Cricket: ખૂબસૂરત મહિલા ક્રિકેટરોની તસ્વીરો જોઈ દીવાના થઈ ઉઠશો! એટલી સુંદરતા ભરેલી છે કે હિરોઈનોને ઈર્ષા થઈ આવે
મહિલા ક્રિકેટ (Women Cricket) આજના સમયમાં પુરૂષોના ક્રિકેટથી વધુ પાછળ નથી. દરેક દિવસની શરુઆત સાથે મહિલા ક્રિકેટનો વ્યાપ પણ વધી રહ્યો છે અને તેનો ક્રેઝ પણ.

મહિલા ક્રિકેટ આજના સમયમાં પુરૂષોના ક્રિકેટથી વધુ પાછળ નથી. દરેક દિવસની શરુઆત સાથે મહિલા ક્રિકેટનો વ્યાપ પણ વધી રહ્યો છે અને તેનો ક્રેઝ પણ. મહિલા ક્રિકેટરોનો પણ ફેન બેઝ. ફેન્સ તેમની રમતની સાથે સાથે મહિલા ક્રિકેટરોની સુંદરતાના પણ દિવાના છે. અમે તમને એવી પસંદગીની મહિલા ક્રિકેટર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમની સુંદરતાએ ઘણા લોકોને તેમના દિવાના બનાવી દીધા છે.

આ યાદીમાં ભારતની ઓપનર સ્મૃતિ મંધાનાનું નામ ચોક્કસપણે આવશે. મંધાનાની સુંદરતાના ઘણા ચાહકો દિવાના છે. 2017માં રમાયેલા ODI વર્લ્ડ કપની એક મેચમાં શાનદાર ઈનિંગ રમીને જ્યારે મંધાનાએ પોતાનું હેલ્મેટ ઉતાર્યું ત્યારે સોશિયલ મીડિયા પર તેની બેટિંગ સાથેની તેની સુંદરતાની ચર્ચાઓ ઓછી થઈ ન હતી. ડાબોડી બેટ્સમેને ભારત માટે અત્યાર સુધીમાં 84 T20I અને 71 ODI અને ચાર ટેસ્ટ મેચ રમી છે.

પાકિસ્તાનની કાયનાત ઈમ્તિયાઝ એક શાનદાર ઓલરાઉન્ડર છે. તેની ઉત્તમ રમતની સાથે સાથે કાયનાતની સુંદરતા પણ અદભૂત છે. આ કારણે કાયનતની ફેન ફોલોઈંગ પણ ખૂબ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 1.56 લાખ છે. તેણે પાકિસ્તાન માટે અત્યાર સુધીમાં 15 ODI અને 16 T20 મેચ રમી છે.

ઈંગ્લેન્ડની સારાહ ટેલર આ યાદીમાંથી બહાર રહી શકે તેમ નથી. આ ખેલાડીએ પોતાની સુંદરતાથી ઘણા લોકોને ઘાયલ કર્યા છે. જોકે, આ ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. સારાએ ઈંગ્લેન્ડ માટે 10 ટેસ્ટ મેચ, 126 ODI અને 90 T20 મેચ રમી છે.

આ યાદીમાં એલિસા પેરી પણ આવે છે. ઓસ્ટ્રેલિયાની આ ખેલાડીએ પોતાના પ્રદર્શનથી ઘણા બધાં લોકોના વખાણ તો મેળવ્યા છે, પરંતુ પોતાની સુંદરતાથી લોકોને દિવાના પણ બનાવી દીધા છે. આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા માટે 10 ટેસ્ટ મેચ, 128 ODI મેચ અને 126 T20 મેચ રમી છે.

આયર્લેન્ડની સેસિલા જોયસ પણ પોતાની સુંદરતા માટે ખૂબ જ મશહૂર છે. આયર્લેન્ડની ઓપનર જોઈસનો પરિવાર ક્રિકેટ સાથે ઘણો સંબંધ ધરાવે છે. તેની બહેનો પણ ક્રિકેટ રમે છે અને તેના ભાઈઓ પણ. પોતાના દેશ માટે આ ખેલાડીએ 57 ODI અને 43 T20 મેચ રમી છે.