Gujarat Election 2024 Updates: મધ્ય ગીર જંગલમાં આવેલા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન

TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2024 | 11:09 PM

Gujarat Lok Sabha Election 2024 Voting Live News and Updates in Gujarati: ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે

Gujarat Election 2024 Updates: મધ્ય ગીર જંગલમાં આવેલા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન

લોકસભાના ત્રીજા તબક્કામાં 7 મે એટલે કે આજે દેશની 93 લોકસભા સીટો પર ચૂંટણી યોજાશે.આ લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે. ત્રીજા તબક્કા માટે 12મી એપ્રિલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ. ગુજરાતમાં લોકસભાની 26 પૈકી 25 બેઠક પર આજે મતદાન હાથ ધરાશે. સુરતની બેઠક ભાજપે બિનહરીફ જીતી લીધી છે. આથી સુરત સિવાયની બાકીની 25 બેઠકો પર મતદાન હાથ ધરાશે. લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. આ બેઠકોમાં પોરબંદર, વિજાપુર, ખંભાત, માણાવદર અને વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે. આજે યોજાનારા મતદાનના ત્રીજા તબક્કામાં ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, દાદરા અને નગર હવેલી દમણ અને દીવ, જમ્મુ અને કાશ્મીરની બેઠકોનો સમાવેશ થાય છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 07 May 2024 08:00 PM (IST)

    Lokshabha Elections 2024 દરમ્યાન નવસારીમાં જોવા મળ્યો હતો અનોખો પશુ પ્રેમ

    નવસારીમાં મતદાન દરમ્યાન અનોખુ આકર્ષણ જોવા મળ્યું હતું. નસવારી જિલ્લામાં પશુપાલકો પણ મોટી સંખ્યામાં રહે છે. ત્યારે કેટલાક પશુપાલકો પોતાના ગૌવંશને લઈ મતદાન કરવા પહોંચ્યા હતા. આટલું જ નહીં કેટલાક પશુ પ્રેમી પોતાના પાલતુ પશુ જેમને ઘરમાં રાખતા હોય તેવા પશુને લઈ મતદાન મથક પહોંચ્યા હતા.

  • 07 May 2024 07:28 PM (IST)

    ગાંધીનગર : રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીની પ્રેસ કોન્ફરન્સ

    ગાંધીનગર : લોકસભા ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થયા બાદ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે, સવારથી શાંતિ પૂર્ણ રીતે મતદાન થયું છે. મોડી રાત્રે 12 વાગે મતદાનની ચોક્કસ ટકાવારી જાણી શકાશે.

  • 07 May 2024 07:17 PM (IST)

    પોરબંદર : મતદાન પૂર્ણ થતાં અર્જુન મોઢવાડીયા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    • પોરબંદર : લોકસભા અને વિધાનસભા બેઠકનું મતદાન પૂર્ણ
    • મતદાન પૂર્ણ થતાં અર્જુન મોઢવાડીયા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો
    • લોકસભા બેઠક પર ગત ચૂંટણી કરતા આ ચૂંટણીમાં 7 થી 8 ટકા વધુ મતદાનના આંકડા આવશે
    • મનસુખ માંડવીયા 5 લાખ મતની લીડથી જીત હાંસિલ કરશે
    • મતદારો વડાપ્રધાનનું 400 સીટનું સ્વપ્નું સાકાર કરશે
  • 07 May 2024 07:15 PM (IST)

    મધ્ય ગીર જંગલમાં આવેલા અનોખા મતદાન મથકમાં થયું 100 ટકા મતદાન

    ગીર સોમનાથનાં ઉના વિધાનસભા મત વિસ્તારમાં આવતા અનોખા મતદાન મથકમાં 100 ટકા મતદાન થયું છે. મધ્ય ગીર જંગલમાં આવેલા બાણેજ બુથ નં.3 માં સો ટકા મતદાન થયું હતું. બાણેજ બુથમાં છે માત્ર એક જ મતદાતા છે. બાણેજ મંદિરના મહંત હરીદાસબાપુએ અહીં પોતાનો મત આપતા જ સો ટકા મતદાન થયું. ભારતનું ચૂંટણી પંચ એક મતનું મહત્વ સમજાવવા માટે માત્ર એક મત માટે અહીં આખું મતદાન મથક ઉભું કરે છે.

  • 07 May 2024 07:13 PM (IST)

    ભરૂચ : વાલિયામાં મહિલાને એમ્યુલન્સમાં મતદાન માટે લઈ જવાઈ

    • ભરૂચ : વાલિયામાં મહિલાને એમ્યુલન્સમાં મતદાન માટે લઈ જવાઈ
    • દોઢ વર્ષથી દુર્ગા વસાવા હોસ્પિટલમાં દાખલ હતા
    • પેરાલિસિસનો ઈલાજ કરાવતી મહિલાએ મતદાન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી
  • 07 May 2024 07:09 PM (IST)

    ગુજરાત કૉંગ્રેસે ચૂંટણીપંચમાં 19 ફરિયાદો કરી

    • ગુજરાત કૉંગ્રેસે ચૂંટણીપંચમાં 19 ફરિયાદો કરી
    • આચારસંહિતા ભંગ અને ગેરરીતી અંગે 19 ફરિયાદો કરવામાં આવી
    • મતદાન સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો રોડ શો અંગે કરાઈ ફરિયાદ
    • ગાંધીનગર, ખેડા, અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, જામનગર, કચ્છ, બનાસકાંઠા, લોકસભા બેઠકો અંગે ફરિયાદ
    • જાહેર પ્રચાર, EVM ખોટવાવું, ગુંડાગર્દી, કોંગ્રેસના એજન્ટોને બેસવા ના દેવા, મતદાન કરતા રોકવા સહિતના બનાવોમાં થઈ ફરિયાદ
  • 07 May 2024 07:02 PM (IST)

    રાજકોટ : કોટક સ્કૂલ મતદાન મથકે માથાકૂટ

    • રાજકોટ : કોટક સ્કૂલ મતદાન મથકે માથાકૂટ
    • ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે માથાકૂટ
    • મતદાન મથકેથી ફટાફટ ખસી જવા મામલે બંન્ને વચ્ચે માથાકૂટ
    • ભાજપ નેતા નેહલ શુક્લ કાર્યકરો વચ્ચે પડતા મામલો ગરમાયો
    • પોલીસ અને SRP જવાનોએ મામલો થાળે પાડ્યો
  • 07 May 2024 07:00 PM (IST)

    અરવલ્લી : મેઘરજમાં લોકસભાની ચૂંટણીના મતદાન બાદ વાહન પર પથ્થર મારો

    • અરવલ્લી : મેઘરજમાં લોકસભાની ચૂંટણીના મતદાન બાદ વાહન પર પથ્થરમારો
    • પૂર્વ સંરપંચ હિમાંશુ પટેલની કાર પર ટોળાનો હુમલો
    • ચૌધરી સમાજના યુવા આગેવાન હિંમાશુ પટેલની કાર પર હુમલાને લઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી
    • એલસીબી સહિતની ટીમો સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી
    • મેઘરજ ચોકડી પાસે સ્થાનિકોના ટોળાએ હુમલો કર્યો
    • ટોળામાં ભીખાજી ડામોરના પુત્ર પણ સામેલ હોવાનો પોલીસ સમક્ષ કર્યો આક્ષેપ
  • 07 May 2024 06:51 PM (IST)

    જૂનાગઢ : લોકસભા બેઠકનું મતદાન પૂર્ણ, શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા તંત્રએ લીધો હાશકારો

    • જૂનાગઢ લોકસભા બેઠકનું મતદાન પૂર્ણ
    • ગઈ ચુંટણી 2019 જેટલું જ મતદાન થયાની શક્યતા
    • 60% જેટલું થયું હોવાની શક્યતા
    • 2019 ની ચુંટણીમાં થયું હતું 60.74 % થયું હતું મતદાન
    • ભાજપ અને કોંગ્રેસ બન્ને ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ
    • રાજકીય તજજ્ઞો એ મતદાનના આંકડાના આધારે શરૂ કર્યું વિશ્લેષણ
    • શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થતા તંત્રએ લીધો હાશકારો
    • EVM માં ઉમેદવારોના ભાવિ થયા કેદ
    • EVM ને મતદાન મથકથી રિસિવિંગ સેન્ટર ખાતે પહોંચાડાશે
    • તમામ EVMને કૃષિ યુનિ. ના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે
  • 07 May 2024 06:45 PM (IST)

    પંચમહાલ : મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થયું પૂર્ણ

    પંચમહાલ : લોકસભા બેઠક ઉપર મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. પંચમહાલ લોકસભા બેઠક ઉપર અંદાજે 60 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

  • 07 May 2024 06:13 PM (IST)

    ધંધુકા: રતનપર ગામના લોકોએ મતદાનનો કર્યો બહિષ્કાર

    • 8 કલાકમાં 318 મતમાંથી માત્ર એક મત પડ્યો
    • ગામની શાળા અન્ય ગામમાં સ્થળાંતર કરાતા ગ્રામજનોમાં રોષ
    • શાળા ફરી ચાલુ કરવાની માગ સાથે મતદાનનો બહિષ્કાર
    • પ્રાંત અધિકારી, મામલતદાર ગ્રામજનોને મનાવવા પહોંચ્યા
    • ગ્રામજનો સાથે બેઠક બાદ સહકારનું આશ્વાસન આપ્યું
  • 07 May 2024 06:10 PM (IST)

    રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું ટ્વીટ

    • રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીનું ટ્વીટ
    • છેલ્લી કલાકમાં લોકોને મતદાન કરવા કરાઇ અપીલ

    (Credit Source : @paresh_dhanani)

  • 07 May 2024 06:06 PM (IST)

    ધ્રાંગધ્રા મતદાન મથક પર ફરજ બજાવી રહેલા પ્રિસાઈડીંગ ઓફિસરને આવ્યો હાર્ટ એટેક

    • ધ્રાંગધ્રા મતદાન મથક પર ફરજ બજાવી રહેલા પ્રિસાઈડીંગ ઓફિસરને આવ્યો હાર્ટ એટેક
    • મતદાનની ચાલુ કામગીરી દરમિયાન આવ્યો હાર્ટ એટેક
    • મતદાન મથક પર ફરજ બજાવતા વાસુદેવ પટેલ નામના અધિકારીને આવ્યો હાર્ટ એટેક
    • તાત્કાલિક સારવાર માટે ખસેડાયા
    • ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી ગયા
    • સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા
  • 07 May 2024 05:57 PM (IST)

    કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ આપ્યો મત

    કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો.

    (Credit Source : @AHindinews)

  • 07 May 2024 05:53 PM (IST)

    અમરેલી : એક વ્યક્તિએ મતદાન ગુપ્તાનો ભંગ કર્યો હોવાથી પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી

    • અમરેલી : ખાંભાના માલકનેસ ગામના વ્યક્તિએ મતદાન કરી વીડિયો ઉતારી કર્યો વાયરલ
    • ગોરધન સોલંકી નામના વ્યક્તિએ વીડિયો વાયરલ કરતાં થયો વિવાદ
    • ખાંભા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી
    • મતદાન ગુપ્તાનો ભંગ કર્યો હોવાથી પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી
  • 07 May 2024 05:50 PM (IST)

    સુરત : નવસારી લોકસભા મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ

    • નવસારી લોકસભા મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
    • લોકશાહીના પર્વને વધુમાં વધુ મજબૂત કરવાના હેતુથી મતદાન
    • હોસ્પિટલમાં દાખલ હોવા છતાં એમ્બ્યુલન્સમાં આવીને કર્યું મતદાન
    • બીમાર હોવા છતાં ચાલુ સારવારે સ્ટેચર પર સુઈને આવ્યા
    • બે દર્દીઓએ કર્યું મતદાન
    • સુરતના મગદલ્લા ગામની શાળામાં કર્યું મતદાન
  • 07 May 2024 05:45 PM (IST)

    જાણો સાંજે 5 વાગ્યા સુધી કયા રાજ્યમાં મતદાનની ટકાવારી કેટલી રહી

    લોકસભા ચૂંટણીના સાંજે 5 વાગ્યા સુધી મતદાનની ટકાવારી 60.19 હતી. જેમાં આસામ – 74.86, બિહાર – 56.01, છત્તીસગઢ – 66.87, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ – 65.23, ગોવા – 72.52, ગુજરાત – 55.26, કર્ણાટક – 66.65. મધ્યપ્રદેશ – 62.28 ટકા, મહારાષ્ટ્ર – 53.40, ઉત્તર પ્રદેશ – 55.13 અને પશ્ચિમ બંગાળ 73.93 ટકા રહ્યું છે.

  • 07 May 2024 05:41 PM (IST)

    પોરબંદરમાં એક અનોખું મતદાન કેન્દ્ર, જંગલ થીમ પર મતદાન મથક ઊભું કરાયું

    • પોરબંદરમાં એક અનોખું મતદાન કેન્દ્ર
    • જંગલ થીમ પર બનાવાયું મતદાન કેન્દ્ર
    • મતદારોના આકર્ષણનું કેન્દ્ર બન્યુ રાંઘાવાવ વિસ્તારનું મતદાન કેન્દ્ર
    • પોરબંદર વિધાનસભા તથા લોકસભા ચૂંટણીમાં વધુને વધુ મતદાન થાય તે માટે અનોખી થીમ
    • બરડા અભ્યારણ્ય થીમ આધારિત મતદાન મથક
    • મતદાન કેન્દ્ર પર સિંહ દીપડા સહિતના પ્રાણીઓના સ્ટેચ્યુ મુકાયા
  • 07 May 2024 05:37 PM (IST)

    સોલાપુર : EVM મશીન સળગાવવાનો કર્યો પ્રયાસ, અધિકારીઓએ યુવકને પકડી પાડ્યો

    સાંગોલા તાલુકામાં એક મતદારે પોતાની સાથે લાવેલું પેટ્રોલ નાખીને વોટિંગ મશીનને આગ લગાડવાનો પ્રયાસ કર્યો હતો. હાજર રહેલા અધિકારીઓએ યુવકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.

    (Credit Source : @tv9gujarati)

  • 07 May 2024 05:10 PM (IST)

    મહીસાગર : ખાનપુર તાલુકાના ઇસરોડા ગામે મતદાન મથક પર થઈ બબાલ

    • મહીસાગર : ખાનપુર તાલુકાના ઇસરોડા ગામે મતદાન મથક પર થઈ બબાલ
    • બોગસ મતદાન થતું હોવાની ઉઠી બૂમ
    • ગ્રામજનો દ્વારા વીડિયો કરી કરાયો વિરોધ
    • ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં બોગસ મતદાન થતું હોવાની વાત
    • એકના એક વ્યક્તિઓ કરી રહ્યા છે મતદાન
    • ગામના યુવાને વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ
  • 07 May 2024 05:08 PM (IST)

    મતદારોને ભાજપ કાર્યકરો ધમકાવતા હોવાનો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો દાવો

    • બનાસકાંઠા : મતદારોને ભાજપ કાર્યકરો ધમકાવતા હોવાનો કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો દાવો
    • ગાડીમાં CRPF લખેલી પ્લેટ લઇ મતદારોને યુવક ધમકાવી રહ્યો હતો
    • ગેનીબેન ઠાકોરે ચૌધરી સમાજના યુવકને રંગેહાથે ઝડપી પાડ્યો

  • 07 May 2024 04:50 PM (IST)

    રાજકોટ : વોર્ડ નંબર-2માં બોગસ મતદાન થતું હોવાનો ક્ષત્રિયોનો આક્ષેપ

    • રાજકોટ: વોર્ડ નંબર-2 માં બોગસ મતદાન થતું હોવાનો ક્ષત્રિયોનો આક્ષેપ
    • ક્ષત્રિય યુવાનોએ વીડિયો બનાવી કર્યો વાયરલ
    • એરપોર્ટ રોડ પર જે.એન બોર્ડિંગમાં ભાજપનો કાર્યકર બોગસ મતદાન કરાવતો હોવાનો આક્ષેપ
    • એક શખ્સ સ્કૂટર લઈને ભાગતો હોય તેવો વીડિયો વાયરલ
    • ભાજપ દ્વારા બોગસ મતદાન કરાવાતું હોવાનો ક્ષત્રિયોનો આક્ષેપ
  • 07 May 2024 04:48 PM (IST)

    મહારાષ્ટ્રમાં મતદાનની ગતિ ધીમી, પશ્ચિમ બંગાળમાં જોરદાર મતદાન

    બપોરે 3 વાગ્યા સુધી સૌથી ઓછું મતદાન મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું, જ્યાં 42.63 ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જ્યારે પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 63.11 ટકા મતદાન નોંધાયું હતું.

  • 07 May 2024 04:28 PM (IST)

    રાજકોટ : જેતપુરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલા બુથમાં EVM મશીન ખોટવાયું

    • રાજકોટ : જેતપુરમાં સામાકાંઠા વિસ્તારમાં આવેલ બુથમાં EVM મશીન ખોટવાયું
    • જેતપુર સામાકાઠા વિસ્તારમાં આવેલ સરસ્વતી પ્રાથમિક શાળા ખાતે EVM મશીનમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાયો
    • સરસ્વતી પ્રાથમિક શાળામાં આવેલ બુથમાં અડધો કલાકથી મતદાન બંધ રહ્યું હતું
    • ચૂંટણી સ્ટાફ દ્વારા EVM બદલવાની કામગીરી શરૂ કરાઇ
    • EVM ખોટકાતા મતદારો અટવાયા હતા
  • 07 May 2024 03:46 PM (IST)

    બપોરે 3 વાગ્યા સુધી 50.71 ટકા મતદાન, જાણો કયા રાજ્યમાં કેટલું થયું મતદાન

    લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આસામમાં બપોરે 3 વાગ્યા સુધી 63.08, બિહાર – 46.69, છત્તીસગઢ – 58.19, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ – 52.43, ગોવા – 61.39, ગુજરાત – 47.03, કર્ણાટક – 54.20, મધ્યપ્રદેશ – 54.09, મહારાષ્ટ્ર -42.63 ટકા, ઉત્તર પ્રદેશમાં – 46.78 અને પશ્ચિમ બંગાળમાં 63.11 ટકા મતદાન થયું છે.

  • 07 May 2024 03:42 PM (IST)

    લોક જનશક્તિ પાર્ટીના વડા પશુપતિ કુમાર પારસે ખગડિયામાં મતદાન કર્યું

    બિહારમાં રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના વડા પશુપતિ કુમાર પારસ અને સમસ્તીપુરના સાંસદ અને રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના નેતા પ્રિન્સ રાજે ખગડિયામાં મતદાન કર્યું હતું.

  • 07 May 2024 03:41 PM (IST)

    આસામના લોકોએ છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ જોયો છેઃ સીએમ હિમંતા બિસ્વા સરમા

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, આસામમાં દરેક વય જૂથના લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે. આસામના લોકોએ છેલ્લા 10 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ જોયો છે. અમે તેને ચાલુ રાખવા માંગીએ છીએ.

  • 07 May 2024 03:40 PM (IST)

    CM હિમંતા બિસ્વા સરમાએ આપ્યો પોતાનો મત

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ બારપેટા સંસદીય મત વિસ્તારમાં મતદાન કર્યું. બારપેટમાં NDAએ કોંગ્રેસના દીપ બયાન સામે અસમ ગણ પરિષદ (AJP)ના ઉમેદવાર ફણી ભૂષણ ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.

  • 07 May 2024 03:38 PM (IST)

    મોરબી : ચૂંટણી ફરજ પર રહેલા પોલિંગ સ્ટાફની બગડી તબિયત

    • મોરબી : ચૂંટણી ફરજ પર રહેલા પોલિંગ સ્ટાફની તબિયત બગડી
    • રવાપર ગામે રવાપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા હતા
    • પ્રવિણભાઇ ગુલરિયા નામના પોલિંગ સ્ટાફની તબિયત લથડી
    • ગરમીના કારણે બીપી લો થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે
    • તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા
  • 07 May 2024 03:35 PM (IST)

    અમરેલી : લોકસભા ચૂંટણીમાં 1 મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન થયું મોત

    • લોકસભા ચૂંટણીમાં 1 મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત
    • જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરીયા અચાનક પડી ગયા
    • ઇમરજન્સી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા
    • ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરતાં કર્મચારીઓમાં શોક
    • પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે
  • 07 May 2024 03:04 PM (IST)

    ‘વોટ જેહાદ’ના નારા લગાવનારાઓ વિશે અનુરાગ ઠાકુરે શું કહ્યું? જુઓ વીડિયો

    (Credit Source : @ANI)

  • 07 May 2024 02:59 PM (IST)

    થરાદમાં ગરમીથી મતદારો પરેશાન, માથે રાખ્યા ગાદલા

    બનાસકાંઠાના થરાદમાં મતદારો ગરમીથી પરેશાન જોવા મળી રહ્યા છે. મતદારો માથા પર ગાદલા રાખીને વોટ કરવા માટે લાઈનમાં ઉભા રહ્યા હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
  • 07 May 2024 02:38 PM (IST)

    બનાસકાંઠા : ડીસાના વોર્ડ નંબર 2ના સદસ્યનો મતદાન કરાવવાનો અનોખો પ્રયાસ

    બનાસકાંઠા : ડીસાના વોર્ડ નંબર 2ના સદસ્યનો મતદાન કરરાવવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડીસામાં 41 ડિગ્રી ગરમી વચ્ચે મતદારોને રીઝવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. ઘરે-ઘરે ફરીને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ઢોલ નગારા સાથે લોકોના ઘરે પહોંચીને મતદાન કરવા માટે અપીલ કરી રહ્યા છે.

  • 07 May 2024 02:16 PM (IST)

    સાબરકાંઠાઃ ગ્રામ્ય અને શહેરી સહિત અનેક વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ

    સાબરકાંઠાઃ ગ્રામ્ય અને શહેરી સહિત અનેક વિસ્તારમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવગઢ અને પાણપુર વિસ્તારમાં મતદાન કરવા લાંબી કતારો લાગી છે.

  • 07 May 2024 02:14 PM (IST)

    સાંસદ ભારતીબેન શિયાળે કર્યું મતદાન

    ભાવનગરમાં સાંસદ ભારતીબેન શિયાળે કર્યું મતદાન. ભારતી શિયાળ પરિવાર સાથે પોતાના વતન મથાવડા પહોંચ્યા હતા. મથાવડા ખાતે પરિવાર સાથે ભારતીબેન શિયાળે મતદાન કર્યું. મતદારોને મતદાન કરવા અપીલ કરી હતી.

  • 07 May 2024 02:13 PM (IST)

    Loksabha Election 2024 : સમગ્ર દેશમાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 40 ટકા મતદાન

    સમગ્ર દેશમાં 1 વાગ્યા સુધીમાં ત્રીજા તબક્કામાં સરેરાશ 40 ટકા મતદાન નોંધાયુ છે. ગોવા અને પશ્ચિમ બંગાળમાં 49 ટકા કરતા વધુ મતદાન નોંધાયુ છે.

  • 07 May 2024 02:10 PM (IST)

    ગુજરાત ચૂંટણી : મતદાન વચ્ચે અંબાજી પંથકમાં ઝરમર વરસાદ

    બનાસકાંઠાના અંબાજી પંથકમાં વાતાવરણમાં મતદાન વચ્ચે એકાએક પલટો આવ્યો છે. ગરમીની આગાહી વચ્ચે થઇ વરસાદની પધરામણી થઇ છે. હળવા વરસાદની  શરૂઆત થઇ છે.  હાલ તબક્કે પડેલો વરસાદ બફારામાં પરિવર્તિત થવાની શક્યતા છે.

  • 07 May 2024 01:58 PM (IST)

    વડોદરા: પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ કર્યું મતદાન

    પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ વડોદરામાં મતદાન કર્યુ. અકોટામાં મતદાન કેન્દ્ર પર મતાધિકારનો ઉપયોગ કર્યો. કાળઝાળ ગરમીમાં પરિવાર સાથે મતદાન કર્યું હતુ. વધુમાં વધુ મતદાન કરવા વડોદરાવાસીઓને અપીલ કરી છે.

  • 07 May 2024 01:56 PM (IST)

    Gujarat Election 2024 : છત્તીસગઢમાં એક જ પરિવારની પાંચ પેઢીઓનું એક સાથે મતદાન

    છત્તીસગઢના સેમલી, બલરામપુરમાં એક જ પરિવારની પાંચ પેઢીઓએ એકસાથે મતદાન કર્યું હતું.

  • 07 May 2024 01:50 PM (IST)

    લોકસભા ચૂંટણી 2024 : લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલે કર્યું મતદાન

    લેઉવા પાટીદાર અગ્રણી નરેશ પટેલે મતદાન કર્યુ. આ પ્રસંગે તેમણે લેઉવા પાટીદાર સમાજની વાયરલ પત્રિકા પર  મોટું નિવેદન આપ્યુ. કહ્યુ- પત્રિકા સાથે ખોડલધામને કોઇ લેવા દેવા નથી. ખોડલધામ એક સામાજિક સંસ્થા છે, રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી.

  • 07 May 2024 01:47 PM (IST)

    પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે મતદાનનો વિરોધ

    બનાસકાંઠાના પાટણ લોકસભામાં આવતા વડગામના ભાખરી ગામે મતદાનનો વિરોધ થઇ રહ્યો છે. વહેલી સવારથી એકપણ મતદાતાએ મત આપ્યો નથી. ગ્રામ પંચાયત વિભાજન અને રોડના કામનો વિરોધ હોવાથી મતદાન ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વહીવટી તંત્ર ગ્રામજનોને સમજાવવાનો  પ્રયાસ કરી રહ્યું છે.

  • 07 May 2024 01:38 PM (IST)

    બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 37.83 % મતદાન

    બપોરના 1 વાગ્યા સુધીમાં ગુજરાત લોકસભા ચૂંટણીનું 37.83 % મતદાન નોંધાયુ છે. બનાસકાંઠા-વલસાડમાં 45 % થી વધુ મતદાન નોંધાયુ છે.

  • 07 May 2024 01:37 PM (IST)

    Gujarat Election 2024 LIVE Updates : સૌથી વઘુ બનાસકાંઠા-વલસાડમાં મતદાન, સૌથી ઓછુ પોરબંદર- અમરેલીમાં

    આજે બપોરના 1 વાગ્યા સુધીમાં,  ગુજરાતમાં સરેરાશ કુલ 37.83 % મતદાન થવા પામ્યું છે. જેમાં બનાસકાંઠા અને વલસાડમાં 45 ટકાથી વઘુ મતદાન થવા પામ્યું છે. પોરબંદરમાં 30.80 ટકા, અમરેલીમાં 31.48 ટકા મતદાન થવા પામ્યું છે.

  • 07 May 2024 01:27 PM (IST)

    બોટાદ: AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કર્યું મતદાન

    બોટાદમાં AAPના ઉમેદવાર ઉમેશ મકવાણાએ કર્યું મતદાન.પરિવાર સાથે ઉમેશ મકવાણાએ મતદાન કર્યું. જંગી લીડથી જીતવાની આશા વ્યક્ત કરી હતી અને ઈન્ડી ગઠબંધનની સરકાર બનવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 07 May 2024 01:25 PM (IST)

    ગુજરાતના પ્રસિદ્ધ કલાકારોએ કર્યુ વોટિંગ

    પ્રસિદ્ધ હાસ્ય કલાકાર અને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડે સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે મતદાન કર્યું હતું. તો લોકસાહિત્યકાર માયાભાઈ આહીર પણ લોકશાહીના પર્વમાં ભાગ લેવા પોતાના વતન બોરડા પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. આ તરફ પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારીએ કચ્છના તેમના ગામ ટપ્પરની શાળામાં સહપરિવાર મતદાન કર્યું હતું. જાણીતા હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પણ મોરબીમાં પત્ની અને દીકરી સાથે મતદાનના “મહાપર્વ”માં ભાગ લીધો હતો. તો મૂળ નવસારીના  બોલીવુડ, ટેલીવુડના કલાકાર એવાં હર્ષ રાજપૂત પણ મતદાન કરવા મુંબઈથી નવસારી આવ્યા હતા અને લોકોને પણ મતદાન કરવા અપીલ કરી હતી.

  • 07 May 2024 01:21 PM (IST)

    વડોદરા: રાજવી પરિવારે કર્યું મતદાન

    વડોદરામાં રાજવી પરિવારે મતદાન કર્યુ છે. મહારાજા અને રાજમાતાએ મતાધિકારનો ઉપયોગ કર્યો. સમરજીતસિંહ ગાયકવાડ, શુભાંગીનીદેવીએ મતદાન કર્યુ. વડોદરાના લોકોને વધુને વધુ મતદાનની અપીલ કરી છે.

  • 07 May 2024 01:16 PM (IST)

    અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્ષત્રિય સમાજનું સામૂહિક મતદાન

    અમદાવાદના નરોડા વિસ્તારમાં ક્ષત્રિય સમાજે સામૂહિક મતદાન કર્યુ છે. રૂપાલાના વિરોધ વચ્ચે ક્ષત્રિય સમાજના મતદારોએ  મતદાન કર્યુ છે. એકમાત્ર રૂપાલાને ધ્યાનમાં રાખી મતદાન કર્યું હોવાનો ક્ષત્રિયોનો દાવો છે.

  • 07 May 2024 01:04 PM (IST)

    Loksabha Election 2024 : અમિત શાહે પોતાના મત વિસ્તારના મથકોની મુલાકાત લીધી

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોતાના મતદાન બાદ પોતાના મત વિસ્તાર ગાંધીનગરમાં આવતા વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી. તેઓ વેજલપુર વિધાન સભાના મતદાન મથકની પણ મુલાકાત લેશે.

  • 07 May 2024 01:01 PM (IST)

    ગુજરાત લોકસભા ચૂંટણી 2024 : પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે મતદાન કર્યુ

    પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પોતાના વતન મહેસાણાના કડી ખાતે  પરિવાર સાથે મતદાન કર્યુ છે.

  • 07 May 2024 12:50 PM (IST)

    ગુજરાત લોકસભા ચૂંટણી : અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કર્યુ મતદાન

    અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે ભરૂચના પિરામણ ગામમાં મતદાન કર્યું. કોંગ્રેસના વિજય માટે તેમણે આશા વ્યક્ત કરી હતી. મતદાન પહેલા પિતા અહેમદ પટેલની કબર પર ફાતિયા પઢ્યા હતા.

  • 07 May 2024 12:42 PM (IST)

    ખેડા : નડિયાદના દિવ્યાંગ યુવકે કર્યું પગથી મતદાન

    ખેડા જિલ્લાના નડિયાદના દિવ્યાંગ યુવકે પગથી મતદાન કર્યુ છે.  બંને હાથ ન હોવા છતાં પગથી મતદાન કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

  • 07 May 2024 12:40 PM (IST)

    ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મતદાન કર્યું

    વલસાડના ઉમરગામ તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકરે મતદાન કર્યું છે. ચૂંટણી પંચ દ્વારા બનાવેલ અનોખું મતદાન મથક ઉપર જઈ મતદાન કર્યું. મતદાન કર્યા બાદ ઉમરગામની જનતાને મતદાનની અપીલ કરી છે. ઉમરગામ તેમજ વલસાડ જિલ્લાની જનતાએ વધુથી વધુ મત કરે તેવી અપીલ કરી છે.

  • 07 May 2024 12:38 PM (IST)

    ગેરરીતિ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ

    ગેરરીતિ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં કરી ફરિયાદ કરી છે. અમદાવાદ પશ્ચિમ લોકસભામાં ગેરરીતિની ફરિયાદ કરી છે. ભાજપના કોર્પોરેટર ધાક ધમકી આપી મત આપવા દબાણ કરતા હોવાનો આક્ષેપ થયો છે. મણીનગરના 231 અને 232 બૂથમાં ગેરરીતિની ફરિયાદ  થઇ છે.

  • 07 May 2024 12:33 PM (IST)

    ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે બનાવાયું મોડેલ બુથ

    જૂનાગઢમાં ગિરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સંદેશ સાથે  મતદાન બુથ બનાવાયુ. ગીરના સિંહોને બચાવવા અને પર્યાવરણ જાગૃતિ સાથે મોડેલ બુથ બનાવાયું. આર જે કનેરિયા ખાતે ગીરનાર પ્લાસ્ટિક મુક્ત અભિયાન સાથે શપથ અને સહી ઝુંબેશનું પણ આયોજન કરાયુ. ઇકો સેન્સટિવ ઝોન તરીકે ગિરનાર અભયારણ્યને બચાવવા અનોખું અભિયાન હાથ ધરાયુ.

  • 07 May 2024 12:25 PM (IST)

    અમરેલી : રબારીકા ગામમાં જીરો ટકા મતદાન નોંધાયું

    અમરેલીના  જેસરના રબારીકા ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. સવારથી લઈ અત્યાર સુધી જીરો ટકા મતદાન નોંધાયું છે. રબારીકા ગામમાં રોડ રસ્તા અને ગામને સાવરકુંડલા તાલુકામાં સમાવેશ કરવાની માગ હતી. સૌની યોજનાનું પાણીની માગ અને જૂની શરતની જમીનને નવી શરતમાં જમીન ફેરવવા માગ કરાઇ. અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન કરાવવા સમજાવટનો પ્રયાસ થઇ રહ્યો છે.

  • 07 May 2024 12:15 PM (IST)

    અમદાવાદ : મતદાનનું નિશાન બતાવો, 100 અલગ અલગ વેરાયટીના ભજીયા ખાઓ

    અમદાવાદમાં મતદારોને મતબુથ સુધી લાવવા નરોડાની સોસાયટી દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. 100 અલગ અલગ વેરાયટીના ભજીયા તૈયાર કરાયા છે. મતદાનનું નિશાન બતાવનારને વિનામૂલ્યે અવનવા ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ચાઈનીઝ ભજીયા, કમળ કાકડીના ભજીયા, રીંગણ, પનીર, ચીઝ, પાલક, કાકડી, કેરી, ફુલાવર, કેળાના ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

  • 07 May 2024 12:03 PM (IST)

    મતદાન કરવા આવેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિસિંહ ભડકયા

    મતદાન કરવા આવેલા પ્રિસાઈડિંગ ઓફિસર પર શક્તિસિંહ ગોહિલ ભડકયા હતા. ભાજપના ચિન્હવાળી પેન લઈને બેઠેલા પ્રિ સાઈડિંગ ઓફિસર પર શક્તિ સિંહ રોષે ભરાયા હતા. ઇલેક્શન કમિશનને તેમણે નોંધ લેવા કહ્યું હતુ.

  • 07 May 2024 11:53 AM (IST)

    દેશભરમાં ત્રીજા તબક્કાનું 11 વાગ્યા સુધીનું સરેરાશ મતદાન 25.41 ટકા

  • 07 May 2024 11:45 AM (IST)

    અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મતદાન કર્યુ

    જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મતદાન કર્યુ.

  • 07 May 2024 11:42 AM (IST)

    મોડાસા કે.એન શાહ સ્કુલના 181 મતદાન બુથ પર બબાલ

    અરવલ્લીના મોડાસામાં કે એન શાહ સ્કૂલના 181 મતદાન બુથ પર પોલીસ અને મતદારો વચ્ચે બબાલ થઇ છે. EVM ખોટકાયા બાદ પણ ગ્રીન લાઈટ બતાવતા હોવાના આક્ષેપ બાદ રોષ ફેલાયો છે. કેટલાક શખ્સો બુથમાં ફરતા હોવાના આક્ષેપ બાદ હોબાળો થયો. એક શખ્સ અન્ય મતદારોને મતદાન કરવા રોકતા મામલો બીચકયો હતો. મામલો બીચકતા પોલીસ  અને વિરોધ કરનાર વચ્ચે ચકમક ઝરી હતી.

  • 07 May 2024 11:37 AM (IST)

    ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન

    ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24.35 ટકા મતદાન થયુ છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠામાં 30.27 ટકા મતદાન થયુ છે.

  • 07 May 2024 11:32 AM (IST)

    ધોરાજીમાં લોકોએ બેન્ડ બાજા સાથે ગરબા રમીને મતદાન કર્યું

    રાજકોટના ધોરાજીમાં લોકોએ બેન્ડ બાજા સાથે ગરબા રમીને મતદાન કર્યું. ધોરાજી ખાતે લોકસભાનું મતદાન યોજાયું છે ત્યારે વિસ્તારના લોકોમાં મતદાન પર્વને લઈને દ્વારા અનરો આનંદ જોવા મળ્યો હતો. મહિલાઓ તથા પુરુષો દ્વારા બેન્ડવાજા સાથે ગરબા રમી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો.

  • 07 May 2024 11:25 AM (IST)

    દાહોદ : ધાનપુર ગામે વરરાજા મતદાન કરવા પહોંચ્યા

    દાહોદમાં ધાનપુર ગામે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા. વરરાજાએ લગ્ન બંધનમાં બંધાતા પહેલા મતદાન કર્યું. ગરબાડા વિધાનસભામાં મતદાન વરરાજા કરવા પહોંચ્યા હતા.

  • 07 May 2024 11:19 AM (IST)

    દિલ્હીના LG વી કે સક્સેનાએ ગુજરાતમાં કર્યુ વોટિંગ

    દિલ્હીના LG વી કે સક્સેના મતદાન કરવા માટે ખાસ ગુજરાત પહોંચ્યા હતા. તેમણે અમદાવાદમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • 07 May 2024 11:07 AM (IST)

    શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા નહિ કરી શકે મતદાન

    શિક્ષણમંત્રી પ્રફુલ પાનશેરિયા આજે લોકશાહીના પર્વ એટલે કે મતદાનના કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે. તેઓ વોટ નહીં આપી શકે. સુરત લોકસભા બેઠક પર મતદાન ન હોવાથી તેઓ મતદાન નહીં કરી શકે. શિક્ષણમંત્રી સરથાણા વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા. મતદાન બુથ પર લોકોને અગવડતા ન પડે તે માટે સૂચન કર્યુ હતુ.

  • 07 May 2024 11:03 AM (IST)

    યલો એલર્ટ વચ્ચે અમદાવાદમાં ચાલી રહ્યુ છે મતદાન

    હવામાન વિભાગે અમદાવાદમાં આજે યલો એલર્ટ આપ્યુ છે. આકરી ગરમી વચ્ચે પણ અમદાવાદમાં મતદાન ચાલી રહ્યુ છે.

  • 07 May 2024 11:01 AM (IST)

    ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કર્યું મતદાન

    ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વતન રાધનપુર તાલુકાના વડનગર ગામેથી તેમણે મતદાન કર્યુ છે. દેશના વિકાસ માટે મતદાન કરવા તેમણે મતદારોને અપીલ કરી છે.

  • 07 May 2024 10:52 AM (IST)

    રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી

    રાજકોટમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી છે. રાજકોટથી અમરેલી રૂપાલાને મળવા જતી વખતે તબિયત ખરાબ થઇ ગઇ. રામ મોકરિયાને આટકોટની કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમરેલીથી રૂપાલાએ હોસ્પિટલ આવી રામ મોકરિયાના ખબર અંતર પૂછ્યા.

  • 07 May 2024 10:35 AM (IST)

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કર્યુ મતદાન

  • 07 May 2024 10:31 AM (IST)

    કથાકાર મોરારી બાપુએ કર્યુ મતદાન

    કથાકાર મોરારી બાપુએ ભાવનગરના મતદાન મથકમાં મતદાન કર્યુ.

  • 07 May 2024 10:29 AM (IST)

    અમદાવાદ: વિશ્વ ઉમિયા ફાઉન્ડશન દ્વારા સામૂહિક મતદાન

    વિશ્વ ઉમિયા ફાઉન્ડશન દ્વારા સામૂહિક મતદાન કરવામાં આવ્યુ છે. લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા કન્સેપ્ટ સાથે પરિવારજનો અને મિત્રો સાથે મતદાન કર્યુ. 100થી વધુ લોકોએ એક સાથે મતદાન કર્યુ છે.

  • 07 May 2024 10:25 AM (IST)

    વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે કર્યું મતદાન

    લોકશાહીનો મહાપર્વ એટલે ચૂંટણી ત્યારે વડોદરામાં સાંસદ રંજનબેન ભટ્ટે પરિવાર સાથે  મતદાન કર્યુ છે. સમા વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં કર્યું મતદાન,ભાજપ જંગી મતોથી ચૂંટણી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

  • 07 May 2024 10:22 AM (IST)

    ભાવનગર : જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું

    ભાવનગરના આંબેડકર ભવન ખાતે જીતુ વાઘાણીએ પરિવાર સાથે મતદાન કર્યું. પોતાના નિવાસ સ્થાનેથી વાજતે ગાજતે મતદાન કર્યું. જીતુ વાઘાણી પૂર્વ શિક્ષણ પ્રધાન છે.

  • 07 May 2024 10:20 AM (IST)

    આકરી ગરમી વચ્ચે ગુજરાતમાં ચાલી રહ્યુ છે મતદાન

    ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે પણ મતદાન ચાલી રહ્યુ છે. જાણે કયા જિલ્લામાં કેટલુ મતદાન છે.

  • 07 May 2024 10:15 AM (IST)

    ખેડા: ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણે કર્યું મતદાન

    ખેડાના ભાજપ ઉમેદવાર દેવુંસિંહ ચૌહાણે મતદાન કર્યુનડિયાદની વીકેવી રોડ પર આવેલી શાળા નંબર એકમાં તેમણે મતદાન કર્યુ. દેવુંસિંહ ચૌહાણ મતદાન કરી વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

  • 07 May 2024 10:12 AM (IST)

    રાજકોટમાં ભાજપ તરફી મતદાન કરતો વિડીયો વાયરલ

    રાજકોટમાં ભાજપ તરફી મતદાન કરતો વિડીયો વાયરલ થયો છે. મતદાન મથક પર મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતા વીડિયો વાયરલ થયો છે.

  • 07 May 2024 10:11 AM (IST)

    ક્ષત્રિય સમાજના લોકો પરંપરાગત પોશાક સાથે મત આપવા પહોંચ્યા

    રાજકોટમાં ક્ષત્રિય સમાજના લોકો પરંપરાગત પોશાક સાથે મતદાનમથકે પહોંચ્યા હતા.

  • 07 May 2024 10:05 AM (IST)

    સમગ્ર દેશમાં ત્રીજા તબક્કામાં 9 વાગ્યા સુધીમાં 10.57 ટકા મતદાન

    ત્રીજા તબક્કામાં દેશભરમાં 9 વાગ્યા સુધીમાં 10.57 ટકા મતદાન નોંધાયુ છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 14.60 ટકા મતદાન નોંધાયુ છે.

  • 07 May 2024 09:58 AM (IST)

    આણંદઃ કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ કર્યું મતદાન

    આણંદના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ  મતદાન કર્યુ. આંકલાવની પ્રાથમિક શાળામાં પત્ની સાથે મત આપ્યો. મતદાન બાદ પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 07 May 2024 09:48 AM (IST)

    ભરૂચમાં મતદાન મથક પર મતદાન કરતો ફોટો વાયરલ

    ભરૂચમાં મતદાન મથકમાં નિયમોને નેવે મુકાયા. મતદાન મથક પર મતદાન કરતો ફોટો વાયરલ થયા છે. યુવકે મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. મતદાન મથકમાં મોબાઈલ લઇ જવાની મનાઈનો નિયમ નેવે મૂકાયો છે. યુવાને મતદાન કરતો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે.

  • 07 May 2024 09:46 AM (IST)

    ગુજરાતના બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન

    ગુજરાતમાં 9 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણીમાં 9.27 ટકા મતદાન થયુ છે. જેમાં બનાસકાંઠામાં સૌથી વધુ 12.28 ટકા મતદાન થયુ છે.

  • 07 May 2024 09:41 AM (IST)

    લોકશાહીના પર્વમાં ભાગ લેવા અમિત શાહનો જનતાને અનુરોધ

    કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે જણાવ્યું હતું કે, “હું દેશ અને ગુજરાતના તમામ મતદારોને લોકશાહીના આ તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરવા માંગુ છું.

  • 07 May 2024 09:39 AM (IST)

    ધારાસભ્ય દર્શના દેશમુખએ અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું

    નર્મદા જિલ્લાના નાંદોદના ધારાસભ્ય દર્શના દેશમુખે અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ ખાતે મતદાન કર્યું. દર્શના દેશમુખએ કહ્યું કે રાષ્ટ્ર નિર્માણ માટે લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ. જે લોકોને મતદાનનો હક્ક મળ્યો છે તેમને અવશ્ય મતદાન કરવું જોઈએ.

  • 07 May 2024 09:31 AM (IST)

    અલ્પેશ ઠાકોરે રાણીપની એ જે વિદ્યાલયમાં મતદાન કર્યું

    અલ્પેશ ઠાકોરે રાણીપની એ જે વિદ્યાલયમાં મતદાન કર્યું.

  • 07 May 2024 09:12 AM (IST)

    દેશના એકમાત્ર કન્ટેનર બુથ પર મતદાન

    ભરૂચના આલિયાબેટ ગામે મતદાન શરૂ થયું છે. આલિયાબેટ દેશનું એકમાત્ર કન્ટેનર બુથ છે.  આલિયાબેટ ગામે લોકસભાનું મતદાન પ્રથમ વાર થઈ રહ્યું છે. મતદાનના પગલે 254 મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગઈકાલે સો ટકા મતદાનની તંત્રએ ખાતરી આપી હતી.

  • 07 May 2024 09:10 AM (IST)

    જામનગરના ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજાએ મતદાન કર્યું

    જામનગરના ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ત્રીજા તબક્કાના મતદાન માટે પંડિત દીનદયાળ વિદ્યા ભવન ખાતે મતદાન મથક નંબર 122 ખાતે મતદાન કર્યું.

  • 07 May 2024 09:05 AM (IST)

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે કર્યુ મતદાન

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના નારણપુરામાં પરિવાર સાથે  મતદાન કર્યુ. મતદાન કર્યા પછી તેમણે કામેશ્વર મંદિરમાં આરતી કરી હતી.

  • 07 May 2024 09:01 AM (IST)

    કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરે કુળદેવીના દર્શન કરી મતદાન કર્યું

    કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરે કુળદેવીના દર્શન કરી મતદાન કર્યું હતુ. રોડવાવડી ગામે પ્રાથમિક શાળાએ પહોંચી તેમણે મતદાન કર્યુ. પિતા વિરજી ઠુમર અને પુત્રી જેની ઠુમર સાથે મતદાન કર્યુ. જેની ઠુમમરે જીતનો કર્યો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 07 May 2024 08:58 AM (IST)

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજમાં મતદાન કર્યુ

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીલજમાં મતદાન કર્યુ.

  • 07 May 2024 08:56 AM (IST)

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કર્યુ મતદાન

    ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે મતદાન કર્યુ.

  • 07 May 2024 08:53 AM (IST)

    કેન્દ્રીય મંત્રી અને ભાજપ ઉમેદવાર મનસુખ માંડવિયાએ કર્યુ મતદાન

    કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

  • 07 May 2024 08:51 AM (IST)

    એક વૃદ્ધ મહિલાએ PM મોદીને રાખડી બાંધી

    વડાપ્રધાન જ્યારે નિશાન સ્કૂલમાં મત આપવા આવ્યા હતા, ત્યારે  એક વૃદ્ધ મહિલાએ PM મોદીને રાખડી બાંધી હતી.

  • 07 May 2024 08:47 AM (IST)

    અભિનેત્રી જેનેલિયા દેશમુખે મતદાન કર્યું

    અભિનેત્રી જેનેલિયા દેશમુખે મતદાન કર્યું

  • 07 May 2024 08:42 AM (IST)

    સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારે કર્યું મતદાન

    સુરેન્દ્રનગર લોકસભાના ભાજપના ઉમેદવારે મતદાન કર્યુ છે. હળવદ તાલુકાના કેદારીયા ગામેથી તેમણે મતદાન કર્યુ છે. ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાએ કર્યું મતદાન કેદારીયા પ્રાથમિક શાળામાથી  મતદાન કર્યુ.

  • 07 May 2024 08:37 AM (IST)

    બનાસકાંઠા : ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખા ચૌધરીએ કર્યું મતદાન

    બનાસકાંઠાના ભાજપના ઉમેદવાર ડૉક્ટર રેખા ચૌધરીએ  મતદાન કર્યુ છે. પાલનપુર આદર્શ હાઇસ્કુલમાં તેમણે મતદાન કર્યુ છે. સાથે ધારાસભ્ય અનિકેતન ઠાકરે પણ  મતદાન કર્યુ. રેખાબેન ચૌધરીએ રાષ્ટ્રહિત માટે મત આપવા અપીલ કરી.

  • 07 May 2024 08:36 AM (IST)

    ઘાટલોડિયાની કલાકુંજ સોસાયટીના લોકોનું સામુહિક મતદાન

    અમદાવાદમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી જોવા મળી રહી છે. ઘાટલોડિયા વિસ્તારની કલાકુંજ સોસાયટીના મતદારોએ સામુહિક મતદાન કર્યું છે. સોસાયટીના તમામ મતદાતાઓ બેનર સાથે સામૂહિક મતદાન માટે પહોચ્યા છે. રાષ્ટ્રનિર્માણ માટે વધુમાં વધુ મતદાન થાય એ હેતુસર સામુહિક મતદાન કર્યુ છે.

  • 07 May 2024 08:34 AM (IST)

    વાવના એટા અને કલ્યાણ પુરા ગામે EVM ખામી સર્જાઈ

    બનાસકાંઠાના વાવના એટા અને કલ્યાણ પુરા ગામે EVM ખામી સર્જાઈ છે. વહેલી સવારમાં લોકો  મતદાન કરવા પહોંચી ગયા હતા. એક કલાકથી Evm બંધ હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો. EVM બદલવા તંત્ર એ ક્વાયત હાથ ધરી છે.

  • 07 May 2024 08:27 AM (IST)

    કપરાડાના એક બુથમાં EVM ખોટકાતા મતદાન અટક્યું

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના જીરવલ બરડા ફળિયા ખાતે મતદાન અટક્યું છે. વહેલી સવારે 7 વાગ્યે થી EVM મશીન ખોટકતા મતદાન અટક્યું છે. વહેલી સવારથી જ અંતરિયાળ વિસ્તારના જીરવલ ગામના બરડા ફળિયા ખાતે આદિવાસી સમાજના લોકો મત આપવા પહોંચ્યા હતા. EVM મશીન ખોટકાતા  મતદારો અટવાયા હતા.

  • 07 May 2024 08:25 AM (IST)

    વલસાડ : નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં મતદાન કર્યુ

    નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં મતદાન કર્યુ . સાથે તમામ મતદારોને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન કરવા અપીલ કરી. સવારથી મોટી સંખ્યામાં મતદાતાઓ મતદાન મથક પર જોવા મળ્યા.

  • 07 May 2024 08:22 AM (IST)

    રાજકોટ: ગોંડલ અક્ષર મંદિરના મહંતોએ કર્યું મતદાન

    રાજકોટમાં સંતોએ મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી.  ગોંડલ અક્ષર મંદિરના મહંતોએ મતદાન કર્યુ, તેમણે કહ્યુ મતદાન કરવું આપણી નૈતિક ફરજ છે.

  • 07 May 2024 08:13 AM (IST)

    રાજકોટ : હિન્દૂ ધર્માચાર્ય સભાના સંયોજક પરમાત્માનંદ સરસ્વતીએ કર્યું મતદાન

    રાજકોટમાં  500 બિલ્ડિંગમાં 2036 બૂથમાં મતદાન ચાલી રહ્યુ છે. આ વચ્ચે  હિન્દૂ ધર્માચાર્ય સભાના સંયોજક પરમાત્માનંદ સરસ્વતીએ મતદાન કર્યુ છે.

  • 07 May 2024 08:12 AM (IST)

    પંચમહાલ: ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવે કર્યું મતદાન

    પંચમહાલમાં ભાજપ ઉમેદવાર રાજપાલસિંહ જાદવે મતદાન કર્યુ. પરિવાર સાથે કરોલી પ્રાથમિક શાળામાં મતદાન કર્યુ. મતદાન કરી જીતની આશા વ્યક્ત કરી.

  • 07 May 2024 08:04 AM (IST)

    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે કર્યું મતદાન

    ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે, શિલજ ખાતે લોકસભા ચૂંટણીને લઈને મતદાન કર્યું હતું. આનંદીબહેનનુ રહેઠાણ ગાંધીનગર સંસદીય મતક્ષેત્રમાં આવેલ છે. તેમણે ગાંધીનગરના મતદાર તરીકે મતદાન કર્યું.

  • 07 May 2024 07:58 AM (IST)

    લોકતંત્રમાં મતદાન સામાન્ય દાન નથી-PM મોદી

    વડાપ્રધાને કહ્યુ- ગરમીમાં પણ લોકો દિવસ રાત દોડ્યા. તમારા સ્વાસ્થ્યની પણ ચિંતા કરો. તેમણે કહ્યુ લોકતંત્રમાં મતદાન સામાન્ય દાન નથી. આપણા દેશમાં દાનનું મહત્વ છે. એ જ ભાવથી દેશવાસી વધુમાં વધુ મતદાન કરે. હજુ ચાર તબક્કાનું મતદાન બાકી છે. તેમણે ગુજરાત અને દેશભરમાં મતદાન કરનારાઓનો આભાર માન્યો. તેમણે કહ્યુ હતુ કે મતદાનમાં પહેલા હિંસા થતી હતી. જો કે હજુ સુધી બે તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ થયુ છે.

  • 07 May 2024 07:46 AM (IST)

    PM નરેન્દ્ર મોદીએ કર્યુ મતદાન

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતાધિકારનો ઉપયોગ કર્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં  મતદાન કર્યુ. તેમની સાથે તેમના મોટાભાઇ સોમાભાઇએ પણ મતદાન કર્યુ. મતદાન કર્યા બાદ તેમણે બુથ બહાર આવીને લોકશાહીના નિશાનને જનતા સમક્ષ દર્શાવ્યુ હતુ.જે પછી તેઓ પરત ફર્યા હતા.

  • 07 May 2024 07:45 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન પહેલા ભાઇ સોમાભાઇને પગે લાગ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા પહોંચ્યા ત્યાં તેમના ભાઇ સોમાભાઇ પણ હાજર હતા. મતદાન પહેલા ભાઇ સોમાભાઇને તેઓ પગે લાગ્યા હતા.

  • 07 May 2024 07:43 AM (IST)

    વડાપ્રધાને મતદાન પહેલા બુથ બહાર જનતાને આપ્યો ઓટોગ્રાફ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલ મતદાન કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન કરતા પહેલા જનતામાં તેમની તસવીર લઇને ઊભેલા લોકોને ઓટોગ્રાફ આપ્યો હતો.

  • 07 May 2024 07:40 AM (IST)

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપની નિશાન સ્કૂલ પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા અમદાવાદના રાણીપની નિશાન સ્કૂલ પહોંચી ગયા છે.  જ્યાં તેમના સ્વાગતમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી. અમિત શાહ પણ તેમના સ્વાગતમાં હાજર રહ્યા.

  • 07 May 2024 07:38 AM (IST)

    લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન શરૂ, સવારથી જ લાગી લાઇન

    લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં મતદાન શરૂ થઇ ગયુ છે. રાજકોટમાં સાતના ટકોરે મતદાનની શરૂઆત થઇ ગઇ હતી. લોકો બૂથ પર પહોંચી ગયા હતા.  સવારથી જ લાઇનો લાગી હતી.

  • 07 May 2024 07:35 AM (IST)

    પોરબંદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ કર્યું મતદાન

     પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ, રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે મતદાન કર્યું હતું.

  • 07 May 2024 07:29 AM (IST)

    મજુરા બેઠક પર હર્ષ સંઘવીએ કર્ય મતદાન

    ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સુરત મજુરા બેઠક પર પોતાના મતાધિકારીનો ઉપયોગ કર્યો. સાથે જ હર્ષ સંઘવીએ આજના તબક્કામાં મતદાન કરનારાઓને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી.

  • 07 May 2024 07:28 AM (IST)

    ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ સહ પરિવાર મતદાન કર્યું

    ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ સહ પરિવાર મતદાન કર્યું. ગાંધીનગરના સેકટર 9 ખાતે નાયબ કાર્યપાલક ઈજનેરની કચેરી ખાતેના ખાસ દિવ્યાંગ મતદાન મથકે તેમણે મતદાન કર્યુ. સાથે જ રાજ્યના તમામ મતદારોને મતદાન કરવા અપીલ કરી.
  • 07 May 2024 07:15 AM (IST)

    અમરેલી : કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ કર્યું મતદાન

    કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાએ અમરેલીમાં ઇશ્વરિયાની પ્રાથમિક શાળામાં  મતદાન કર્યુ છે. રૂપાલા પરિવારજનો અને સમર્થકો સાથે વાજતે ગાજતે બૂથ પર પહોંચ્યા હતા. મતદાન પહેલા રૂપાલાએ મંદિરમાં દર્શન કર્યા હતા.

  • 07 May 2024 07:13 AM (IST)

    PM મોદીએ X પર લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી

    PM મોદીએ X પર પોસ્ટ મુકીને લોકોને રેકોર્ડ સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરી છે.

  • 07 May 2024 06:54 AM (IST)

    મહાપર્વને લઈ ચૂંટણી પંચે પણ કરી મહાતૈયારી

    મહાપર્વને લઈ ચૂંટણી પંચે પણ મહાતૈયારી કરી છે. ગુજરાતમાં 50 હજારથી વધુ મતદાન મથકો સુવિધાથી સજ્જ કરવામાં આવ્યા છે. શહેરી વિસ્તારમાં 33,513 મતદાન મથક છે. ગ્રામ્ય વિસ્તારમાં 17,275 મતદાન મથક છે. ગુજરાતમાં મહિલા સંચાલિત 1,225 મતદાન કેન્દ્રો છે. 24,893 મતદાન મથકો પરથી વેબકાસ્ટિંગ થશે.

  • 07 May 2024 06:52 AM (IST)

    ગુજરાતમાં મતદારોની કુલ સંખ્યા

    ગુજરાતમાં કુલ 4,97,68,677 મતદાર છે. પુરુષ મતદારોની સંખ્યા 2,56,16,540 છે. મહિલા મતદારોની સંખ્યા 2,41,50,603 છે.તો થર્ડ જેન્ટર મતદારોની સંખ્યા 1534 છે. પ્રથમ વખતના મતદાર 12,20,438 છે. 20થી 29 વર્ષના મતદારો 1,03,85,750 છે. 30થી 34 વર્ષના મતદારોની સંખ્યા 3,77, 32,869 છે. 85 વર્ષથી વધુ વયના મતદારની સંખ્યા 4,19,584 છે. 100થી વધુ વયના 10,036 મતદારો છે.

  • 07 May 2024 06:41 AM (IST)

    PM મોદી 7:30 વાગે કરશે મતદાન

    ગુજરાત ની 25 લોકસભા બેઠક માટે આજે  મતદાન થવાનું છે,ત્યારે વડાપ્રધાન મોદી 7:30 વાગે રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે. PMના આગમનના પગલે મતદાન મથકની 1 કિલોમીટર સુધી બેરીકેટિંગ કરાયુ છે. ઢોલ નગારા સાથે રહીશો તેમનું સ્વાગત કરશે. PMની મુલાકાતને લઈ સુરક્ષા સતર્ક કરવામાં આવી છે.

  • 07 May 2024 06:22 AM (IST)

    ગુજરાતની 25 બેઠકો માટે આજે યોજાશે મતદાન

    ગુજરાતની 25 બેઠકો માટે મતદાન યોજાશે. મતદાનને લઇને રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. આવતીકાલના મતદાનને લઈને રાજ્યનું પોલીસ તંત્ર સતર્ક બન્યુ છે. રાજ્યમાં ભયમુક્ત વાતાવરણમાં મતદાન થાય તે માટે પોલીસ તંત્ર સજ્જ થયુ છે. રાજ્યભરમાં સેકટર મોબાઇલ વાન દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે. QRT, EVM ગાર્ડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

Published On - May 07,2024 6:15 AM

Follow Us:
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
વિકાસ સપ્તાહની ઉજવણી અતંર્ગત ગુજરાત CMએ PM મોદી માટે કહી આ વાત-VIDEO
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
5 હજાર કરોડના ડ્રગ્સ કેસમાં આવકાર કંપનીના 3 ડિરેક્ટરની ધરપકડ-Video
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
અંબાલાલ પટેલની વધુ એક આગાહી, આ જિલ્લાઓમાં આ તારીખે પડશે વરસાદ
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
2 ઈંચ વરસાદમાં ભુજ જળબંબાકાર, વાહનો પાણીમાં ગરકાવ, જુઓ વીડિયો
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
અંકલેશ્વરની ખાનગી કંપનીમાંથી ઝડપાયું રૂપિયા 500,00,000,000 નું ડ્રગ્સ
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ઉકાઈ ડેમના 10 દરવાજા 5 ફુટ ખોલાયા
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
કડી GIDCમાંથી 1.24 કરોડનો 43,109 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ Video
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
આ છે દુનિયાના સૌથી ખતરનાક શહેર, અહીં લોકોને રહે છે સતત મોતનો ડર
g clip-path="url(#clip0_868_265)">