રણદીપ હુડ્ડા 10 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે કરશે લગ્ન, જાણો ક્યારે અને ક્યાં લેશે સાત ફેરા
આખરે રણદીપ હુડ્ડાએ પોતાના લગ્નની તારીખ કન્ફર્મ કરી છે. તેણે જાહેરાત કરી છે કે તે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે કયા દિવસે લગ્ન કરશે. અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર લીન લેશરામ સાથે તેના લગ્નની તારીખ જાહેર કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી રણદીપ હુડ્ડાના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

આખરે રણદીપ હુડ્ડાએ પોતાના લગ્નની તારીખ કન્ફર્મ કરી છે. તેણે જાહેરાત કરી છે કે તે તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે કયા દિવસે લગ્ન કરશે.

અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર લીન લેશરામ સાથે તેના લગ્નની તારીખ જાહેર કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી રણદીપ હુડ્ડાના લગ્નને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

રણદીપ હુડ્ડા તેની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે 29 નવેમ્બરે મણિપુરના ઈમ્ફાલમાં લગ્ન કરશે. રણદીપ હુડ્ડા અને લીન લેશરામ લગ્નમાં મણિપુરના પરંપરાગત વસ્ત્રો પહેરશે.

રણદીપ હુડ્ડા અને લિનના લગ્નમાં પરિવાર ઉપરાંત નજીકના મિત્રો અને સંબંધીઓ જ હાજરી આપશે. આ લગ્નમાં મેનુમાં મણિપુરી લોકગીતો અને પરંપરાગત ભોજન પીરસવામાં આવશે.

લગ્ન બાદ મુંબઈમાં ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શન થશે, જેમાં બોલિવૂડની ઘણી હસ્તીઓ હાજરી આપશે. રણદીપ હુડ્ડાની ગર્લફ્રેન્ડ લીન લેશરામ તેનાથી 10 વર્ષ નાની છે. (Image - Instagram)
