Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Border 2 Announcement : 27 વર્ષ પછી દેશને સલામ કરવા પરત ફરી રહ્યા છે ‘મેજર કુલદીપ’, સની દેઓલ ગદર 2ની જેમ મચાવશે ધમાલ?

Border 2 Announcement : સની દેઓલની ફિલ્મ બોર્ડર 2ની ઓફિશિયલી જાહેરાત કરવામાં આવી છે. 1997માં રિલીઝ થયેલી બોર્ડરની 27 વર્ષ બાદ તેની સિક્વલ બનવા જઈ રહી છે.

| Updated on: Jun 13, 2024 | 1:28 PM
Border 2 Announcement : 1997માં રીલિઝ થયેલી સની દેઓલની ફિલ્મ બોર્ડરની સિક્વલ બોર્ડર 2ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આખરે બોર્ડરની સિક્વલ બોર્ડર 2ની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી છે. આ ફિલ્મની સિક્વલથી સની દેઓલ ફરી કમબેક કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બોર્ડરની સિક્વલ રિલીઝના 27 વર્ષ પછી આવવા જઈ રહી છે. બોર્ડર 2માં સની દેઓલ ફરી એકવાર પાકિસ્તાન સાથે ટક્કર આપતા જોવા મળશે. જ્યારથી આ ફિલ્મની ઘોષણા થઈ છે ત્યારથી જ ફેન્સ દ્વારા કમેન્ટ્સ આવવા લાગી છે.

1 / 5
વોર એક્શન ફિલ્મ બોર્ડર 2 ની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવી છે. સની દેઓલે પોતાના દમદાર અવાજથી ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ખાસ વાત એ છે કે ફિલ્મ બોર્ડર 13 જૂન 1997ના રોજ રીલિઝ થઈ હતી અને બરાબર 27 વર્ષ પછી બોર્ડર 2 ની જાહેરાત 13 જૂનના રોજ કરવામાં આવી છે. સની દેઓલે પોતે પણ આ ફિલ્મની જાહેરાતનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

2 / 5
બોર્ડર 2ના આ વીડિયોમાં કોઈ વિઝ્યુઅલ નથી, બેકગ્રાઉન્ડમાંથી માત્ર સની દેઓલનો અવાજ આવી રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે, '27 વર્ષ પહેલા એક સૈનિકે વચન આપ્યું હતું કે તે પાછો આવશે. આ જ વચનને પૂર્ણ કરવા તેઓ ફરીથી ભારતની ધરતીને સલામ કરવા આવી રહ્યા છે. આ પછી ફિલ્મ બોર્ડરનું ગીત સંદેશ આતે હૈં બેકગ્રાઉન્ડમાં વાગે છે.

3 / 5
તમને જણાવી દઈએ કે બોર્ડર 2 ના ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ ફિલ્મને અનુરાગ સિંહ ડાયરેક્ટ કરવા જઈ રહ્યા છે. બોર્ડર 2માં અનુ મલિક અને મિથુનનું સંગીત હશે. જાવેદ અખ્તર ફિલ્મના ગીતોના લિરિક્સ લખી રહ્યા છે અને તેને સોનુ નિગમ દ્વારા ગાવામાં આવશે. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.

4 / 5
તાજેતરમાં બોર્ડર 2 ની સ્ટાર કાસ્ટ વિશે એવા અહેવાલો આવ્યા હતા કે, આયુષ્માન ખુરાના પણ આ ફિલ્મમાં મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી શકે છે. રિપોર્ટ્સનું માનીએ તો બોર્ડર 2નું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ થઈ શકે છે. ટીમ ઘણા સમયથી આ ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. તમને જણાવી દઈએ કે સની દેઓલની ગદર 2 ગયા વર્ષે રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">