AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ક્લીન બોલ્ડ છતાં બચી ગયો ઈંગ્લેન્ડનો કેપ્ટન, એક ભૂલે પાકિસ્તાનની ખુશી છીનવી લીધી

એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે જોરદાર ડ્રામા જોવા મળ્યો. 130 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડનો કેપ્ટન ક્લીન બોલ્ડ થયો હતો, પરંતુ પાકિસ્તાની બોલરની એક ભૂલના કારણે તે બચી ગયો. જેનાથી પાકિસ્તાની ખેલાડીઓની ખુશી છીનવાઇ ગઈ, સાથે જ મેચ પણ પાકિસ્તાનના હાથમાંથી ગઈ.

| Updated on: Sep 12, 2026 | 8:35 PM
Share
એજબેસ્ટન ટેસ્ટમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવી શ્રેણી 3-0 થી જીતી હતી. જોકે મેચના ચોથા દિવસે જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો.

1 / 8
એજબેસ્ટન ટેસ્ટના ચોથા દિવસે ઈંગ્લેન્ડે 130 રનના લક્ષ્યાંકનો પીછો શરૂ કર્યો ત્યારે પાકિસ્તાને શાનદાર શરૂઆત કરી હતી. મોહમ્મદ અબ્બાસે પ્રથમ જ ઓવરમાં ઈંગ્લેન્ડના બંને ઓપનરોને પેવેલિયન મોકલી દીધા હતા.

2 / 8
આ પછી જો રૂટ અને જોર્ડન કોક્સે ઈનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ સંયમ સાથે બેટિંગ કરીને ઈંગ્લેન્ડને મુશ્કેલીમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું.

3 / 8
પરંતુ 36 રનના સ્કોર પર મેચમાં મોટો વળાંક આવ્યો હતો. મોહમ્મદ અલીએ 10મી ઓવરના છેલ્લા બોલે રૂટને ઓફ સ્ટમ્પની બહાર ફુલ લેન્થ બોલ ફેંક્યો હતો.

4 / 8
રૂટે આ બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. બોલ તેના બેટની અંદરની ધાર સાથે અથડાઈને સીધો ઓફ સ્ટમ્પ સાથે અથડાયો અને રૂટ ક્લીન બોલ્ડ થઈ ગયો.

5 / 8
રૂટના આઉટ થતાં પાકિસ્તાની ખેલાડીઓએ જોરદાર ઉજવણી શરૂ કરી હતી. જોકે, મેદાન પરના અમ્પાયરે તરત જ નો-બોલનો સંકેત આપતાં પાકિસ્તાનની ખુશી પળવારમાં ગાયબ થઈ ગઈ હતી.

6 / 8
રિપ્લેમાં સ્પષ્ટ થયું હતું કે મોહમ્મદ અલીનો આગળનો પગ ક્રીઝની બહાર હતો. ઓવરસ્ટેપિંગના કારણે બોલ નો-બોલ જાહેર થયો અને રૂટને નોટઆઉટ જાહેર કરવામાં આવ્યો.

7 / 8
130 રન જેવા ઓછા લક્ષ્યાંકનો બચાવ કરતી વખતે પાકિસ્તાન માટે આ મોટી તક હતી. જો રૂટ જેવા અનુભવી બેટ્સમેનની વિકેટ મળી હોત તો મેચનું સમીકરણ બદલાઈ શક્યું હોત, પરંતુ એક ભૂલે પાકિસ્તાનની આશા પર પાણી ફેરવી દીધું. (PC:X/Sky Sports)

8 / 8

Breaking News: એશિયા કપ 2027 માટે 6 ટીમો ફાઇનલ, નેપાળે પ્રીમિયર કપ જીતી બનાવી જગ્યા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">