Breaking News : ચીને ચૂપચાપ ભરી કાઢ્યું મોટું પગલું ! વૈશ્વિક બજારમાં ખળભળાટ, સોનું મોંઘું થશે અને શેરબજારમાં ઘટાડાનો ભય
હાલની તારીખમાં ચીને એક એવું પગલું ભર્યું છે કે, જે આગામી દિવસોમાં વૈશ્વિક બજારની દિશા બદલી શકે છે. ખાસ વાત એ છે કે, આની અસર સીધી ગોલ્ડ અને શેરબજાર પર પડી શકે છે.

ચીનની સેન્ટ્રલ બેંક PBOC એ બજારમાંથી રૂપિયા ઉપાડવા માટે એક મોટું પગલું ભર્યું છે. 24 નવેમ્બરના રોજ, બેંક આશરે 120 અબજ યુઆનની 28 દિવસની Cash Deposit Scheme શરૂ કરી રહી છે.

સરળ શબ્દોમાં કહીએ તો, ચીન થોડા સમય માટે તેની સિસ્ટમમાં લિકવિડિટી એટલે કે ફરતી રોકડ ઘટાડવાની તૈયારી કરી રહ્યું છે. આ પગલાની સીધી અસર વૈશ્વિક બજારો પર પડશે. આ બધા વચ્ચે જ્યારે કોઈ મુખ્ય અર્થતંત્રમાં અનિશ્ચિતતા વધે છે, ત્યારે લોકો રોકાણ માટે સોના તરફ વળે છે.

ચીનના આ પગલાથી બજારમાં ઉપલબ્ધ રોકડનું પ્રમાણ ઘટશે. હવે જો આપણે સરળ ભાષામાં સમજીએ તો, આ પગલું બજારમાં ઉપલબ્ધ રોકડ રકમ ઘટાડવા જઈ રહ્યું છે. આને અર્થશાસ્ત્રની ભાષામાં લિકવિડિટીને કડક બનાવવી કહેવામાં આવે છે.

લિકવિડિટી ટાઈટમાં જ્યારે કોઈ દેશ આવી યોજના રજૂ કરે છે, ત્યારે તે ચોક્કસ સમયગાળા માટે બજારમાંથી ફંડ પાછું ખેંચી લે છે. ટૂંકમાં કહીએ તો, બજારમાં ફરતા નાણાંનું પ્રમાણ થોડું ઘટી જશે. આનો સીધો અર્થ એ છે કે, ખર્ચ અને રોકાણ બંને પર બ્રેક વાગી શકે છે. આવી પરિસ્થિતિમાં લોકો સમજદારીપૂર્વક રોકાણ કરશે. બીજીબાજુ નવા રોકાણમાં અવરોધ આવી શકે છે અને કંપનીઓ પણ સાવધ રહેશે.

હવે આ પગલાંની અસર શેરબજાર પર પણ જોવા મળશે. જો બજારમાં ઓછા રૂપિયા હશે, તો બજારમાં વધુ હલચલ થઈ શકે છે. ઘણી વખત એવું પણ બને છે કે, રોકાણકારો અસ્થિર વાતાવરણ જોઈને રોકાણ માટે સલામત વિકલ્પ શોધવાનું શરૂ કરે છે. આવી સ્થિતિમાં, વિશ્વભરના રોકાણકારો માટે પહેલી પસંદગી 'સોનું' છે.

સોનાને હંમેશા સલામત રોકાણ માનવામાં આવે છે, કારણ કે તેમાં ઓછું જોખમ રહેલું છે. વધુમાં લાંબાગાળે તેની કિંમત સ્થિર રહે છે. સોનું આર્થિક ઉતાર-ચઢાવમાં સોનું નુકસાનથી બચાવે છે. ચીનની આ કાર્યવાહી એ પણ સંકેત આપે છે કે, આગામી દિવસોમાં ત્યાં કેશ ફ્લો ઘટશે, અનિશ્ચિતતા વધશે અને રોકાણકારો સોના તરફ વળી શકે છે.

આમાં જોવા જેવું એ છે કે, ભારતમાં સોનાના ભાવ પહેલેથી જ ઊંચા સ્તરે છે. લગ્નની સીઝન નજીક આવતાં સોનાની માંગમાં વધારો થવાની શક્યતા છે. વધુમાં, જો વૈશ્વિક બજારમાં પણ સોના તરફ દોડ શરૂ થાય છે, તો ભારતીય બજારમાં સોનાના ભાવ વધુ વધી શકે છે. ભારતના ઝવેરીઓએ પહેલેથી જ સંકેત આપ્યો છે કે, જો આંતરરાષ્ટ્રીય બજારમાં વધારો થશે, તો સ્થાનિક બજાર પણ પાછળ રહેશે નહીં.

ચીને કેશ ફલો થોડો કડક કર્યો છે. આથી વિશ્વમાં સોના તરફ ધસારો વધી શકે છે અને આગામી દિવસોમાં સોનું વધુ મોંઘુ થવાની શક્યતાઓ વધી જશે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આગામી અઠવાડિયામાં બજાર પર નજર રાખવી એ સમજદારીભર્યું પગલું રહેશે.
આ પણ વાંચો: Big Relief : હવે મળશે ટેક્સથી રાહત ! આ દેશે તો આવકવેરો જ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો, રાષ્ટ્રપતિએ વચન નિભાવ્યું
