IPL 2024માં સૌથી વધારે રન, સૌથી વધારે સિક્સ, હૈદરાબાદે ઈતિહાસ રચી દીધો
ટી20 ક્રિકેટ તો બેટ્સમેનોની રમત માનવામાં આવે છે પરંતુ જ્યારે બોલર અને બેટ્સમેન સામ સામે ટકરાય છે ત્યારે રેકોર્ડ તુટવા એ કોઈ નવી વાત નથી. આવું જ કાંઈ ગત્ત રાત્રે રાજીવ ગાંધી સ્ટેડિમમાં જોવા મળ્યું હતુ.

રાજીવ ગાંધી સ્ટેડિયમ બુધવારના રોજ આઈપીએલના ઈતિહાસમાં આ મેચમાં અનેક રેકોર્ડ બન્યા છે. સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રનનો પહાડ ઉભો થયો હતો આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં અનેક રેકોર્ડ એક જ દિવસમાં તુટી ગયા છે. આ બ્લોકબસ્ટર મેચમાં પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે પોતાના 3 બેટ્સમેનોને તોફાની ઈનિગ્સ રમી હતી.

3 વિકેટના નુકસાન પર 277 રન બનાવી ટૂર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર ઉભો કર્યો છે. જવાબામાં મુંબઈના બેટ્સમેનોએ પણ તેમની તાકાત દેખાડી હતી. 20 ઓવરમાં 5 વિકેટ પર 246 રન બનાવ્યા પરંતુ જીત માટે 31 રનથી પાછળ રહી હતી.

બંન્ને ટીમોનો સ્કોર 40 ઓવરમાં 523 રન રહ્યો હતો. આઈપીએલમાં પહેલી વખત કોઈ મેચમાં 500થી વધુનો ટોટલ રહ્યો હતો. જ્યારે આ દરમિયાન બંન્ને ટીમોના બેટ્સમેનોએ કુલ 38 સિક્સ ફટકારી હતી દર્શકોના પૈસા વસુલ કર્યા હતા.

હૈદરાબાદ માટે બેટ્સમેન અભિષેક શર્માએ 23 બોલમાં 63 રન બનાવ્યા હતા તો ટ્રેવિસ હેડ 24 બોલમાં 62 રન બનાવ્યા હતા. હેનરિકે 34 બોલમાં 80 રનમાં 4 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. મુંબઈ માટે તિલક વર્માએ 34 બોલમાં 64 રન બનાવ્યા હતા, જ્યારે ટિમ ડેવિડે 42 અને ઈશાન કિશનના 34 રનનું યોગદાન રહ્યું હતુ.

હૈદરાબાદે પોતાની ઈનિગ્સમાં 18 સિક્સ ફટકારી હતી,હૈદરાબાદના બેટ્સમેનોએ 19 ચોગ્ગા ફટકાર્યા,હૈદરાબાદે પાવરપ્લેમાં 81 રન બનાવ્યા,હૈદરાબાદે પહેલી 10 ઓરમાં 148 રન બનાવ્યા જે આઈપીએલમાં એક રેકોર્ડ છે અને માર્કરમ અને ક્લાસેને માત્રે 51 બોલમાં સદીની ભાગીદારી કરી હતી.
