AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xi Jinping Net Worth : ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping કેટલા અમીર છે ? જાણો તેમનો વાર્ષિક પગાર

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની વ્યક્તિગત સંપત્તિ અંગે સત્તાવાર માહિતી ઓછી છે. અંદાજ મુજબ, તેમના પરિવારની સંપત્તિ બિલિયનમાં હોય શકે છે.

| Updated on: Sep 13, 2026 | 8:40 AM
Share
વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનના રાષ્ટ્રપતિ Xi Jinping બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે ભારત પહોંચ્યા છે. લગભગ સાત વર્ષ બાદ તેમની આ ભારત મુલાકાત છે. આ દરમિયાન તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે. ખાસ કરીને ગાલવાન ખીણમાં થયેલી અથડામણ બાદ ભારત અને ચીન વચ્ચેનો તણાવ વધ્યો હતો.

1 / 7
જોકે, Xi Jinpingની ભારત મુલાકાત અને ભારત-ચીન સંબંધોની ચર્ચા વચ્ચે એક સવાલ એવો પણ છે કે ચીનના આ શક્તિશાળી નેતા કેટલી સંપત્તિના માલિક છે અને તેમને દર વર્ષે કેટલો પગાર મળે છે? અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની સંપત્તિ અને બિઝનેસને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે, જ્યારે Xi Jinpingની વ્યક્તિગત સંપત્તિ અંગે જાહેરમાં બહુ ઓછી માહિતી ઉપલબ્ધ છે.

2 / 7
Xi Jinping ચીનના સૌથી શક્તિશાળી નેતા છે. જોકે, તેમની વ્યક્તિગત સંપત્તિ અંગે કોઈ સત્તાવાર અને સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી નથી. વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અને અંદાજોમાં તેમના પરિવારની સંપત્તિ અંગે અલગ-અલગ આંકડા સામે આવ્યા છે.

3 / 7
કેટલાક અહેવાલો અને ગુપ્તચર સૂત્રોના અંદાજ મુજબ, Xi Jinpingના પરિવારની કુલ સંપત્તિ આશરે 700 મિલિયન ડોલરથી 1.5 બિલિયન ડોલર વચ્ચે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સંપત્તિમાં રિયલ એસ્ટેટ અને અન્ય રોકાણોનો સમાવેશ થતો હોવાના અહેવાલો છે. તેમના પરિવારના સભ્યોમાં પત્ની પેંગ લિયુઆન અને પુત્રી શી મિંગઝેનો સમાવેશ થાય છે. જોકે, અહીં એ વાત મહત્વની છે કે Xi Jinping અથવા ચીની સરકાર તરફથી આ આંકડાઓની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી તેમની વાસ્તવિક વ્યક્તિગત અથવા પારિવારિક સંપત્તિ કેટલી છે તે ચોક્કસ રીતે કહેવું મુશ્કેલ છે.

4 / 7
ચીનના રાષ્ટ્રપતિનો સત્તાવાર પગાર વિશ્વના કેટલાક અન્ય મોટા દેશોના રાષ્ટ્રપ્રમુખોની સરખામણીમાં ઘણો ઓછો છે. 2022માં ચીનના સરકારી કર્મચારીઓના પગારમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તે મુજબ Xi Jinpingનો મૂળ માસિક પગાર 7,020 યુઆનથી વધારીને 11,385 યુઆન કરવામાં આવ્યો હતો.

5 / 7
આ રકમ આશરે 1,830 અમેરિકન ડોલર પ્રતિ મહિનો થાય છે. એટલે કે, તેમનો મૂળ વાર્ષિક પગાર આશરે 22,000 અમેરિકન ડોલર જેટલો થાય છે. ઉપલબ્ધ માહિતી અનુસાર, ત્યારથી તેમના મૂળ પગારમાં મોટો ફેરફાર થયો નથી. જો અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે સરખામણી કરીએ તો તફાવત ઘણો મોટો છે. અમેરિકાના રાષ્ટ્રપતિનો વાર્ષિક સત્તાવાર પગાર 400,000 ડોલર છે. જ્યારે હોંગકોંગના ચીફ એક્ઝિક્યુટિવને વાર્ષિક આશરે 545,000 ડોલરનું વેતન મળે છે.

6 / 7
Xi Jinpingના સત્તાવાર પગાર ઉપરાંત તેમના પદ સાથે જોડાયેલા અનેક ખર્ચ ચીની સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. તેમાં સત્તાવાર રહેઠાણ, સુરક્ષા, મુસાફરી અને અન્ય સરકારી કામગીરી સાથે જોડાયેલા ખર્ચનો સમાવેશ થાય છે. આ કારણે માત્ર સત્તાવાર પગારને આધારે Xi Jinpingની જીવનશૈલી અથવા તેમની વાસ્તવિક આર્થિક સ્થિતિનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. તેમની સંપત્તિ અંગેના આંકડા મુખ્યત્વે વિવિધ આંતરરાષ્ટ્રીય અહેવાલો અને અંદાજો પર આધારિત છે, જ્યારે તેમની ચોક્કસ વ્યક્તિગત સંપત્તિ અંગે કોઈ સત્તાવાર જાહેર આંકડો ઉપલબ્ધ નથી.

7 / 7

ડિક્લેરેશન, PM મોદી-જિનપિંગની મુલાકાત અને ગાલા ડિનર સુધી… સમિટના પહેલા દિવસે શું-શું થયું?

Follow Us
ગુજરાતના ખેડૂતો વીજકાપ અને સિંચાઈ સમસ્યાઓથી પરેશાન

ગાંધીનગરના કલોલમાં કંપનીમાં ભીષણ આગ ! Video

વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા

‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ

કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video

સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો

અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો

આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ

રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા

g clip-path="url(#clip0_868_265)">