સોચ લો, બાત ખતમ કરની હૈ..યા કહાની શુરુ ! અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર બની છે બોલિવુડની આ ફિલ્મો
1993 મુંબઈ બ્લાસ્ટમાં દાઉદનો હાથ હતો. જોકે આ સાથે ડ્રગ્સ, સ્મગલિંગ , મર્ડર કરનાર આ ડોનનો દુનિયા ભરમાં ખોફ છે. જોકે દાઉદનો આ ખુંખાર અંદાજ માત્ર રિયલ લાઈફમાં જ નહી પણ બોલિવુડમાં પણ જોવા મળ્યો છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર બોલિવુડની અનેક ફિલ્મો બની છે. જેમાં ઘણા કલાકારોએ પડદા પર તેની ભૂમિકા ભજવી છે.

1993ના મુંબઈ બ્લાસ્ટનો આરોપી અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને પાકિસ્તાનમાં ઝેર આપવામાં આવ્યુ છે. ત્યારે હાલ હોસ્પિટલમાં તે ગંભિર હાલતમાં છે. સૌથી મહત્વની વાત એ છે કે આ અંડરવર્લ્ડ ડોનને આખી દુનિયા જાણે છે. 1993 મુંબઈ બ્લાસ્ટમાં દાઉદનો હાથ હતો. જોકે આ સાથે ડ્રગ્સ, સ્મગલિંગ , મર્ડર કરનાર આ ડોનનો દુનિયા ભરમાં ખોફ છે. જોકે દાઉદનો આ ખુંખાર અંદાજ માત્ર રિયલ લાઈફમાં જ નહી પણ બોલિવુડમાં પણ જોવા મળ્યો છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર બોલિવુડની અનેક ફિલ્મો બની છે. જેમાં ઘણા કલાકારોએ પડદા પર તેની ભૂમિકા ભજવી છે.

બ્લેક ફ્રાઈડે : ફિલ્મમેકર અનુરાગ કશ્યપે આ ફિલ્મ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ પર આધારિત બનાવી હતી. આ ફિલ્મમાં દાઉદનું પાત્ર ભજવનાર એક્ટર વિજય મૌર્યએ પણ ખૂબ જ હિંમતભર્યું કામ કર્યું હતું. જેમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો અસલી ગેટઅપ બતાવવામાં આવ્યો હતો.

શૂટઆઉટ એટ વડાલા : 2013માં બનેલી ફિલ્મ 'શૂટઆઉટ એટ વડાલા' પણ દાઉદ પર આધારિત હતી. આ ફિલ્મમાં 'સોનુ સૂદ' દાઉદના રોલમાં જોવા મળ્યો હતો. મનોજ બાજપેયી દાઉદના મોટા ભાઈ શબ્બીના રોલમાં હતા.

'કંપની' : 2002માં આવેલી અજય દેવગનની ફિલ્મ કંપની પણ દાઉદ પર બનેલી ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ રામ ગોપાલ વર્મા દ્વારા બનાવવામાં આવી હતી.

'ડી': 2005માં બનેલી આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા દાઉદ ઈબ્રાહિમની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મનું નિર્માણ પણ રામ ગોપાલ વર્માએ કર્યું હતું. આ ફિલ્મની પણ ખૂબ ચર્ચા થઈ હતી.

'ડી ડે' : 2013માં આવેલી ફિલ્મ 'ડી ડે'માં ઋષિ કપૂરે દાઉદનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મમેકર નિખિલ અડવાણીની આ ફિલ્મને પણ ઘણી પસંદ કરવામાં આવી હતી.

'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ' : 2010માં દાઉદનુ પાત્ર ફરી 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ'માં જોવા મળી હતી. ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ'નું નિર્દેશન મિલન લુથરિયા દ્વારા કરવામાં આવ્યું હતું અને એકતા કપૂર દ્વારા નિર્મિત કરવામાં આવી હતી.

'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ અગેઇન' : ફિલ્મ 'વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ અગેન' પણ દાઉદ પર બનેલી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ પણ 2013માં બની હતી. જેમાં અક્ષય કુમારે દાઉદનો રોલ કર્યો હતો.

હસીના પારકર : આ ફિલ્મ 2017 માં, શ્રદ્ધા કપૂરે માફિયા ડોન હસીના પારકરની ભૂમિકા ભજવી હતી. હસીના દાઉદ ઈબ્રાહિમની બહેન હતી.જેમાં દાઉદ અને તેની બહેનની સ્ટોરી બતાવામાં આવી છે.
