Cooler Tips : જૂનું કુલર નથી આપતુ ઠંડી હવા? તો કરી લો બસ આટલુ કામ, ગરમીમાં પણ રહેશો Cool
ઉનાળામાં ઘણા લોકો પોતાના ઘરમાં કુલર ચલાવવાનું પસંદ કરે છે. પરંતુ ક્યારેક તેમાંથી આવતી ગરમ હવા આપણને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં, તમે તમારી કેટલીક ટ્રીકની મદદથી કૂલરની હવાને જાતે જ ઠંડી કરી શકો છો.

ઉનાળો ચરમસીમાએ છે. દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. આવી સ્થિતિમાં, જો તમારી પાસે નવું કુલર ખરીદવા માટે પૈસા નથી, અને જૂનું કુલર ઠંડી હવા નથી આપતુ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અહીં અમે તમને જૂના કુલરને ફરી નવા જેવી ઠંડી હવા આપે તે માટે કેટલીક ટિપ્સ આપવા જઈ રહ્યા છીએ જે તમને AC જેવી ઠંડી હવા આપીને ગરમીથી રાહત આપશે.

અમે તમને અહીં જણાવી રહ્યા છીએ તે કૂલરની જાળવણીની ટિપ્સ ફોલો કરીને, તમે કૂલરને AC જેવો બનાવશો. આ ઉપરાંત તમારો ખર્ચ પણ ઘણો ઓછો થશે. તો ચાલો જાણીએ કે જૂના કૂલરને કેવી રીતે જાળવી શકાય અને તેને નવા એર કંડિશનરની જેમ કેવી રીતે બનાવી શકાય.

જૂના કૂલરને પેઇન્ટ કરો : જુના કુલરને સાફ કરીને રંગવા જોઈએ. આનાથી કૂલરની બોડી તો મજબુત બનશે જ પરંતુ કૂલરમાં રહેલી ગંદકી અને બેક્ટેરિયા પણ ખતમ થશે. આ સાથે, તમારે કૂલર પેડ પરનું ઘાસ પણ બદલવું જોઈએ. કારણ કે કૂલરમાં જૂના ઘાસની દુર્ગંધ આવવાની શક્યતા વધુ છે.

કુલર પંખાની સર્વિસ કરાવો : કુલર શરૂ કરતા પહેલા, તેના પંખાની સર્વિસ કરાવો. કારણ કે ઘણી વખત યોગ્ય જાળવણીના અભાવે પંખાની મોટર જામ થઈ જાય છે. જો તમે જામ થયેલી મોટરને વીજળીથી ચલાવવાનો પ્રયાસ કરશો, તો તે ફૂંકાવાની શક્યતા વધી જશે. તેથી, કુલરને સાફ કર્યા પછી, પંખાની સર્વિસ કરાવો.

સમય સમય પર કુલરને સાફ કરો : કુલરનો પંખો બાર તરફ હવા ફેંકે છે. આ કારણોસર, તમે કૂલરમાંથી પાણીના હળવા ટીપાં નીકળતા જોયા અથવા અનુભવ્યા હશે. જો તમે કૂલરના પંખા પર ધ્યાન આપશો, તો તમે જોશો કે કુલર પંખાની બ્લેડ તીક્ષ્ણ છે અને બહારની તરફ સહેજ વળેલી છે. જ્યારે આ તીક્ષ્ણ બ્લેડ પર ગંદકી એકઠી થાય છે, ત્યારે હવા ગરમ થવા લાગે છે. આવી સ્થિતિમાં, કૂલરના પંખાને સમયાંતરે સાફ કરો.

આ પણ ધ્યાન રાખો : જો કૂલરની ટાંકી ક્યાંકથી લીક થઈ રહી છે, તો ત્યાં એમ-સીલ લગાવો. જેના કારણે કુલરની ટાંકીમાંથી નીકળતું પાણી બંધ થઈ જશે. આ સાથે, કૂલરને પાણી સપ્લાય કરતા સબમર્સિબલ પંપને પણ તપાસો. જો તે યોગ્ય રીતે કામ ન કરતું હોય તો બજારમાંથી નવો સબમર્સિબલ પંપ ખરીદો અને તેને કૂલરમાં ફીટ કરો. આ બધા કામ કર્યા પછી, કબાટમાં પડેલું તમારું કુલર નવું તો હશે જ પરંતુ એસી જેવી ઠંડી હવા પણ આપશે.

































































