડને મુશ્કેલીમાં મુકી દીધી છે.

તો યુવા અંડર-19 ટીમે નડે સીરિઝમાં ઈંગ્લેન્ડનું કામ તમામ કર્યું છે. ભારત-ઈંગ્લેન્ડની અંડર-19 ટીમ વચ્ચે રમાઈ રહેલી વનડે સીરિઝની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ 55 રનથી જીત મેળવી છે અને સીરિઝમાં 3-1થી લીડ મેળવી છે. આ જીતનો સ્ટાર 14 વર્ષનો ઓપનર વૈભવ સૂર્યવંશી રહ્યો છે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યુવા સિરીઝની ચોથી ODI મેચ શનિવાર 5 જુલાઈના રોજ વોર્સેસ્ટરમાં રમાઈ હતી. કેપ્ટન આયુષ તો ફ્લોપ રહ્યો પરંતુ વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી સૌને ચોંકાવી દીધા હતા.

વૈભવ ભારતનો સૌથી નાની ઉંમરનો સદી ફટકારનાર ખેલાડી બન્યો. એટલું જ નહીં, તેણે યુવા ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી પણ ફટકારી.

વૈભવ સૂર્યવંશીએ એકલા હાથે 10 સિક્સ ફટકારી હતી. તો ઈંગ્લેન્ડની આખી ટીમ માત્ર 7 સિક્સ ફટકારી શકી હતી. જે વૈભવ સૂર્યવંશી અને ટીમ ઈન્ડિયાનો દબદબો બતાવવા માટે જરુરી છે.

વૈભવ સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ અંડર-19 સામે ચોથી યુવા વનડે મેચમાં માત્ર 52 બોલમાં સદી ફટકારી હતી, જે યુવા ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી છે. આઈપીએલમાં વૈભવનો આ આક્રમક વલણ બધાએ જોયું હતું પરંતુ હવે તેણે ઈંગ્લેન્ડમાં પણ પોતાનો જલવો બતાવ્યો છે.
નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો
