આ વર્ષે બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે સાત ફેરા લેશે રકુલ પ્રીત સિંહ? જુઓ ફોટો
રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ટુંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની વર્ષ 2024માં લગ્ન કરવા જઈ રહ્યા છે. રકુલ પ્રીતના લગ્ન સ્થળનો પણ ખુલાસો થયો છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, રકુલ અને જેકી ફેબ્રુઆરીમાં ગોવામાં લગ્ન કરી રહ્યા છે.હાલમાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની બેંગકોકમાં સાથે રજાઓ માણી રહ્યા છે.

વર્ષ 2024 શરુ થતાં જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક લગ્નના સમાચાર સામે આવ્યા છે. વધુ એક સેલિબ્રિટી લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. એવા અહેવાલ છે કે, રકુલ પ્રીત સિંહ વર્ષ 2024માં જેકી ભગનાની સાથે લગ્ન કરશે.

જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહના લગ્નનનું વેડિંગ વેન્યુ અને લગ્નની તારીખનો પણ ખુલાસો થઈ ચૂક્યો છે. રકુલ પ્રીત સિંહ હાલમાં ન્યુયર 2024 સેલિબ્રેશનમાં વ્યસ્ત છે.અભિનેત્રી તેના પરિવાર અને મિત્રો સાથે વિદેશમાં રજાઓ ગાળી રહી છે. રકુલ પ્રીતે તેના નવા વર્ષ 2024 વેકેશનના ફોટા પણ શેર કર્યા છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના અનુસાર રકુલ પ્રીત સિંહ બોયફ્રેન્ડ જેકી ભગનાની સાથે લગ્ન કરશે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ફ્રેબુઆરીમાં લગ્ન કરશે. રકુલ અને જેકી 22 ફ્રેબુઆરીના રોજ ગોવામાં લગ્ન કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે, જેકી ભગનાનીએ રકુલ પ્રીત સિંહના જન્મદિવસ પર ઈન્સ્ટાગ્રામ પર એક રોમેન્ટિક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ હાથ પકડેલા જોવા મળ્યા હતા.જોકે જેકી ભગનાની અને રકુલ પ્રીત સિંહ તરફથી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
