Breaking News: ન્યૂઝીલેન્ડ શ્રેણી પહેલા રણજી ટ્રોફીમાં રમશે રવિન્દ્ર જાડેજા, સૌરાષ્ટ્રની ટીમમાં એન્ટ્રી
2026-27 રણજી ટ્રોફી સીઝન માટે સૌરાષ્ટ્રની ટીમની જાહેરાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રની ટીમમાં સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જાડેજા જયદેવ ઉનડકટની કપ્તાનીમાં રમશે. ન્યૂઝીલેન્ડનો પ્રવાસ પહેલા રણજી ટ્રોફી મેચ જાડેજા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને 2026-27 રણજી ટ્રોફીની પહેલી મેચ માટે સૌરાષ્ટ્ર ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

2026-27 રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્ર પોતાની પહેલી મેચ છત્તીસગઢ સામે રમશે.

વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ODI શ્રેણી બાદ અનુભવી સ્પિન બોલર રવિન્દ્ર જાડેજાનેને 16 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.


આ રણજી ટ્રોફી મેચ જાડેજા માટે મહત્વપૂર્ણ છે કારણ કે આવતા મહિને ટીમ ઈન્ડિયા બે મેચની ટેસ્ટ શ્રેણી માટે ન્યૂઝીલેન્ડનો પ્રવાસ કરશે જેમાં જાડેજા પણ સામેલ છે.

પહેલી ટેસ્ટ 19 થી 23 નવેમ્બર દરમિયાન યોજાવાની છે, ત્યારબાદ ક્રાઇસ્ટચર્ચમાં 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર દરમિયાન બીજી ટેસ્ટ રમાશે.

ભારત માટે ચાર ટેસ્ટ રમી ચૂકેલો ડાબોડી ઝડપી બોલર જયદેવ ઉનડકટ ટીમનું નેતૃત્વ કરશે.

સૌરાષ્ટ્ર રણજી ટીમ: જયદેવ ઉનડકટ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, હાર્વિક દેસાઈ (વિકેટકીપર), અર્પિત વસાવડા, ચિરાગ જાની, પ્રેરક માંકડ, જય ગોહિલ, ચેતન સાકરીયા, અંકુર પંવાર, સમર ગજ્જર, પાર્થ ભૂત, વિશ્વરાજસિંહ જાડેજા, હેત્વિક કોટક, નીલ પંડ્યા, અર્થ યાદવ, તરંગ ગોહેલ. (PC:PTI/X)
અજિત અગરકરે સાડા ત્રણ વર્ષમાં BCCI પાસેથી કેટલી કમાણી કરી ? પૂર્વ ચીફ સિલેક્ટરની નેટવર્થ જાણીને ચોંકી જશો
