ચાહકોનું માન રાખ્યું.. હવે બીજું કોઈ “Captain Cool” નહીં બની શકે, ધોનીએ પોતાનું ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યું
ભારતના પૂર્વ કેપ્ટન એમ.એસ. ધોનીએ પોતાના ઉપનામ "કેપ્ટન કૂલ"નું ટ્રેડમાર્ક મેળવી લીધું છે. શરૂઆતમાં વાંધાઓ છતાં, ધોનીની દલીલો સ્વીકારાતા ટ્રેડમાર્ક મંજૂર થયું.

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે કાયદેસર રીતે પોતાના લોકપ્રિય ઉપનામ “કેપ્ટન કૂલ” માટે ટ્રેડમાર્ક ધારક બની ગયા છે. ધોનીએ તાજેતરમાં આ નામ માટે ટ્રેડમાર્ક નોંધણી માટે અરજી કરી હતી, જેને માન્યતા મળતાં તેને અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે.

આ ટ્રેડમાર્ક ધોનીએ વર્ગ 41 હેઠળ નોંધાવ્યો છે, જે રમતમાં તાલીમ, કોચિંગ અને સંબંધિત સેવાઓ સાથે જોડાયેલ છે. આ પગલાથી હવે ધોનીનું “કેપ્ટન કૂલ” ઉપનામ માત્ર ઓળખ પૂરતું નહીં, પરંતુ કાનૂની રીતે સુરક્ષિત બ્રાન્ડ તરીકે પણ માન્ય થશે. શરૂઆતમાં, ટ્રેડમાર્ક રજિસ્ટ્રીએ “કેપ્ટન કૂલ” નામ માટે કાયદાની કલમ 11(1) અંતર્ગત વાંધો જાહેર કર્યો હતો. કારણ કે આ નામનું સમાન ટ્રેડમાર્ક અગાઉથી નોંધાયેલું હતું અને તેનો પુનરાવર્તન લોકમાં મૂંઝવણ પેદા કરી શકે એવો તર્ક આપાયો હતો.

પરંતુ ધોની તરફથી દલીલ કરવામાં આવી કે “કેપ્ટન કૂલ” નામ ઘણા વર્ષોથી તેમની વ્યક્તિગત ઓળખ, લોકપ્રિયતા અને છબી સાથે અનુકૂલિત છે. ચાહકો, મીડિયા અને ક્રિકેટ જગતમાં આ નામે તેમને ઓળખવામાં આવે છે, અને તેઓના વ્યવસાયિક તથા સામાજિક વર્તુળમાં પણ આ ઓળખ સ્થાપિત થઈ ચુકી છે.

આ દલીલોના આધારે ટ્રેડમાર્ક રજિસ્ટ્રીએ આ નામને સામાન્ય શબ્દગોચી માનીને ફગાવી દીધું અને માન્યતા આપી કે “કેપ્ટન કૂલ” હવે ફક્ત ઉપનામ નથી, પરંતુ ધોનીના વ્યક્તિત્વ, છબી અને બ્રાન્ડ મૂલ્યનો અગત્યનો ભાગ છે. ટ્રેડમાર્કની મંજૂરી ધોની માટે માત્ર કાયદેસર રક્ષણ પૂરું પાડતી નથી, પણ તેમને વ્યવસાયિક દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવે છે.

ધોનીના વકીલ માનસી અગ્રવાલના જણાવ્યા મુજબ, આ કિસ્સો એ બતાવે છે કે વ્યક્તિગત છબી અને ઓળખને ટ્રેડમાર્ક દ્વારા કેવી રીતે કાયદેસર સુરક્ષા આપી શકાય છે. જો સમાન નામનું ટ્રેડમાર્ક પહેલેથી અસ્તિત્વમાં હોય. આ નિર્ણય એવુ ઉદાહરણ છે કે એક ખેલાડી પોતાની લોકપ્રિયતા અને ઓળખને વ્યાપારી રીતે કેવી રીતે સંભાળી શકે છે. મહેન્દ્ર સિંહ ધોની ભારતીય ક્રિકેટના સૌથી સફળ કેપ્ટન તરીકે ઓળખાય છે. વિકેટ પાછળ શાંત ચિંતનશીલ અભિગમ અને ક્રિકેટની નોંધપાત્ર સમજના કારણે તેમને “કેપ્ટન કૂલ” નામ મળ્યું હતું. ભલે તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હોય, પરંતુ આજે પણ તેઓ IPLમાં ચેન્નઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કરીને પોતાના ચાહકોને ખુશ કરતા રહે છે.
ધોનીને માહી બનાવવામાં તેના પરિવારની મહત્વની ભૂમિકા છે. મહેન્દ્ર સિંહ ધોનીના પરિવાર વિશે જાણવા અહી ક્લિક કરો

































































