AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર: પેથાપુર-રાંધેજા રોડની બાજુમાં આવેલી ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video

ગાંધીનગરમાં પેથાપુર-રાંધેજા રોડની બાજુમાં આવેલી નડતરરૂપ દરગાહ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ જગ્યાના આધાર પૂરાવા રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. જે બાદ આજે દરગાહ તોડી પાડવાની કામગીરી કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 18, 2025 | 5:46 PM
Share

રાજ્યભરમાં ગેરકાયદે કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી અવિરતપણે ચાલુ છે. જેમા ગાંધીનગરમાં પેથાપુર-રાંધેજા રોડ ર આવેલી ગેરકાયદે દરગાહને પણ તોડી પાડવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ આ દરગાહની જમીનના આધાર પુરાવાઓ રજૂ કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. આ સમય મર્યાદામાં જવાબ ન મળ્યા બાદ આજે વહેલી સવારે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા દરગાહને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દરગાહના સંચાલકોને અગાઉ નોટિસ આપવામાં આવી હતી. નોટિસમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે દરગાહ જે જમીન પર આવેલી છે તેના માલિકી અને કાયદેસર આધાર પુરાવા રજૂ કરવામાં આવે.  જો કે ચોક્કસ સમય મર્યાદામાં કોઈ પુરાવા રજૂ કરવામાં ન આવતા તંત્ર દ્વારા આજે વહેલી સવારે દરગાહને તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી.

મહાનગપાલિકાની દબાણ શાખા દ્વારા તોડી પડાઈ દરગાહ

મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદે દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું. ભારે મશીનરીની મદદથી રોડની બાજુમાં આવેલું આ બાંધકામ દૂર કરવામાં આવ્યું. ડિમોલિશનમાં કોઈપણ પ્રકારની સ્થિતિ વણસે નહીં તેને ધ્યાને રાખી સઘન પોલીસ બંદોબસ્ત સાથે દરગાહ તોડવાની કામગીરી કરાઈ હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર રહ્યા હતા. આ સાથે ફાયરના જવાનોને પણ તકેદારીના ભાગરૂપે હાજર રખાયા હતા.

રાજ્યભરમાં જ્યાં ક્યાંય પણ ગેરકાયદે દબાણ કરવામાં આવેલા છે તેના પર તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે. તંત્રનું સ્પષ્ટ કહેવુ છે કે ગેરકાયદે દબાણ કરનારાઓ સામે કડક હાથે જ કામગીરી કરવામાં આવી રહી છે. સરકારી જમીન હોય કે જાહેર રસ્તા પર કરાયેલા દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. જેમા ધાર્મિક બાંધકામો પણ બાકાત નથી.

Input Credit- Himanshu Patel- Gandhinagar

અમેરિકાના ઐયાશ બિઝનેસમેન જેફરી એપસ્ટીનની ફાઈલમાં ટ્રમ્પના એવા તો શું કાળા કારનામા છુપાયેલા છે કે સાર્વજનિક થવા નથી દેતા- વાંચો

ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
g clip-path="url(#clip0_868_265)">