રિયલ લાઈફ ઓફિસરોને પણ નથી મળતી એટલી ‘ફી’ એક એપિસોડ માટે લેતા હતા CIDના કલાકાર, જાણો અહીં
1998માં શરુ થયેલ શો 2018માં પુરો થયો હતો.બાળકોથી લઈને પુખ્ત વયના દરેક દર્શકો આ શોના ફેન હતા. તે સમયનો ક્રાઈમ શો કોઈ સૌથી પોપ્યુલર અને લાંબા સમય સુધી ચાલ્યો હોય તો કે CIDના શો હતા. શોના દરેક પાત્રને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. આ શો ભારતીયો માટે થ્રિલર અને ક્રાઈમ શો તરફનું પ્રથમ પગલું હતું. ત્યારે આજે CIDના ફેમ દિનેશ ફડનીસના નિધન બાદ ફરી આ શોની ચર્ચા થઈ રહી છે.

ટીવીનો પોપ્યુલર શો CIDએ લગભગ 22 વર્ષ સુધી લોકોનું મનોરંજન કર્યુ હતુ. 1998માં શરુ થયેલ શો 2018માં પુરો થયો હતો.બાળકોથી લઈને પુખ્ત વયના દરેક દર્શકો આ શોના ફેન હતા. તે સમયનો ક્રાઈમ શો કોઈ સૌથી પોપ્યુલર અને લાંબા સમય સુધી ચાલ્યો હોય તો કે CIDના શો હતા. શોના દરેક પાત્રને લોકોનો ઘણો પ્રેમ મળ્યો. આ શો ભારતીયો માટે થ્રિલર અને ક્રાઈમ શો તરફનું પ્રથમ પગલું હતું. ત્યારે આજે CIDના ફેમ દિનેશ ફડનીસના નિધન બાદ ફરી આ શોની ચર્ચા થઈ રહી છે. (ફોટો ક્રેડિટ- શોસિયલ મીડિયા)

ટેલિવિઝન કે ફિલ્મોમાં પર જ્યારે કોઈ સિરિયલ કે ફિલ્મ આવે છે ત્યારે તેના મુખ્ય કલાકારોને જ ઓળખ મળે છે, પરંતુ આ ટેલીવીઝનના આ CID શોમાં એવું નથી. કારણ કે આ ક્રાઈમ શોના દરેક પાત્રને દરેક ઘરમાં એક અલગ ઓળખ મળી હતી જે આજે પણ લોકોને યાદ છે. ત્યારે બાળકો આજે પણ રમતા રમતા બોલે છે દયા દરવાજા તોડ દો. જોકે આ શોમાં લાંબો સમય સુધી ચાલ્યો હતો જેમાં ACP પ્રદ્યુમન, દયા, અભિજીત, ડૉ. સાલુંકેથી શરૂ કરીને દરેક પાત્ર દરેક ઘરમાં ફેમસ છે.ત્યારે આ દરેક એક્ટર શો માટે કેટલી ફી લેતા હતા ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ- શોસિયલ મીડિયા)

એસીપી પ્રદ્યુમન : એસીપી પ્રદ્યુમનની ભૂમિકા ભજવતા અભિનેતા શિવાજી સાટમ તે શો પહેલા અને બાદમાં પણ એનેક ટેલિવિઝન શો અને ફિલ્મોનો કામ કરી ચૂક્યા છે. પરંતુ એસીપી પ્રદ્યુમ્ન બનીને તેમણે દરેક ઘરમાં ઓળખ મેળવી હતી તે શોમાં મુખ્ય પાત્રમાં હતા. અભિનેતા શિવાજી સાટમ એક એપિસોડ દીઠ 1 લાખ રૂપિયા લેતો હતો. (ફોટો ક્રેડિટ- શોસિયલ મીડિયા)

દયા : દયાનું પાત્ર ભજવનાર એક્ટરનું સાચું નામ દયાનંદ શેટ્ટી છે. પરંતુ તે દરેક ઘરમાં દયાના નામથી પ્રખ્યાત છે. દયાએ CIDમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવી હતી. દયા તેની હાઈડ અને બોડીના કારણે દરેક શોમાં દરવાજો તોડતો જોવા મળ્યો હતો. દયાએ રોહિત શેટ્ટીની ફિલ્મ સિંઘમ 2માં પણ દયાની ભૂમિકા ભજવી છે. દરવાજો તોડવામાં નિષ્ણાત ઈન્સ્પેક્ટર દયા એક એપિસોડ માટે લગભગ 80 હજારથી 1 લાખ રૂપિયા ચાર્જ લેતા હતા. (ફોટો ક્રેડિટ- શોસિયલ મીડિયા)

અભિજીત : ACP પ્રદ્યુમન પછી આ શોમાં જો કોઈ સૌથી બુદ્ધિશાળી પાત્ર હતું તો તે અભિજીતનું હતું. આ શોમાં આદિત્ય શ્રીવાસ્તવે ઈન્સ્પેક્ટર અભિજીતની ભૂમિકા ભજવી હતી. આદિત્ય શ્રીવાસ્તવ એક ટેલિવિઝન, ફિલ્મ અને થિયેટર કલાકાર છે. તેણે બ્લેક ફ્રાઈડે, સત્ય, ગુલાલ અને લક્ષ્ય સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. અભિજીત ઉર્ફે આદિત્ય સીઆઈડી માટે લગભગ 80 હજારથી 1 લાખ રૂપિયા પ્રતિ એપિસોડ લીધા હતા. (ફોટો ક્રેડિટ- શોસિયલ મીડિયા)

ડો તારિકા : આજે દરેક વ્યક્તિ શ્રદ્ધા મસુલેને જાણે છે, જેણે આ શોમાં ડૉ. તારિકા, ડૉ. સાલુંકેના સહાયકની ભૂમિકા ભજવી હતી. શ્રદ્ધા મસુલે વ્યવસાયે મોડલ હોવાની સાથે સાથે ટેલિવિઝન એક્ટ્રેસ પણ છે. તેમણે CIDમાં સહાયક ભૂમિકા ભજવી હતી. શ્રદ્ધા મસુલે એક એપિસોડ માટે 40 હજાર ચાર્જ કરતી હતી. (ફોટો ક્રેડિટ- શોસિયલ મીડિયા)

ડૉ. સાલુંકે : ડૉ. સાલુંકે એક એવું પાત્ર છે જેનું મગજ CIDમાં ACP પ્રદ્યુમન કરતા વધુ ઝડપી દોડતુ હતુ. શોમાં તે માત્ર ડૉક્ટર જ નહીં પણ તે એસીપી પ્રદ્યુમનના મિત્ર પણ હતા, જે ઘણીવાર શોમાં એકબીજાને ચીડવતા જોવા મળ્યા હતા. જેમનું નામ નરેન્દ્ર ગુપ્તાએ છે તેમણે પણ એક એપિસોડ માટે 40 હજાર રૂપિયા ફી લીધી હતી. (ફોટો ક્રેડિટ- શોસિયલ મીડિયા)

ફ્રેડરિક્સ : ફ્રેડરિક્સે શોમાં પોતાની કોમેડીથી બધાનું ઘણું મનોરંજન કર્યુ. ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર દિનેશ ફડનીસ આ શોમાં ખૂબ જ કન્ફ્યુઝ દેખાતા હતા. તમને જણાવી દઈએ કે ટેલિવિઝન સિવાય દિનેશે આમિર ખાનની ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આમિરની ફિલ્મો સરફરોશ અને મેલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ફ્રેડરિક્સ એક એપિસોડ માટે 70-80 હજાર રૂપિયા ચાર્જ કરતા હતા. તમને જણાવી દઈએ કે આ અભિનેતાનું મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે મોત થયું છે. (ફોટો ક્રેડિટ- શોસિયલ મીડિયા)
