IND vs SA : ટેસ્ટ ક્રિકેટમાં ભારતની સૌથી મોટી શરમજનક હાર, 92 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત આવું થયુ
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝની પહેલી મેચ ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે 30 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર ટીમ ઈન્ડિયા માટે પોતાના ઘર આંગણે સૌથી મોટી શરમજનક હાર સાબિત થઈ છે. આ પહેલા આવી ખરાબ હાર ક્યારે પણ મળી નથી.

સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાની શરુઆત ખુબ ખરાબ રહી હતી. સીરિઝની પહેલી મેચ કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતને 30 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર ટીમ ઈન્ડિયા માટે પોતાના ઘરે સૌથી શરમજનક હાર સાબિત થઈ છે.

બંન્ને ટીમ વચ્ચે રમાયેલી આ મેચ ખુબ લો સ્કોરિંગ રહી હતી. કોઈપણ ઇનિંગમાં 200 રન બન્યા ન હતા. જેને લઈ આખી મેચમાં બોલિંગ ભારે રહી હતી.

ભારતીય ટીમે છેલ્લી ઈનિગ્સમાં 124 રનનો ટાર્ગેટ મેળવવામાં અસફળ રહી હતી. તે માત્ર 93 રન જ બનાવી શકી હતી.

આ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાની પહેલી ઈનિગ્સ માત્ર 159 રનમાં સમેટી હતી. ત્યારબાદ 189 રન બનાવી 30 રનની લીડ મેળવી હતી. સાઉથ આફ્રિકાએ બીજી ઈનિગ્સમાં 153 રન બનાવ્યા હતા અને 123 રનની લીડ લીધી હતી પરંતુ આ રન તેના માટે મેચ વિનિંગ સાબિત થઈ હતી.(all PHOTO CREDIT- PTI)

ટીમ ઈન્ડિયા પહેલી વખત ભારતમાં આટલા નાના ટાર્ગેટનો પીછો કરતા હારી છે. આ પહેલા તે વર્ષ 2024માં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પોતાના ઘર આંગણે 147 રનનો ટાર્ગેટ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી હતી.

એટલે કે, 92 વર્ષના ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ટીમ ઈન્ડિયાએ પહેલી વખત આવો શરમજનક દિવસ જોવો પડ્યો છે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 2004માં ટીમ ઈન્ડિયાને મુંબઈમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ભારતીય ટીમ 147 રનના જવાબમાં 121 રન બનાવી ઓલઆઉટ થઈ હતી. આ 2 મેચ સિવાય ટીમ ઈન્ડિયાએ પોતાના ઘર પર 200થી નાનો રનનો ટાર્ગેટ ચેજ કરી ક્યારે પણ મેચ હારી નથી.
દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમ, જેને ‘પ્રોટીઝ’ તરીકે ઓળખવામાં આવે છે, તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી મજબૂત ટીમોમાંની એક છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
