KKR IPL 2023 Full Squad : ઓછા બજેટમાં કોલકત્તાની ટીમે આ ખેલાડીઓ પર લગાવી બોલી , જુઓ કોલકત્તાની ફુલ સ્ક્વોડ
Kolkata Knight Riders IPL 2023 Auction: આજે કોચ્ચિમાં આઈપીએલ 2023 માટે ખેલાડીઓની હરાજી થઈ હતી. ચાલો જાણીએ કે કોલકત્તાની ટીમે હમણા સુધી કેટલા ખેલાડીઓ ખરીદ્યા.

IPL 2023 માટે કોલકત્તાની ફુલ સ્ક્વોડ -શ્રેયસ ઐયર , નીતીશ રાણા, રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય, રિંકુ સિંહ, જગદીસન, એન. અરોરા, સુયશ શર્મા, ડેવિડ વિઝ, કુલવંત ખેજરોલિયા, લિટન દાસ, મનદીપ સિંહ, શાકિબ અલ હસન.

કોલકાતા નાઈટ રાઈડર્સ પાસે 7.05 કરોડનું બજેટ હતુ. આ ટીમમાં 11 (3 વિદેશી) ખેલાડીઓની જગ્યા ખાલી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સના રીટેઈન ખેલાડીઓ : શ્રેયસ ઐયર, આન્દ્રે રસેલ, નીતીશ રાણા, વેંકટેશ ઐયર, સુનીલ નારાયણ, ઉમેશ યાદવ, ટિમ સાઉથી, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અનુકુલ રોય અને રિંકુ સિંહ

કોલકત્તાની ટીમે નામ્બિયાના ડેવિડ વિઝને 1 કરોડમાં ખરીદ્યો છે.

કોલકત્તાની ટીમે બ્રેક પહેલા એન. જગદીસન (90 લાખ), વૈભવ અરોરા ( 60 લાખ), સુયશ શર્મા ( 20 લાખ)ને ખરીદ્યા હતા.

કોલકત્તાની ટીમે આજે એન. જગદીસન (INR 90 લાખ), વૈભવ અરોરા (INR 60 લાખ), સુયશ શર્મા (INR 20 લાખ), ડેવિડ વિઝ (INR 1 કરોડ), કુલવંત ખેજરોલિયા (INR 20 લાખ), લિટન દાસ (INR 50 લાખ), મનદીપ સિંઘ (INR 50 લાખ), શાકિબ અલ હસન (INR 1.5 કરોડ)ને ખરીદ્યા છે.