AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Asian Games 2026માં ટીમ ઈન્ડિયાના મેચના સમયમાં ફેરફાર, હવે આ સમયે મેચ શરૂ થશે

Asian Games 2026 : એશિયન ગેમ્સ 2026ના પુરુષ ક્રિકેટ ઈવેન્ટમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. નોકઆઉટ સ્ટેજના સમયમાં ફેરફાર કરતા બપોરની મેચને 30 મિનિટ પહેલા શરુ કરવાનો નિર્ણય લીધો છે.

| Updated on: Sep 13, 2026 | 8:17 AM
Share
જાપાનના આઈચી-નાગોયામાં 19 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોમ્બર વચ્ચે રમાનારી એશિયન ગેમ્સ 2026ની પુરુષ ઈવેન્ટ સાથે જોડાયેલી એક મોટી અપડેટ સામે આવી રહી છે. આ ઈવેન્ટની નોકઆઉટ મેચ માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, સાથે સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેની અસર ટીમ ઈન્ડિયાના શેડ્યુલ પર પડશે.

1 / 7
નોકઆઉટ સ્ટેજના સમયમાં ફેરફાર કરતા બપોરના મેચને 30 મિનિટ પહેલા શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.નોકઆઉટ સ્ટેજમાં બપોરના શરુ થનારી મેચ સ્થાનિક સમયઅનુસાર બપોરના 2 કલાકના બદલે 1:30 કલાકે શરુ થશે.

2 / 7
ભારતીય સમય અનુસાર જાપાન ભારતથી 3 કલાક 30 મિનિટ આગળ છે. ત્યારે ભારતીય સમયઅનુસાર આ બપોરની મેચ હવે સવારના 10 કલાકે લાઈવ જોઈ શકશો.

3 / 7
મેચના સમયમાં ફેરફાર કરવાનું સૌથી મોટું કારણ જાપાનમાં સાંજના સમયે અંધારું જલ્દી થઈ જાય છે. આ કારણે ટૂર્નામેન્ટના વેન્યુ પર ફ્લડલાઈટ્સની વ્યવ્સથા પણ નથી. તો પુરુષ ટીમ ટી20 મેચમાં મહિલાઓની મેચની તુલનામાં લાંબા સમય સુધી ચાલે છે.  આ માટે 30 મિનિટ જલ્દી શરુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

4 / 7
આ શેડ્યુલ સત્તાવાર વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યું છે, પરંતુ ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેમને હજુ સુધી આ ફેરફાર અંગે કોઈ ઔપચારિક માહિતી મળી નથી.

5 / 7
 તમને જણાવી દઈએ કે, એશિયન ગેમ્સ માટે ભારતની ટીમના 15 ખેલાડીઓની પસંદગી થઈ ચૂકી છે. જેમાં વૈભવ સૂર્યવંશી અને યશ ઠાકુર બંનેને સ્થાન મળ્યું છે.

6 / 7
 એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમ જોઈએ તો. શ્રેયસ અય્યર, અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર,વરુણ ચક્રવર્તી, રવિ બિશ્રોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ,વૈભવ સૂર્યવંશી, યશ ઠાકુર (ALL PHOTO : PTI)

7 / 7

વૈભવ સૂર્યવંશી એક ભારતીય ક્રિકેટર છે. જે સ્થાનિક ક્રિકેટમાં બિહાર અને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રાજસ્થાન રોયલ્સ માટે સૌપ્રથમ રમ્યો હતો. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">