મહારાષ્ટ્રના જીતેશ શર્માએ ઓસ્ટ્રેલિયા સામે ટી20 સીરિઝમાં એન્ટ્રી સાથે જ કર્યો છગ્ગા ચોગ્ગાનો વરસાદ
રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટી20 મેચ રમાઈ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમનું લક્ષ્ય આજની મેચ જીતીને સીરિઝ જીતવા પર હશે. ત્યારે આજે ચોથી ટી20 માં જીતેશ શર્માની એન્ટ્રી થઈ છે. જોકે આજની મેચમાં એન્ટ્રી સાથે જ છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કર્યો છે.

30 વર્ષનો વિકેટકીપર બેટ્સમેન જીતેશ શર્મા મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાંથી આવે છે. આજે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી20 મેચમાં જીતેશનું શાનદાર પ્રદર્શન રહયું છે.

આજે રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ચોથી ટી20 મેચમાં જીતેશ શર્માનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જીતેશ શર્માએ આવતાની સાથે જ છગ્ગા ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. જેમાં તેને 19 બોલમાં માં 35 રન બનાવ્યા છે. મહત્વનુ છે કે જીતેશે રિંકુ સિંહ સાથે 32 બોલમાં 56 રનની પાર્ટનરશીપ કરી છે. જે ઇનિંગની સૌથી મોટી પાર્ટનરશીપ છે.

જીતેશ શર્મા ફિનિશર તરીકે રમવાનું પસંદ કરે છે અને અંતે મોટી છગ્ગા ફટકારવાનો પ્રયાસ પણ કરે છે. આઈપીએલમાં 2022માં તે પંજાબ કિંગ્સનો ભાગ હતો. જીતેશ શર્માએ આઈપીએલમાં અત્યારસુધી 26 મેચમાં અંદાજે 159 સ્ટ્રાઈક રેટથી 44 ચોગ્ગા અને 33 છગ્ગાની મદદથી 543 રન બનાવ્યા છે.

જીતેશ શર્મા આવતાની સાથે જ ધમાકેદાર બેટિંગ કરી રહયો હતો. 184 સ્ટ્રાઈક રેટ સાથે તેને 35 રન બનાવ્યા. જેમાં 1 ચોગગો, અને 3 છગ્ગા લગાવ્યા. મહત્વનુ છે કે જીતેશ શર્માએ એશિયન ગેમ્સમાં પણ શાનદાર પ્રદર્શ કર્યું હતુ. સાઉથ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝ માટે ભારતની ટીમમાં જીતેશ શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.
