વેસ્ટ ઈન્ડિઝ
વેસ્ટ ઈન્ડિઝ એ ખરેખર કોઈ એક દેશ નહીં પરંતુ 28 કેરેબિયન ટાપુઓના સમૂહમાંથી ક્રિકેટ રમતા 15 દેશો અને પ્રદેશોની સંયુક્ત ટીમ છે.વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટની શરૂઆત 1890ના દાયકામાં થઈ હતી. પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ સામે રમવા માટે વિરોધી ટીમનું એક સંગઠન વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ બનાવાયું હતું.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડમાં છ ક્રિકેટ એસોસિએશન છે, જેમાં બાર્બાડોસ, ગુયાના, જમૈકા, ત્રિનિદાદ અને ટોબેગો, લીવર્ડ આઇલેન્ડ્સ અને વિન્ડવર્ડ આઈલેન્ડ્સના બોર્ડ્સનો સમાવેશ થાય છે.1928માં વેસ્ટ ઈન્ડિઝને પ્રથમવાર ટેસ્ટ ક્રિકેટની માન્યતા મળી હતી. તે જ વર્ષથી આ ટીમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનું મજબૂત સ્થાન બનાવવાનું શરૂ કર્યું અને ક્રિકેટમાં વર્ચસ્વ જમાવ્યું.
વેસ્ટ ઈન્ડિઝ ટીમે પહેલા બે ક્રિકેટ વર્લ્ડ કપ (1975 અને 1979) જીત્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ બે T20 વર્લ્ડ કપ (2012 અને 2016) પણ જીત્યું છે. આમ કુલ ચાર વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડિઝ જીત્યું છે. વેસ્ટ ઈન્ડિઝ પાસે પોતાનું રાષ્ટ્રગીત (Anthem) નથી. કારણ કે એ કોઈ દેશ નથી, તેથી તેનું પોતાનું રાષ્ટ્રીય ગીત પણ નથી.વેસ્ટ ઈન્ડિઝનો ધ્વજ એ કોઈ રાષ્ટ્રીય ધ્વજ નહીં પણ ખાસ કરીને ક્રિકેટ ટીમ માટે બનાવાયેલો ધ્વજ છે. આ ધ્વજ ક્રિકેટમાં તેમની ઓળખ છે.
Read MoreBreaking News: શાઈ હોપે ODI ક્રિકેટનો ઇતિહાસ બદલી નાંખ્યો, આવું કરનાર પ્રથમ વિકેટકીપર-કેપ્ટન બન્યો
Shai Hope Records : વેસ્ટઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે ભારત વિરુદ્ધ વનડે સીરિઝની છેલ્લી મેચમાં એક રેકોર્ડબ્રેક ઈનિગ્સ રમી હતી. તેમણે અણનમ 162 રન બનાવી વનડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે.
- Nirupa Duva
- Updated on: Oct 4, 2026
- 8:32 am
IND vs WI 3rd ODI Result : 351 રનનો પહાડ ખડકવા છતાં ભારતની હાર, વેસ્ટ ઈન્ડિઝનો રેકોર્ડબ્રેક રન-ચેઝ, શાઈ હોપે એકલા હાથે અપાવી જીત
IND vs WI 3rd ODI : ન્યૂ ચંદીગઢના PCA ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતીય ક્રિકેટ ટીમને 5 વિકેટથી હરાવી હતી. ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કર્યા બાદ, ભારતે 7 વિકેટે 351 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જોકે, શરૂઆતમાં માત્ર 4 રનમાં જ બે મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જવાબમાં, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન શાઈ હોપે 162 રનની શાનદાર અણનમ ઇનિંગ્સ રમીને પોતાની ટીમને યાદગાર જીત અપાવી હતી. વેસ્ટ ઈન્ડિઝના વન-ડે ઈતિહાસમાં આ સૌથી સફળ રન-ચેઝ (લક્ષ્યનો પીછો) હતો. 5 વિકેટની આ રોમાંચક જીત સાથે વેસ્ટ ઈન્ડિઝે શ્રેણી 1-2થી સમાપ્ત કરી અને ભારતની 3-0થી 'ક્લીન સ્વીપ' કરવાની આશાઓ તોડી નાખી.
- Bipin Prajapati
- Updated on: Oct 4, 2026
- 8:28 am
IND vs WI : આમિર જાંગુની ખાસ હેટ્રિક, ભારતમાં આ સિદ્ધિ હાંસલ કરનાર વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બેટ્સમેન બન્યો
વેસ્ટ ઈન્ડિઝ ભલે ફરી એકવાર ભારતના પ્રવાસ પર ODI શ્રેણી હારી ગયું હોય, પરંતુ આ વખતે ટીમે કેટલાક સારા બેટિંગ પ્રદર્શન જોયા અને આમાં આમિર જાંગુ સૌથી ખાસ હતો. આમિર જાંગુએ સતત ત્રણ મેચમાં 50 થી વધુનો સ્કોર કરીને ખાસ રેકોર્ડ બનાવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Oct 3, 2026
- 9:34 pm
Breaking News: IND vs WI મેચમાં ખેલાડી થયો ઈજાગ્રસ્ત, હોસ્પિટલ લઈ જવો પડ્યો
ભારત સામેની ODI શ્રેણીની અંતિમ મેચ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો. ભારતીય ઇનિંગ દરમિયાન તેમના એક મુખ્ય ખેલાડીને ઈજા થઈ હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Oct 3, 2026
- 9:15 pm
Breaking News: ઈજાએ તોડી હતી આશા, પિતાએ આપી હિંમત, હવે ટીમ ઈન્ડિયા માટે કર્યું ડેબ્યૂ
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં અંશુલ કંબોજને ટીમ ઈન્ડિયા તરફથી ડેબ્યૂ કરવાની તક મળી. જોકે, આ મુકામ સુધી પહોંચવાની તેની સફર સરળ નહોતી. અંડર-19 વર્લ્ડ કપ પહેલાં થયેલી ઈજાને કારણે તેણે એક સમયે ક્રિકેટ છોડવાનો વિચાર કર્યો હતો. પરંતુ પિતા અને કોચના સાથથી તેણે ફરી મહેનત શરૂ કરી અને આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાન બનાવ્યું છે.
- Smit Chauhan
- Updated on: Oct 3, 2026
- 4:44 pm
Breaking News: વિરાટ કોહલી સાથે 14 વર્ષ બાદ બની આ ઘટના, વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાન સામેની મેચની યાદ
વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી વનડેમાં વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો. જેડેન સીલ્સે તેને પ્રથમ જ બોલે ક્લીન બોલ્ડ કર્યો. કોહલી સાથે વનડે ક્રિકેટમાં આવું 14 વર્ષ બાદ થયું છે. આ પહેલાં તે 2012માં પાકિસ્તાન સામે પણ શૂન્ય રને બોલ્ડ થયો હતો. આ સાથે તેની કારકિર્દીમાં ચોથી વખત ગોલ્ડન ડક નોંધાયો છે.
- Smit Chauhan
- Updated on: Oct 3, 2026
- 4:31 pm
Breaking News: વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો, પહેલી મેચમાં સદી ફટકારનાર ખેલાડી ત્રીજી ODIમાંથી થયો બહાર
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની છેલ્લી મેચ મુલ્લાનપુર, ન્યુ ચંદીગઢમાં રમાશે. આ મેચ પહેલા વેસ્ટ ઈન્ડિઝને મોટો ઝટકો લાગ્યો છે. સીરિઝની પહેલી મેચમાં સદી ફટકારનાર ખેલાડી ત્રીજી ODIમાંથી બહાર થઈ ગયો છે.
- Smit Chauhan
- Updated on: Oct 2, 2026
- 10:21 pm
IND vs WI 2nd ODI: 5023 મેચના વનડે ઈતિહાસમાં પહેલી વખત આવું થયું, ભારત-વેસ્ટઈન્ડિઝે સાથે મળી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
IND vs WI 2nd ODI: ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ રેકોર્ડથી ભરપુર રહી હતી. આ મેચમાં બંને ટીમે સાથે મળી 800થી વધારે રન બનાવ્યા છે. જેમાં 5 સદી પણ સામેલ છે.
- Nirupa Duva
- Updated on: Oct 1, 2026
- 9:30 am
Breaking News: રોહિતની સદી, ગિલની બેવડી સદી… ભારતનો રેકોર્ડબ્રેક રન ચેઝ, 405 રન પણ ઓછા પડ્યા
IND vs WI ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ODI શ્રેણીની બીજી મેચ ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ 406 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરીને ઐતિહાસિક જીત મેળવી હતી. રોહિતની સદી અને ગિલની બેવડી સદી સામે વેસ્ટ ઈન્ડિઝના 405 રન પણ ઓછા પડ્યા.
- Smit Chauhan
- Updated on: Sep 30, 2026
- 10:33 pm
Breaking News: રોહિત શર્માએ 200 છગ્ગા ફટકારીને રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર વર્લ્ડનો પહેલો ક્રિકેટર
રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામેની ગુવાહાટી વનડેમાં ધમાકેદાર બેટિંગ દરમિયાન એક ખાસ સિદ્ધિ મેળવી છે. ચોથો છગ્ગો ફટકારતાની સાથે જ તેણે ભારતમાં 200 છગ્ગા પૂરા કર્યા. આ સાથે તે એક જ દેશમાં 200 છગ્ગા ફટકારનાર વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે. રોહિતે આ મામલે ક્રિસ ગેલ સહિત અનેક દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.
- Smit Chauhan
- Updated on: Sep 30, 2026
- 8:44 pm
Breaking News: 10મા નંબરની ટીમે ભારત સામે ફટકાર્યા 405 રન, શું આ રીતે જીતીશું વર્લ્ડ કપ ?
ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારત સામે 50 ઓવરમાં 405 રનનો ઐતિહાસિક સ્કોર બનાવ્યો. ODI રેન્કિંગમાં 10મા ક્રમે રહેલી ટીમ સામે ભારતીય બોલિંગની આવી હાલતથી વર્લ્ડ કપની તૈયારી પર સવાલ ઊભા થયા છે. ખાસ વાત એ છે કે આ શ્રેણીને આગામી વર્લ્ડ કપ માટે ટીમનું કોમ્બિનેશન નક્કી કરવાની મહત્વની તક માનવામાં આવી રહી છે.
- Smit Chauhan
- Updated on: Sep 30, 2026
- 8:12 pm
Breaking News: 405 રનનો તોફાન, નબી-બ્રારની જોરદાર ધુલાઈ, 51 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
ભારત સામે ODI શ્રેણીની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર બેટિંગ કરી હતી. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ ભારતીય બોલરોની જોરદાર ધુલાઈ કરી અને પહેલીવાર ODIમાં 400 રનનો આંકડો પાર કર્યો હતો. આ મેચમાં ભારતના ફાસ્ટ બોલરો આકિબ અને ગુરનૂરે શરમજનક રેકોર્ડ બનાવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Sep 30, 2026
- 7:27 pm
IND vs WI : ભારતમાં જે કમાલ લારા-ગેલ ન કરી શક્યા, તે કેમ્પબેલે કરી બતાવ્યું, ફટકારી રેકોર્ડબ્રેક સદી
ગુવાહાટી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના ઓપનર જોન કેમ્પબેલે ભારત સામે દમદાર સદી ફટકારી હતી. કેમ્પબેલે માત્ર 65 બોલમાં સદી પૂરી કરી હતી. તે ભારત સામે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બન્યો હતો. જે કમાલ લારા-ગેલ ના કરી શક્યા તે કેમ્પબેલે કરી બતાવ્યું હતું.
- Smit Chauhan
- Updated on: Sep 30, 2026
- 5:06 pm
Breaking News : વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર, નમન ધીરે ODI ડેબ્યૂ કર્યું
તિરુવનંતપુરમમાં 2023 પછી પહેલી વખત મેચ રમાઈ રહી છે. ભારત અને વેસ્ટઈન્ડિઝ (India vs West Indies) વચ્ચે અહી બીજી વખત મેચ રમાઈ છે. પહેલી વખત બંને ટીમ આ મેદાનમાં 2018માં આમને સામે આવી હતી.નમન ધીરે ડેબ્યૂ કર્યું છે.
- Nirupa Duva
- Updated on: Sep 27, 2026
- 2:17 pm
IND vs WI: ભારત-વેસ્ટ ઈન્ડિઝ પહેલી ODI વરસાદના કારણે થશે રદ? જાણો તિરુવનંતપુરમમાં કેવું રહેશે હવામાન
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વનડે 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં રમાશે. મેચ પહેલાં હવામાનને લઈને ચાહકોમાં ચિંતા છે. તિરુવનંતપુરમમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જાણો 27 સપ્ટેમ્બરે તિરુવનંતપુરમમાં કેવું રહેશે હવામાન.
- Smit Chauhan
- Updated on: Sep 26, 2026
- 9:56 pm