Gujarati News » Photo gallery » Cricket photos » Due to India vs New Zealand 3rd t20 match Ahmedabad metro train time has increased these roads will be closed for traffic
India vs New Zealand : મેચને કારણે મેટ્રો ટ્રેનના સમય થયો વધારો, અમદાવાદના આ રસ્તા વાહન-વ્યવહાર માટે રહેશે બંધ
1 ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ધારિત T20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે 2.30 કલાક વધારવામાં આવ્યો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે હાલમાં ટી-20 સિરીઝ ચાલી રહી છે. આ સિરીઝમાં બંને ટીમ 1-1ની બરાબરી પર છે. અમદાવાદમાં રમાનારી અંતિમ અને ત્રીજી મેચ સિરીઝ માટે નિર્ણાયક સાબિત થશે. મેચ પહેલા આજે બંને ટીમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતી જોવા મળી હતી.
1 / 8
આવતી કાલે 1 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 વાગ્યાથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રીજી ટી-20 મેચ શરુ થશે. સાંજે 4 વાગ્યાથી નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોને એન્ટ્રી મળવાની શરુઆત થશે.
2 / 8
અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ તેમજ ઉત્તર અને દક્ષિણ છેડાને જોડતી મેટ્રો ટ્રેનનો સમય ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે 30 જાન્યુઆરીથી મેટ્રો ટ્રેન સવારે 7 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી મેટ્રો ટ્રેન દોડશે. જોકે, 1 ફેબ્રુઆરીથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે નિર્ધારિત T20 ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને મેટ્રો ટ્રેનની સેવાઓ મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માટે 2.30 કલાક વધારવામાં આવ્યો છે.
3 / 8
1 ફેબ્રુઆરીથી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પર રાત્રિના 10 વાગ્યાની જગ્યાએ રાત્રિના 12.30 વાગ્યા સુધી દર 15 મિનિટે મેટ્રો ટ્રેન મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી મળશે. આ વધારેલા સમય દરમિયાન અન્ય તમામ મેટ્રો સ્ટેશનના માત્ર નિકાસ દ્વારા ખુલ્લા રહેશે. જાણાવી દઈએ કે દર્શકોના પ્રવેશ માટેના ગેટની 50 મીટર દૂર જ મેટ્રો સ્ટેશન આવેલું છે.
4 / 8
મેચના કારણે શહેર પોલીસ કમિશનર દ્વારા વાહનોની અવર-જવર માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.1 ફેબ્રુઆરીના રોજ બપોરે 3 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી જનપથ ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટથી કૃપા રેસિડેન્સી ટી થઈને મોટેરા ટી સુધીનો રસ્તો બંધ રહેશે. વાહન ચાલકો તેના બદલે તપોવન સર્કલથી વિસત ટી થઈને ઓ.એન.જી.સી ચાર રસ્તાથી જનપથ ટી થઈ, પાવર હાઉસ ચાર રસ્તા થઈને પ્રબોધરાવળ સર્કલ સુધીના રસ્તાથી અવર-જવર કરી શકશે.
5 / 8
આવતી કાલની મેચ માટે ભારતીય ખેલાડીઓ મેદાન પર પરસેવો પાડતા જોવા મળ્યા હતા. બોલરો અને બેટ્સમેન મેદાન પર નેટમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.
6 / 8
ભારતીય ક્રિકેટ ટીમ યુવા ક્રિકેટરો સાથે મેદાનમાં ઉતરશે. રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓએ હાલમાં સિરીઝમાંથી બ્રેક લીધો છે.
7 / 8
ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમના ખેલાડીઓ પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીન ભારત સામે આ સિરીઝ જીતવા માટે મેદાનમાં ઉતરશે.