IND vs ENG: ઝૂલન ગોસ્વામીની વિદાય શ્રેણીની શાનદાર શરુઆત, પ્રથમ મેચમાં જ તોડ્યા 2 મોટા રેકોર્ડ

ભારતની ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી બાદ પોતાની 20 વર્ષની કારકિર્દીને અલવિદા કહી દેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2022 | 10:30 PM
ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી વનડે શ્રેણી ઝુલન ગોસ્વામીની કારકિર્દીની છેલ્લી શ્રેણી છે. આ શ્રેણી બાદ તે નિવૃત્તિ લેવા જઈ રહી છે. પોતાની 20 વર્ષની કારકિર્દીમાં તેણે દેશ માટે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા છે. તેની રેકોર્ડ બનાવવાનો સિલસિલો અંતિમ સિરીઝમાં પણ જારી છે.

1 / 5
ભારતની 39 વર્ષીય ઝુલને શ્રેણીની પ્રથમ મેચમાં 10 ઓવરમાં માત્ર 20 રન આપીને વિકેટ લીધી હતી અને આ દરમિયાન તેણે 42 ડોટ બોલ ફેંક્યા હતા (બોલમાં રન ન થયા). ઝુલનના બોલ પર એક પણ ચોગ્ગો કે છગ્ગો ગયો ન હતો અને તેણે અનુભવી ઓપનર ટેમી બ્યુમોન્ટ (07)ને એલબીડબલ્યુ આઉટ કરી હતી.

2 / 5
ઝુલન ગોસ્વામી તેની કારકિર્દીની છેલ્લી ODI માં કેથરિન ફિટ્ઝપેટ્રિકનો રેકોર્ડ તોડ્યો હતો. ઈંગ્લેન્ડ સામે ઈંગ્લેન્ડમાં સૌથી વધુ વનડે વિકેટ લેવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયન ખેલાડી કેથરીનના નામે હતો. ઝુલને તેને તોડી નાખ્યો. ઝુલને 24 જ્યારે કેથરીનના નામે 23 વિકેટ છે.

3 / 5
ઝુલન ગોસ્વામી વનડે રમનારી સૌથી મોટી ભારતીય મહિલા ખેલાડી બની ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની મેચમાં આજે જ્યારે તે મેદાન પર ઉતરી ત્યારે તેની ઉંમર 39 વર્ષ 297 હતી. આ પહેલા મિતાલી રાજે તેની છેલ્લી વનડે મેચ 39 વર્ષ અને 114 દિવસની ઉંમરે રમી હતી. ત્રીજા નંબરે ડાયના એડુલજી છે, જેણે વર્ષ 1993માં 37 વર્ષ અને 184 દિવસની ઉંમરે વનડે મેચ રમી હતી.

4 / 5
આ પ્રથમ વખત છે જ્યારે ઝુલન મિતાલી રાજ વિના વનડેમાં ઉતરી છે. અત્યાર સુધી તે મિતાલી સાથે દરેક વનડે મેચ રમી હતી. ઝુલને 2002 થી 2022 સુધી 201 ODI મેચ રમી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">