ક્રિકેટમાં બોલિંગ એવરેજ, સ્ટ્રાઈક રેટ અને ઈકોનોમી રેટની ગણતરી કેવી રીતે કરવી?
વર્લ્ડ કપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ ધમાલ મચાવી રહી છે. આ સમયે તમે કોમેન્ટ્રેટર પાસેથી રન રેટ, ઈકોનોમી, સ્ટ્રાઈક રેટ અને એવરેજ જેવા શબ્દો સાંભળ્યા જ હશે. ચાલો જાણીએ કે ક્રિકેટના ટર્મની ગણતરી કઈ રીતે થાય છે.

ક્રિકેટમાં બેટિંગ રન રેટ (કેટલા રન બનાવ્યા/કેટલી ઓવરો રમાઈ) દ્વારા નક્કી થાય છે જ્યારે બોલિંગ રન રેટ (કેટલા રન આપ્યા/કેટલી ઓવર ફેંકી) દ્વારા નક્કી થાય છે.

ઉદાહરણ તરીકે ટીમે 50 ઓવરમાં 300 રન બનાવ્યા. તેથી તેનો બેટિંગ રન રેટ 6 રહેશે. જ્યારે તેનો બોલિંગ રન રેટ 4 રહેશે કારણ કે તેણે 50 ઓવરમાં 200 રન ખર્ચ્યા હતા. જ્યારે બોલિંગ રન રેટને બેટિંગ રન રેટમાંથી બાદ કરવામાં આવે છે, ત્યારે નેટ રન રેટ મળે છે (બેટિંગ રન રેટ 6- બોલિંગ રન રેટ 4 = 2) અને આ કિસ્સામાં તે 2 હશે.

જો કોઈ બોલર મેચમાં 5 વિકેટ લે અને 60 બોલ ફેંકે તો તેનો બોલિંગ સ્ટ્રાઈક રેટ 12 છે. કોઈ બોલરે તેની ટેસ્ટ કારકિર્દીમાં 7339.5 ઓવરમાં 800 વિકેટ લીધી હતી. એટલે કે તેની ટેસ્ટ કારકિર્દીમાં 44,039 બોલ ફેંકયા. તેથી તેનો ટેસ્ટ બોલિંગ સ્ટ્રાઈક રેટ -> 44039/800 ->> 55.05

જો કોઈ બોલર તેની કારકિર્દીમાં 9000 રન આપીને 300 વિકેટ લે છે, તો તેની કારકિર્દીમાં તેની બોલિંગ એવરેજ 30.00 છે.વાસ્તવિક સમયનું ઉદાહરણ તરીકે મુથૈયા મુરલીધરને તેની ટેસ્ટ કારકિર્દીમાં 18,180 રન આપીને 800 ટેસ્ટ વિકેટ લીધી છે.અને આ તેની ટેસ્ટ બોલિંગ એવરેજ બનાવે છે -> 18180/800 ->> 22.73

જો કોઈ બોલર તેની 10 ઓવરમાં 50 રન આપે છે, તો તેનો ઈકોનોમી રેટ 5.00 છે. કોઈ બોલરેને ટેસ્ટ ક્રિકેટમાં 7339.5 ઓવરમાં 18,180 રન આપ્યા. તેથી તેનો ઈકોનોમી રેટ ->18180/7339.5 ->>2.48 રહે છે.
