શ્વેતા તિવારીએ થીમ પાર્કમાં ઉજવ્યો તેના પુત્રનો બર્થડે, પૂલમાં મસ્તી કરતી મળી જોવા
TV9 GUJARATI | Edited By: Nancy Nayak
Updated on: Dec 01, 2022 | 11:32 PM
હાલમાં શ્વેતા તિવારીએ (Shweta Tiwari) તેના પુત્ર રેયાંશનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. એક્ટ્રેસે આ ખાસ દિવસને ખૂબ જ અલગ સ્ટાઈલમાં સેલિબ્રેટ કરીને તેના પુત્રને સરપ્રાઈઝ આપી છે.
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી તેના જબરદસ્ત લુક્સની સાથે સાથે તેના પર્સનલ લાઈફને લઈને પણ સતત ચર્ચામાં રહે છે. તેની લેટેસ્ટ તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. (Photo : Shweta Tiwari Instagram)
1 / 7
શ્વેતા તિવારીએ પુત્ર રેયાંશનો જન્મદિવસ ધામધૂમથી સેલિબ્રેટ કર્યો છે. જેની તસવીરો તેને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પણ શેયર કરી છે. (Photo : Shweta Tiwari Instagram)
2 / 7
રેયાંશનો છઠ્ઠો બર્થડે છે, જે તેની મમ્મીએ એમ્યુઝમેન્ટ પાર્ક ઈમેજિકા વર્લ્ડમાં સેલિબ્રેટ કર્યો હતો. ફેન્સ સેલિબ્રેશનની તસવીરો પર સતત કોમેન્ટ કરી રહ્યા છે. (Photo : Shweta Tiwari Instagram)
3 / 7
શ્વેતા તિવારીએ તેના પુત્ર સાથે બર્થડે સેલિબ્રેશનની આ તસવીરો શેયર કરી અને તેને બેસ્ટ હોલિસ્ટે ગણાવી છે. તસવીરમાં શ્વેતા તેના પુત્ર સાથે થીમ પાર્કમાં એન્જોય કરતી જોવા મળે છે. (Photo : Shweta Tiwari Instagram)
4 / 7
કેમેરાની સામે શ્વેતા અને તેનો પુત્ર મોમેન્ટને એન્જોય કરતા જોવા મળે છે. ક્યાંક બંને કારમાં સેલ્ફી લેતા જોવા મળ્યા તો ક્યાંક તસવીરમાં બંને વોટર પાર્કમાં મસ્તી કરતા જોવા મળ્યા. (Photo : Shweta Tiwari Instagram)
5 / 7
વાયરલ થઈ રહેલી તસવીરોને જોઈને સ્પષ્ટ થાય છે કે શ્વેતા તિવારીએ પોતાના પુત્રનો બર્થડે ખૂબ જ ખાસ અને અલગ અંદાજમાં સેલિબ્રેટ કરવાનો પ્લાન બનાવ્યો હતો, જે પૂરો પણ થઈ ગયો છે. (Photo : Shweta Tiwari Instagram)
6 / 7
તસવીરોમાં બર્થડે બોય રેયાંશની ખુશી જોવા મળી રહી છે. રેયાંશ શ્વેતા તિવારીના બીજા પતિ અભિનવ કોહલીનો પુત્ર છે. વર્ષ 2013માં શ્વેતા અને અભિનવે લગ્ન કર્યા હતા. (Photo : Shweta Tiwari Instagram)