AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતના રોહિત શર્માએ પાકિસ્તાનના બાબર આઝમને પછાડ્યો, ICC રેન્કિંગમાં ટીમ ઈન્ડિયાનો દબદબો

લેટેસ્ટ ICC રેન્કિંગમાં ભારતના સ્ટાર ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ-10 માં ભારતના ચાર બેટ્સમેનનો સામેલ છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમને રેન્કિંગમાં ભારતના રોહિત શર્માએ પછાડ્યો છે. બાબર પહેલા બીજા સ્થાને હતો. પરંતુ, વેસ્ટ ઈન્ડીઝ સામેની ODI શ્રેણીમાં ખરાબ પ્રદર્શનને કારણે તે ત્રીજા સ્થાને સરકી ગયો છે. જ્યારે, રોહિત શર્મા બીજા સ્થાને આવી ગયો છે.

| Updated on: Aug 13, 2025 | 5:27 PM
Share
પાકિસ્તાનના બાબર આઝમનું તાજેતરમાં પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. તેની નબળી બેટિંગના કારણે ભારતીય ODI ટીમના કેપ્ટન રોહિત શર્માને ફાયદો થયો છે. રોહિત ICC ODI રેન્કિંગમાં બીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે બાબર આઝમ ત્રીજા સ્થાને આવી ગયો છે.

1 / 6
ભારતીય ટીમનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ ICC ODI બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. તેનું રેટિંગ 784 છે. ભારતનો રોહિત શર્મા આ યાદીમાં બીજા સ્થાને છે, જેનું રેટિંગ 756 છે.

2 / 6
આ બંને ખેલાડીઓ છેલ્લે 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ODI ક્રિકેટમાં રમતા જોવા મળ્યા હતા. આ ટુર્નામેન્ટમાં શુભમન ગિલે 5 મેચમાં 47ની સરેરાશથી 188 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્માએ પાંચ મેચમાં 36ની સરેરાશથી 180 રન બનાવ્યા હતા.

3 / 6
રેન્કિંગમાં ત્રીજા સ્થાને પાકિસ્તાનનો બાબર આઝમ છે, જેનું રેટિંગ 751 છે, જ્યારે 736 રેટિંગ સાથે ભારતનો વિરાટ કોહલી ચોથા સ્થાને છે. શ્રેયસ અય્યર 704 રેટિંગ સાથે રેન્કિંગમાં આઠમા સ્થાને છે.  ટોપ-10 માં ભારતના ચાર બેટ્સમેનનો સામેલ છે.

4 / 6
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી શરૂ થાય તે પહેલા ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી. હવે બંને ફક્ત ODI ક્રિકેટ રમશે. ICC T20 વર્લ્ડ કપ 2024ના અંત પછી, તેઓએ T20 ફોર્મેટને પણ અલવિદા કહી દીધું.

5 / 6
ભારત હવે ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની ODI શ્રેણી રમવાની છે, જે ઓક્ટોબરમાં યોજાવાની છે. આ બંને ખેલાડીઓ આ શ્રેણીમાં રમી શકે છે. ચાહકો પણ આ બંને ખેલાડીઓને ક્રિકેટના મેદાન પર પાછા જોવા માટે ખૂબ ઉત્સુક છે. (All Photo Credit : PTI / Getty)

6 / 6

ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી બાદ હવે ટીમ ઈન્ડિયા એશિયા કપમાં રમશે. ભારતીય ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">