AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં લાંબા વિરામ બાદ ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો થયા જળબંબાકાર- Video

અમદાવાદમાં લાંબા વિરામ બાદ ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો થયા જળબંબાકાર- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2026 | 7:35 PM
Share

અમદાવાદ શહેર માં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. જો કે માત્ર 30 મિનિટના ધોધમાર વરસાદમાં જ અમદાવાદ શહેરના રસ્તાઓ ફરી જળબંબાકારની સ્થિતિમાં જોવા મળ્યા.

અમદાવાદમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ વરસતા શહેરજનોએ રાહત ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે. બીજી તરફ થોડી કલાકોના વરસાદમાં જ શહેરના રસ્તાઓ જળબંબાકાર બન્યા છે અને ઠેકઠેકાણે પાણી ભરાયા છે. અનેક વાહનચાલકોના વાહનોના પૈડાએ રસ્તા પર ભરાયેલા પાણીમાં જવાબ દઈ દીધો છે અને થંભી ગયા છે ત્યારે લોકોને ઘૂંટણસમા ભરાયેલા પાણીમાંથી વાહનો હાથેથી ખેંચીને લઈ જવા પડી રહ્યા છે. જેનાથી વાહનચાલકોની કફોડી સ્થિતિ થઈ છે.

એકતરફ લાંબા વિરામ બાદ વરસેલા વરસાદની મજા છે તો બીજી તરફ તંત્રની નક્કર અને આયોજનબદ્ધ કામગીરીના અભાવથી લોકોની મજા સજા બની રહી છે. વાહનો પાણીમાં ફસાઈ જતા લોકો પારાવાર હેરાન થઈ રહ્યા છે પરંતુ આ હેરાનગતિની તંત્રને કંઈ પડી નથી. અનેકવાર ચાલુ વરસાદ વચ્ચે આ જ હજારો અહેવાલ પ્રસારીત કરવા છતા તંત્ર દ્વારા યોગ્ય પ્લાનિંગ સાથે કામગીરી થતી નથી અને ભોગ શહેરીજનો બની રહ્યા છે.

મહાનગરપાલિકાની પોલ માત્ર એકાદ ઈંચ વરસેલા વરસાદમાં ખૂલી ગઈ છે. ત્યારે વિચારો એકસામટો 7 થી 8 ઈંચ વરસાદ ખાબકી જાય તો શું દશા થાય. આ સ્થિતિ પહેલીવારની નથી, દર ચોમાસાએ આ જ દશા હોય છે અને નિર્લજ્જ, નફ્ફટ તંત્ર માત્ર બહાનાઓ અને પાયાવિહોમા દાવા કરવામાં માહેર છે, જમીન પર કામગીરી જોવા મળતી નથી.

Breaking News: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, કાળા ડિબાંગ વાદળો વચ્ચે છવાયો અંધારપટ- જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">