Bigg Boss OTT: પ્રેમ, બલિદાન, અને આંસુથી ભરેલું રહ્યું નોમિનેશન, જાણો વિગત અને જુઓ ઇમોશનલ તસ્વીરો
સોમવારેબિગ બોસ ઓટીટીના (Bigg Boss OTT) ઘરમાં તમામ સ્પર્ધકોને દિવસભર ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. આ રિયાલિટી શોમાં ઘણા ટ્વિસ્ટ એન્ડ ટર્ન પણ જોવા મળ્યા હતા.

ઓવર-ધ-ટોપ સંડે વોર પછી, બિગ બોસ ઓટીટીના ઘરમાં ઓવર-ધ-ટોપ ડ્રામા થયો હતો. આ સોમવારે દરેકના દિવસની શરૂઆત સ્પર્ધકોની સજાથી થઈ હતી. બિગ બોસે જાહેરાત કરી હતી કે સ્પર્ધકોને એક દિવસ માટે માત્ર 2 કલાક જિમ અને ગેસનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે.

બિગ બોસે બઝર ટાસ્ક દ્વારા સ્પર્ધકોને હાલના જોડાણને તોડીને ફરીથી નવા જોડાણો કરવાની તક આપવામાં આવી હતી.

બિગ બોસે દિવ્યા અગ્રવાલને કહ્યું કે નોમિનેશન ટાળવા માટે, ઘરની છોકરી અને છોકરાઓમાંથી કોઈ એક સાથે જોડાણ કરવું પડશે. દિવ્યાએ પ્રયત્ન કર્યો પણ તેના પ્રયત્નો સફળ ન થઈ શક્યા. જોડાણના અભાવને કારણે, બિગ બોસે દિવ્યાને ડાયરેક્ટ એલિમિનેશન માટે નોમિનેટ કરી હતી.

બાકીના સ્પર્ધકો માટે બિગ બોસ દ્વારા ખૂબ જ રસપ્રદ નોમિનેશન ટાસ્ક આપવામાં આવ્યું હતું. દરેક જોડીની સામે તેમના પરિવારના સભ્યોના પત્રો મૂકવામાં આવ્યા હતા અને તેમાંથી કોઈ એકને પરસ્પર સંમતિથી નોમીનેટ થઈ રહેલા પાર્ટનરને સુરક્ષિત કરવાની તક આપવામાં આવી હતી.

આ પ્રક્રિયામાં, નામાંકિત સ્પર્ધકોએ તેમના પત્રો ફાડીને ડસ્ટબીનમાં ફેંકવા પડ્યા. નિશાંત અને મૂસમાંથી, મૂસ સુરક્ષિત અને નિશાંત એલિમિનેશન માટે નોમિનેટ થયો.

જ્યારે મિલિંદ અને અક્ષરા બંનેએ એકસાથે પત્ર ફાડીને નોમિનેટ થવાનું નક્કી કર્યું ત્યારે શમિતાએ તેનો પત્ર ફાડી નાંખ્યો અને રાકેશને નોમિનેશનથી બચાવ્યો.