AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026 Auction: ટીચર પિતાના દીકરાઓ પર લાગી મોટી બોલી, 40 કરોડ રૂપિયામાં થઈ આ 4 ખેલાડીઓની ડીલ

IPL 2026 મીની ઓક્શને ઘણા ખેલાડીઓનું ભાવિ નક્કી કર્યું. જેમાં ચાર ટીચરના દીકરાઓની પણ કિસ્મત ચમકી હતી. શિક્ષક પિતાના આ ચાર પૂત્રો પર કરોડોની બોલી લાગી હતી. જાણો કોણ છે આ ખેલાડીઓ.

| Updated on: Dec 17, 2025 | 6:07 PM
Share
અબુ ધાબીમાં યોજાયેલ IPL 2026 મીની ઓક્શન ઘણા ખેલાડીઓ માટે જીવન બદલી નાખનારું સાબિત થયુ. તેમાં ચાર ખેલાડીઓ એવા હતા જેમના પિતા શિક્ષક હતા. જોકે, તેમના પુત્રોએ ક્રિકેટર બનીને ઇતિહાસ રચ્યો. આ ચાર ક્રિકેટરો પર કુલ આશરે 40 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. આ રકમ ચારેય ખેલાડીઓને મળેલા પૈસાનો સરવાળો છે.

1 / 5
પ્રશાંત વીર - ઉત્તર પ્રદેશના આ ખેલાડી માટે ચેન્નાઈ સુપર કિંગ્સે એટલી ઊંચી બોલી લગાવી કે તે સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો. ડાબોડી બોલિંગ ઓલરાઉન્ડર પ્રશાંત વીરને ચેન્નાઈ સુપર કિંગ્સે ₹14.20 કરોડમાં ખરીદ્યો. પ્રશાંત વીરના પિતા પ્રાથમિક શાળાના શિક્ષક છે, જે ₹12,000 નો પગાર મેળવે છે. જ્યારે પુત્ર પર કરોડોનો વરસાદ થયો, ત્યારે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. પ્રશાંત વીરે કહ્યું હતું કે આ બધું સ્વપ્ન જેવું લાગે છે.

2 / 5
કાર્તિક શર્મા - રાજસ્થાનનો વતની, કાર્તિક શર્મા પ્રશાંત વીર સાથે સંયુક્ત રીતે સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી છે. રસપ્રદ વાત એ છે કે, તેને પણ CSK દ્વારા ₹14.20 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. આ વિકેટકીપર-બેટ્સમેનના પિતા ટ્યુશન શિક્ષક હતા. પરિવારની આર્થિક પરિસ્થિતિ મુશ્કેલ હતી, પરંતુ તેમણે પુત્રનું ક્રિકેટર બનવાનું સ્વપ્ન ઓછું થવા દીધું નહીં. તેમણે લોન લીધી અને બોલિંગ મશીન ખરીદ્યું. ટ્યુશન ઉપરાંત, તેઓ ઠંડા પીણાના સપ્લાયર અને પાણીની બોટલ વેચનાર તરીકે પણ કામ કરતા હતા. કાર્તિકની સફળતામાં તેમના પિતાએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

3 / 5
આકિબ નબી - જમ્મુ અને કાશ્મીરના રહેવાસી ફાસ્ટ બોલર આકિબ નબીને દિલ્હી કેપિટલ્સે ₹8.40 કરોડમાં ખરીદ્યો હતો. પ્રશાંત અને કાર્તિકની જેમ તેની બેઝ પ્રાઈસ પણ ₹30 લાખ હતી. આકિબ નબીના પિતા ગુલામ નબી એક સ્કૂલ શિક્ષક છે. તેઓ ઇચ્છતા હતા કે તેમનો દીકરો ડોક્ટર બને. પરંતુ ક્રિકેટ પ્રત્યેનો તેનો જુસ્સો જોઈને તેમણે પોતાની મહત્વાકાંક્ષા છોડી દેવી પડી. પરિણામ આપણી સામે છે. IPL હરાજીમાં તેમના દીકરાને ₹8.40 કરોડ મળ્યા બાદ ગુલામ નબી રડી પડ્યા હતા.

4 / 5
તેજસ્વી સિંહ દહિયા - KKR એ દિલ્હીના આ વિકેટકીપરને ₹3 કરોડમાં ખરીદવામાં સફળતા મેળવી. તેજસ્વી સિંહના પિતા દિલ્હીની એક સરકારી શાળામાં ગણિતના શિક્ષક છે. ₹3 કરોડ મેળવવા અંગે, તેજસ્વીએ કહ્યું, "ના તો મારા પિતા અને ના તો હું તેને પચાવી શકું છું." તેજસ્વી સેહવાગની સિક્સ-હિટિંગ શૈલીની પ્રશંસા કરે છે અને એમએસ ધોનીને તેની વિકેટકીપિંગમાં અનુસરે છે. (PC:X/Instagram)

5 / 5

IPL 2026 સિઝન પહેલા ખેલાડીઓ પર લાગી બોલી. મીની ઓક્શનમાં યુવા ખેલાડીઓનો દબદબો રહ્યો. આઈપીએલ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી

ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ

કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત

આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી

પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી

ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો

g clip-path="url(#clip0_868_265)">