કાનુની સવાલ : 2 વખત લગ્ન કર્યા, બાળક નથી, 42 વર્ષની ઉંમરમાં અભિનેત્રીનું નિધન થયુ, તો હવે સંપત્તિનો વારસદાર કોણ ?
બોલિવૂડ અભિનેત્રી શેફાલી જરીવાલા હવે આપણી વચ્ચે નથી. તે કરોડોની સંપત્તિ છોડી ચાલી ગઈ છે. તેને કોઈ સંતાન નથી, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે તેની મિલકતનો વારસદાર કોણ બનશે?

42 વર્ષીય શેફાલી જરીવાલાએ કરોડોની સંપત્તિ છોડી દુનિયાને અલવિદા કહ્યું છે. તેમને કોઈ સંતાન નથી, તેથી પ્રશ્ન એ ઊભો થાય છે કે તેમના ખાતામાં પડેલા કરોડો રૂપિયાનો વારસદાર કોણ હશે? શું કહે છે કાયદાઓ ચાલો વિસ્તારથી જાણીએ.

ફેમસ અભિનેત્રી શેફાલી જરીવાલાનું 27 જૂન 2025ના રોજ નિધન થયું છે. 42 વર્ષની અભિનેત્રીના મોતની ચારેબાજુ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે હવે તેના બેકઅકાઉન્ટમાં રહેલા કરોડો રુપિયા વિશે પણ ચર્ચા થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, શેફાલી જરીવાલાએ 2 લગ્ન કર્યા હતા. તેના બીજા લગ્ન પરાગ ત્યાગી સાથે કર્યા હતા. શેફાલી વર્માને કોઈ બાળક નથી. મીડિયા રિપોર્ટ મુજબ શેફાલી એખ શોમાટે લાખોમાં ચાર્જ લેતી હતી. તેની કુલ નેટવર્થ અંદાજે 8.5 કરોડ રુપિયા હતી.

એવું કહેવાય છે કે, ફક્ત સોશિયલ મીડિયાથી જ તેમની માસિક આવક લાખોમાં હતી, અને વાર્ષિક આ રકમ કરોડોમાં પહોંચી ગઈ છે. તેના અચાનક મૃત્યું બાદ તેના બેન્ક બેલેન્સ અને તેના વારસદારને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે.

આ સંપત્તિનો વારસદાર ત્યાગી રહી શકે છે , કારણ કે, તેના પહેલા લગ્નથી તેનો કોઈ બાળક ન હતુ.છૂટાછેડા પછી કોઈ કનેક્શન નહોતું, તેથી કાયદેસર રીતે પતિને મિલકત વારસામાં મળવાની શક્યતા વધુ છે.

નિયમ મુજબ, પત્નીના મૃત્યુ પછી, તેની મિલકત તેના પતિ, બાળકો અને માતાપિતાને વારસામાં મળે છે. જો કોઈ વારસદાર ન હોય, તો મિલકત પતિના વારસદારો અથવા માતાપિતાને આપવામાં આવશે.

જો મિલકત પિતા કે માતા પાસેથી વારસામાં મળી હોય, તો તે મિલકત ફરીથી પિતા કે માતાના વારસદારોને પાછી મળી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Symbolic ,canva/insta)
કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે અહીં ક્લિક કરો.

































































