14 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : જૂનાગઢના માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયુ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આજે 14 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
દેવભૂમિ દ્વારકાઃ દુષ્કાળના એંધાણ વચ્ચે સારા સમાચાર, કંડોરણા ગામે સૌની યોજનાનું પાણી પહોંચ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદના અભાવે દુષ્કાળના એંધાણ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ખંભાળિયાના કંડોરણા ગામે સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. ઝરમર વરસાદ સાથે સૌની યોજનાનું પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના અભાવે સુકાઈ રહેલા ઉભા પાકને હવે પાણી મળતા જીવતદાન મળવાની આશા જાગી છે.
-
આણંદઃ વાદળછાયા વાતાવરણ બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ
આણંદ જિલ્લામાં વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ગાજવીજ અને ભારે પવન સાથે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ઉમરેઠ, લીંગડા અને પણસોરા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. અચાનક પડેલા ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખુશીની લહેર ફરી વળી છે. વરસાદથી ખેતી પાકને પણ ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે.
-
-
જૂનાગઢઃ માંગરોળ બંદર પર 3 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
જૂનાગઢના માંગરોળ બંદર પર દરિયામાં કરંટ અને ઊંચા મોજા ઉછળતા 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વરસાદી સિસ્ટમની અસરને પગલે દરિયો ગાંડોતૂર બન્યો છે અને દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. જેને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, માંગરોળમાં સતત સારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાયો છે. ભારે પવન અને દરિયાના ઉછળતા મોજાને પગલે તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સાવચેતી રાખવામાં આવી રહી છે.
-
ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજાની સાર્વત્રિક બેટિંગ, 240 તાલુકામાં વરસાદ
-
રાજ્યભરમાં આજે પણ વરસાદનું જોર, 11 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
રાજ્યભરમાં આજે પણ વરસાદનું જોર યથાવત રહેવાની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યના 11 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા છે. વરસાદ દરમિયાન 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જ્યારે અમદાવાદ, કચ્છ, મોરબી, ડાંગ અને વડોદરા સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
-
આજે 14 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Sep 14,2026 7:33 AM
