Asian Games
એશિયન ગેમ્સ દર ચાર વર્ષે યોજાય છે, જેમાં એશિયન દેશોના ખેલાડીઓ ભાગ લે છે. એશિયન ગેમ્સમાં અનેક રમતો હોય છે. આ રમતોનું આયોજન ઓલિમ્પિક કાઉન્સિલ ઓફ એશિયા દ્વારા આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિની દેખરેખ હેઠળ કરવામાં આવે છે.
દરેક સ્પર્ધામાં પ્રથમ સ્થાન માટે ગોલ્ડ મેડલ, બીજા સ્થાન માટે સિલ્વર મેડલ અને ત્રીજા સ્થાન માટે બ્રોન્ઝ આપવામાં આવે છે, આ પરંપરા 1951 માં શરૂ થઈ હતી. પ્રથમ એશિયન ગેમ્સ દિલ્હી, ભારતમાં યોજાઈ હતી, 1982માં ફરીથી એશિયાડના નામે એશિયન ગેમ્સનું આયોજન દિલ્હીમાં કરવામાં આવ્યું હતું.
એશિયન ગેમ્સમાં ભારતે 2022ની એશિયન ગેમ્સ જે ખરેખર 2023ના વર્ષમાં રમાઈ હતી, ત્યાં સુધીમાં 183 ગોલ્ડ મેડલ, 238 સિલ્વર મેડલ અને 357 બ્રોન્ઝ મેડલ સાથે કુલ 778 મેડલ જીત્યા હતા અને કુલ મેડલ જીતવાના ક્રમમાં પાંચમાં નંબરે ભારત રહ્યું હતું.
Breaking News Asian Games 2026: રેલવેના TTએ લહેરાવ્યો ત્રિરંગો, જીત્યો બ્રોન્ઝ મેડલ, આમ કરનાર પ્રથમ ભારતીય
રેલવેમાં TTE તરીકે ફરજ બજાવતા 27 વર્ષીય કુસ્તીબાજ સુનીલ કુમારે એશિયન ગેમ્સ 2026માં ભારત માટે ઐતિહાસિક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુરુષોની 87 કિગ્રા ગ્રીકો-રોમન કેટેગરીમાં સુનીલે ફિલિપાઈન્સના રોબર્ટ્સ કેલમ જોહ્નસ્ટનને ટેક્નિકલ સુપિરિયોરિટીથી હરાવ્યો. આ સાથે તે એશિયન ગેમ્સમાં બે ગ્રીકો-રોમન મેડલ જીતનાર પ્રથમ ભારતીય કુસ્તીબાજ બન્યો છે.
- Smit Chauhan
- Updated on: Sep 30, 2026
- 5:38 pm
Breaking News : ભારતે Asian Games 2026માં 9મો ગોલ્ડ મેડલ જીત્યો, નીરુએ બીજો ગોલ્ડ મેડલ જીત્યો
20મી એશિયન ગેમ્સ (Asian Games 2026 )માં ભારતે નવમો ગોલ્ડ મેડલ જીત્યો છે. આ ગોલ્ડ મેડલ મિક્સ ટ્રેપ ઇવેન્ટમાં મળ્યો હતો. ભારતની નીરુ ઢાંડાએ કાયનાન ચેનાઈ સાથે મળીને ભારત માટે આ ગોલ્ડ મેડલ જીત્યો છે.શૂટિંગમાં ભારતે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.
- Nirupa Duva
- Updated on: Sep 30, 2026
- 12:08 pm
Breaking News :તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ પછી, પ્રિયાએ બોક્સિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
એશિયન ગેમ્સ 2026 મહિલા 60 કિગ્રામીફાઈનલમાં પ્રિયા ઘંઘાસ ને ચીનની ખેલાડી વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો છે . બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડ્યો છે. લવીલીના બોરગોહેન થોડી વારમાં ફાઈનલમાં ઉતરશે.
- Nirupa Duva
- Updated on: Sep 30, 2026
- 11:06 am
Breaking News : ભારતે મિક્સ કમ્પાઉન્ડ તીરંદાજીમાં ગોલ્ડ મેડલ જીતીને 2028 ઓલિમ્પિકમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું
ભારત અને સાઉથ કોરિયા 157-157 ના સ્કોર પર બરાબરી પર રહ્યા બાદ, મેચ શૂટ-ઓફમાં ગઈ. ભારતે અંતિમ ક્ષણોમાં કોરિયન ટીમને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય ટીમનો આર્ચરીમાં આ બીજો ગોલ્ડ મેડલ છે.ભારતીય તીરંદાજંઓ 20મી એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાની સાથે લોસ એન્જીલ્સ 2028માં રમાનારી ઓલિમ્પિકની ટિકિટ પર મેળવી લીધી છે.
- Nirupa Duva
- Updated on: Sep 30, 2026
- 10:36 am
Breaking News : ભારતે તીરંદાજીમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી , Asian Games 2026માં 7મો ગોલ્ડ મેડલ જીત્યો
Asian Games 2026 તીરંદાજીમાં ચીને છેલ્લા રાઉન્ડની શરૂઆત 10ના સ્કોરથી કરી હતી, પરંતુ પછી બે 9 સ્કોર કર્યા પછી પાછળ રહી ગયું. ભારતનો પ્રતિભાવ પ્રભાવશાળી હતો, તેણે સતત ત્રણ 10 સ્કોર કર્યા, જે તેમના કોચ માટે ખૂબ જ આનંદની વાત હતી. ચીને અંતે ત્રણ 10 સ્કોર કર્યા, અને ભારતે પણ તેનો જવાબ આપ્યો. ત્રણ પરફેક્ટ 10 સ્કોર કરીને, તેમણે વિશ્વ રેકોર્ડની બરાબરી કરી અને ગોલ્ડ મેડલ જીત્યો.
- Nirupa Duva
- Updated on: Sep 30, 2026
- 8:23 am
Breaking News Asian Games 2026: ગોલ્ડ સહિત મેડલની હેટ્રિક… એથ્લેટિક્સના છેલ્લા દિવસે ભારતીય રિલે ટીમો ચમકી
ભારતે એથ્લેટિક્સમાં ઘણા મેડલ જીત્યા હતા, પરંતુ ગોલ્ડ મેડલની રાહ અંતિમ દિવસે સમાપ્ત થઈ. ભારતની મહિલા રિલે ટીમે 4x400 મીટર રિલે રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. મિક્સ અને પુરુષોની રિલે ટીમોએ પણ મેડલ જીતી એથ્લેટિક્સના અંતિમ દિવસને ભારત માટે યાદગાર બનાવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Sep 29, 2026
- 8:40 pm
Breaking News: Asian Games 2026માં ગોલ્ડ-સિલ્વર-બ્રોન્ઝ ત્રણેય મેડલ જીત્યા, હવે મળશે 1.55 કરોડ રૂપિયા
વિથ્યા રામરાજે એશિયન ગેમ્સમાં ત્રણ મેડલ જીતીને કમાલ કર્યો. તેણીએ જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા. ત્રણ મેડલ જીતવા પર વિથ્યા રામરાજને ઈનામમાં 1.55 કરોડ રૂપિયા મળશે.
- Smit Chauhan
- Updated on: Sep 29, 2026
- 8:11 pm
Breaking News : મજૂરની દીકરીએ Asian Games 2026માં જીત્યો મેડલ, પિતાએ એથલીટ બનાવવા લીધી હતી લોન
ભારતીય મહિલા હાઈ જમ્પ એથ્લીટ પૂજા સિંહે એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પૂજાના પિતા હંસરાજ દૈનિક મજૂર હતા અને એક સમયે પૂજાને ટુર્નામેન્ટમાં મોકલવા માટે તેમણે લોન લેવી પડતી હતી. હવે પૂજાએ પિતાના સંઘર્ષને સફળ બનાવતા એશિયન ગેમ્સમાં મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે.
- Smit Chauhan
- Updated on: Sep 29, 2026
- 7:07 pm
Breaking News: Asian Games 2026માં ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, દેશની દીકરીઓએ રચ્યો ઈતિહાસ
ભારતે 2026 એશિયન ગેમ્સમાં પોતાનો છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો. આ મેડલ મહિલાઓની 4x400 મીટર રિલે રેસમાં મળ્યો હતો. કિરણ, માચેતિરા પૂવમ્મા, પ્રાચી અને વિથ્યા રામરાજની ભારતીય ચોકડીએ મેડલ જીત્યો. ભારતે 3:29.69 મિનિટમાં દોડ પૂર્ણ કરી. આ ઇવેન્ટમાં બહેરીને સિલ્વર અને ચીને બ્રોન્ઝ મેડલ જીત્યો.
- Smit Chauhan
- Updated on: Sep 29, 2026
- 6:55 pm
Breaking News: ભારતના સ્ટાર એથલીટ ગુલવીર સિંહે Asian Games 2026માં રચ્યો ઈતિહાસ, સતત 3 મેડલ જીતી લગાવી હેટ્રિક
ભારતના સ્ટાર એથ્લેટ ગુલવીર સિંહે એશિયન ગેમ્સ 2026માં 3 મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. 10,000 મીટર અને 1500 મીટર દોડમાં સિલ્વર મેડલ જીત્યા બાદ ગુલવીર સિંહે હવે 5000 મીટર દોડમાં પણ મેડલ જીત્યો.
- Smit Chauhan
- Updated on: Sep 29, 2026
- 5:54 pm
Breaking News : નીરુ ઢાંડાએ ઈતિહાસ રચ્યો,Asian Games 2026માં ભારતે પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો
ભારતીય શૂટર નીરુ ઢાંડા ( Neeru Dhanda )એ મહિલા ટ્રેપ શૂટિંગ વ્યક્તિગત ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ ( gold medal ) જીત્યો છે. આ ભારતનો પાંચમો ગોલ્ડ મેડલ છે. આ પહેલા નીરુએ આ જ ઇવેન્ટમાં મહિલા ટીમ સિલ્વર મેડલ જીત્યો હતો.
- Nirupa Duva
- Updated on: Sep 29, 2026
- 11:30 am
Breaking News : Asian Games 2026માં શું મેચ રમ્યા વગર ટીમ ઈન્ડિયા ગોલ્ડ મેડલ જીતી જશે? જાણો કેવી રીતે
જાપાનમાં ચાલી રહેલી એશિયન ગેમ્સ (Asian Games )માં પુરુષોની ક્રિકેટ (Cricket ) નોકઆઉટ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હોવાથી, એવું લાગે છે કે ભારતીય ટીમ રમ્યા વિના પણ ગોલ્ડ મેડલ જીતશે. ચાલો જોઈએ કેવી રીતે.
- Nirupa Duva
- Updated on: Sep 29, 2026
- 10:57 am
Breaking News : એશિયન ગેમ્સની સેમિફાઇનલમાં ટીમ ઇન્ડિયા કોનો સામનો કરશે? ગોલ્ડ મેડલ હવે ફક્ત બે ડગલાં દૂર
એશિયન ગેમ્સ 2026ની સેમિફાઈનલમાં ટીમ ઈન્ડિયાનો સામનો શ્રીલંકા સામે થશે. શ્રીલંકા અને નેપાળ વચ્ચે રમાનાર ત્રીજી ક્વાર્ટર ફાઈનલ પણ વરસાદના કારણે રદ થઈ છે. આઈસીસી રેન્કિંગના આધાર પર શ્રીલંકાની ટીમ સેમિફાઈનલમાં પહોંચી છે.
- Nirupa Duva
- Updated on: Sep 29, 2026
- 9:07 am
Breaking News : Asian Games 2026માં શૂટિંગમાં મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો
2026 એશિયન ગેમ્સમાં શૂટિંગમાં ભારતે વધુ એક સિલ્વર મેડલ જીત્યો છે. આ વખતે, મહિલા ટ્રેપ ટીમે સિલ્વર મેડલ જીત્યો. નીરુ, મનીષા અને આસિમાની ત્રિપુટીએ 328 ના સ્કોર સાથે સિલ્વર મેડલ જીત્યો.
- Nirupa Duva
- Updated on: Sep 29, 2026
- 9:06 am
Breaking News : Asian Gamesમાં ભારત 10મા દિવસે મેડલનો ઢગલો કરશે? આખું શેડ્યુલ જુઓ
એશિયન ગેમ્સ (Asian Games)ના 10મા દિવસે ઘણા ભારતીય ખેલાડીઓ રમતમાં ભાગ લેશે. 29 સપ્ટેમ્બરનું સંપૂર્ણ શેડ્યુલ જુઓ.10મા દિવસે ભારતની સૌથી વધુ આશા બોક્સરો અને ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લેટ્સ પાસેથી રહેશે,
- Nirupa Duva
- Updated on: Sep 29, 2026
- 8:29 am