AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમદાવાદમાં વેપારીઓ માટે ‘ફૂડ રેપિડ ટેસ્ટ કિટ’ ટ્રેનિંગ આયોજન કરાયું , જુઓ Video

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ મીઠાઈ અને ફરસાણ વિક્રેતાઓ ને ફૂડ રેપિડ ટેસ્ટ કીટ રાખવા આહવાન કરવામાં આવ્યા બાદ હવે તેની ટ્રેનિંગ પણ આપવામાં આવી જો કે અહીં સવાલ એ ઊભા થયા છે કે હજારો ની દુકાનો માં માત્રા 100 દુકાનદારો કીટ રાખશે તો ખાદ્ય પદાર્થ શુધ્ધ મળશે ખરા ?

| Updated on: Sep 13, 2026 | 1:50 PM
Share

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો પણ મીઠાઈ કે ફરસાણ ની ખરીદી કરતા પહેલા જાતે જ તે ચીજવસ્તુની ચકાસણી કરી શકે તે માટે રેપિડ ટેસ્ટ કીટ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે આ ટેસ્ટ કીટ કે રીતે ઉપયોગ કરવો તે અંગે આજે જાણકારી આપી ટ્રેનિંગ આપવામાં આવી હતી.ગુજરાત ફૂડ એસોસિએશન ના વેપારીઓ આ ટ્રેનિંગ માં જોડાયા હતા.જો કે હાલ માત્ર 15 વિક્રેતાઓ જોડે જ ટેસ્ટ કીટ છે.148 જેટલા વેપારીઓ એ આ ટેસ્ટ કીટ વસાવવા તૈયારી કરી છે.

જો કે સવાલ એ છે કે હજારો વેપારીઓ અમદાવાદમાં મીઠાઈ અને ફરસાણ ની દુકાન ધરાવે છે અને ત્યાં થી લાખો લોકો ખરીદી કરે છે. ત્યારે આટલી ટેસ્ટ કીટ થી કઈ રીતે નાગરિકો શુધ્ધ ખોરાક મેળવશે તે પ્રશ્ન છે.

રેપિડ ટેસ્ટ કીટ રાખવાનો નિર્ણય

અહીં પ્રશ્ન એ પણ છે કે, મીઠાઈ અને ફરસાણ ના વેપારીઓ તહેવાર ટાણે ભીડ ના સમયે દરેક નાગરિક ને ટેસ્ટ કીટ થી મીઠાઈ કે ફરસાણ ની ચકાસણી કરવા દેશે ખરા એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર પુરોહિત એ જણાવ્યું હતું કે, કોર્પોરેશન ના આદેશ પ્રમાણે તમામ વેપારીઓ ટેસ્ટ કીટ વસાવવા જઈ રહ્યા છે.તહેવાર ટાણે ભીડ જશે ત્યારે જે નાગરિક ને ટેસ્ટ કરવા હશે તેને કરવા દેવામાં આવશે.

100 જેટલા દુકાનદારો ટેસ્ટ કીટ રાખશે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા પહેલા આ નિયમ ફરજિયાત કરવામાં આવ્યો હતો. જો કે હવે ફૂડ અધિકારી આ ટેસ્ટ કીટ મરજિયાત છે અને વેપારીઓ ને સ્વયંમ રાખવા સૂચન કર્યું નું કહે છે.ટેસ્ટ કીટ થી અમદાવાદીઓ ને સ્વચ્છ અને ભેળસેળ વગર નું ખોરાક મળે કે નહીં તે જોવું રહ્યું.પરંતુ સવાલ એ છે કે અમદાવાદમાં હજારો મીઠાઈની દુકાનો છે.એવામાં માત્ર 100 જેટલા દુકાનદારો ટેસ્ટ કીટ રાખશે તો એનાથી શું ખરેખર ખાદ્ય પદાર્થો શુદ્ધ મળશે ખરા ?

Breaking News : તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ કરી એન્ટ્રી, ઉકાઈમાં 11 ઈંચથી વધુ વરસાદ; સુકાતા પાકને મળ્યું નવજીવન ! જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">