ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

06 May, 2024

અંબાણી પરિવારની લાડકી દીકરી ઈશા અંબાણી ચાહકોની પસંદ છે. ઈશાની સાદગી અને તેની ખાસ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ છે.

તેના ચાહકો ઈશા અંબાણીની એક ઝલક મેળવવા માટે ઉત્સુક જણાય છે. હવે ઈશા અંબાણીનો તેની નાની પુત્રી સાથેનો એક ખૂબ જ સુંદર વીડિયો ફેન ક્લબ પર વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં ઈશા અંબાણી પોતાની નાની રાજકુમારીને ખોળામાં લઈને ઢોલ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.  

ઈશાને તેની નાની દીકરી સાથે એન્જોય કરતી જોઈને ચાહકોનું દિલ ખુશીથી ભરાઈ ગયું છે. ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા પણ ઈશા સાથે ડાન્સ કરતો જોવા મળ્યો હતો.  

ઈશા ફ્લોરલ પ્રિન્ટેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈશાની નાની રાજકુમારી બ્લેક આઉટફિટમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

જો કે, આ અનસીન વીડિયો નવો નથી, પરંતુ જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ પાર્ટીનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ઈશા અંબાણીને જોડિયા બાળકો છે. એક પુત્રી આદિયા અને પુત્ર ક્રિષ્ના. ઘણી વખત તે પોતાના બાળકોને પોતે પણ શાળાએ મુકે છે.