Big Relief : હવે મળશે ટેક્સથી રાહત ! આ દેશે તો આવકવેરો જ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો, રાષ્ટ્રપતિએ વચન નિભાવ્યું
સરકાર ઘણીવાર તેમના નાગરિકોને ઇન્કમ ટેક્સમાં છૂટ આપે છે પરંતુ એક દેશ એવો છે કે, જેણે આવકવેરાને જ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધો છે. ટેક્સ નાબૂદ કરીને રાષ્ટ્રપતિએ ચૂંટણી વચન પૂર્ણ કર્યું છે.

સરકાર ઘણીવાર ઇન્કમ ટેક્સમાં છૂટ આપે છે. જો કે, એક દેશ એવો છે કે, જેણે સંપૂર્ણપણે 'ઇન્કમ ટેક્સ' નાબૂદ કરી દીધો છે. ખાસ વાત એ છે કે, આ કાયદા હેઠળ ઓછામાં ઓછા બે બાળકો ધરાવતા પરિવારોએ કોઈ 'પર્સનલ ઇન્કમ' પર ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ પગલાનો હેતુ પરિવારોને ટેકો આપવા, તેમની આવક વધારવા અને અર્થતંત્રને મજબૂત બનાવવાનો છે.

પોલેન્ડના રાષ્ટ્રપતિ કરોલ નોરોકીએ ઇન્કમ ટેક્સમાં એક નવા કાયદાને મંજૂરી આપી છે. આ બિલ ઓગસ્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. તે મુજબ, વાર્ષિક 1,40,000 ઝ્લોટી (આશરે ₹33.82 લાખ) સુધીની કમાણી કરતા પરિવારોને હવે આવકવેરો ચૂકવવાની જરૂર રહેશે નહીં. આ કાયદો એવા તમામ માતા-પિતાને લાગુ પડે છે, જેમની પાસે બાળકોની કાનૂની જવાબદારી છે.

રાષ્ટ્રપતિ કાર્યાલય અનુસાર, આ ટેક્સ છૂટથી સરેરાશ પોલિશ પરિવારને દર મહિને આશરે 1,000 ઝ્લોટી (લગભગ 24,000 રૂપિયા) નો ફાયદો થશે. જો કે, આ કાયદાની સંપૂર્ણ અસર વર્ષ 2026 ના ટેક્સ રિટર્નમાં જોવા મળશે, જે વર્ષ 2027 માં ફાઇલ કરવામાં આવશે.

આ સુધારો દરેક પરિવાર પરના કરવેરાનો બોજ ઘટાડવા, લોકોને કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા અને ખર્ચ વધારવાના પ્રયાસનો એક ભાગ છે. રાષ્ટ્રપતિ નોરોકીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ઝીરો પર્સનલ ઇન્કમ ટેક્સ (PIT) નું વચન આપ્યું હતું.

નોરોકીએ માર્ચમાં પોલિશ લોકો સાથેના તેમના કરારના ભાગરૂપે તેની જાહેરાત કરી હતી, રાષ્ટ્રપતિ બનતાની સાથે જ તેનો અમલ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. જૂનમાં ચૂંટણી જીત્યા પછી તેમણે 8 ઓગસ્ટના રોજ બિલ પર હસ્તાક્ષર કર્યા અને તેને પોલેન્ડની સંસદ (સેજ્મ) ને મોકલ્યો હતો.

ઝીરો પીઆઈટી પણ ટેક્સ આર્મર નામની યોજનાનો એક ભાગ છે. આ યોજનામાં વેટ (VAT) 23% થી ઘટાડીને 22% કરવા, કેપિટલ ગેઈન ટેક્સ નાબૂદ કરવા અને પેન્શન ઇન્ડેક્સેશન માટે ક્વોટા સિસ્ટમ રજૂ કરવાનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: તમારું આધાર કાર્ડ અસલી છે કે નકલી ? આ મહત્વપૂર્ણ દસ્તાવેજ ચકાસવા માટે ઘરે બેઠા આટલું કામ અવશ્ય કરો
