Surat : હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ, જુઓ Video
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાં રાહત મળી છે. રાજદ્રોહ કેસમાંથી હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. સરકાર તરફે આપેલી અરજી અનુસંધાને હાર્દિક પટેલ સહિત અલ્પેશ કથીરીયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ વિરૂદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો.
વિરમગામના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને રાજદ્રોહ કેસમાં રાહત મળી છે. રાજદ્રોહ કેસમાંથી હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓનો છુટકારો થયો છે. સરકાર તરફે આપેલી અરજી અનુસંધાને હાર્દિક પટેલ સહિત અલ્પેશ કથીરીયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ વિરૂદ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસ પરત ખેંચવા માટે સુરત સેશન્સ કોર્ટે મંજૂરી આપતા હાર્દિક પટેલ સહિત તમામ આરોપીઓનો આ કેસમાંથી છુટકારો થયો છે.
સુરત સેશન્સ કોર્ટે કેસ પરત ખેંચવાની અરજી સ્વીકારી
સુરતમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા રાજદ્રોહના કેસમાંથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરીયા સહિતના આરોપીઓને મુક્તિ મળી છે. રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી સુરત સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી છે. પાટીદાર અનામત આંદોલન સમયે અમરોલી પોલીસ સ્ટેશનમાં હાર્દિક પટેલ સહિત અન્ય અલ્પેશ કથીરિયા વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ સામે રાજદ્રોહનો કેસ નોંધાયો હતો.
રાજદ્રોહના કેસમાં તમામ આરોપીઓને કોર્ટે ક્લીન ચીટ આપી
આજે સુરત સેશન્સ કોર્ટ દ્વારા તમામ આરોપીઓને રાજદ્રોહના કેસમાંથી મુક્ત કર્યા છે. સરકાર તરફે આપવામાં આવેલી આરોપીઓ વિરુદ્ધની અરજીને પરત ખેંચવાના નિર્ણયને સુરત સ્ટેશન કોર્ટે મંજૂરી આપી છે. ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને સૌથી મોટા રાજદ્રોહના કેસમાંથી મુક્તિ મળી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ

