‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે … નો તે માસૂમ બાળક થઈ ગયો છે એટલો મોટો, જુઓ ન જોયેલા ફોટા

'છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે ... ટુપી-ટુપી ટપ-ટપ' ગીત તો આપણે બધાંને યાદ છે. 90 ના દાયકાની ફિલ્મ 'માસૂમ' નું આ ગીત આજે પણ દરેકની જીભ પર છે. આ ફિલ્મમાં એક બાળક પણ હતું, જેના પાત્રનું નામ 'કિશન' છે, આ ગીત તે જ બાળક ઉપર શૂટ કરાયું હતું. આ બાળ કલાકાર તે સમયે ખૂબ પ્રખ્યાત હતો, પરંતુ શું તમે જાણો છો કે આ બાળક હવે ક્યાં છે અને આટલા વર્ષો પછી તે કેવો લાગે છે?

  • tv9 webdesk40
  • Published On - 19:40 PM, 29 Apr 2021
1/4
આ બાળ કલાકારનું નામ ઓમકાર કપૂર છે. ઓમકાર કપૂર હવે મોટા થઈ ગયા છે અને હવે તે માત્ર પહેલાની જેમ ક્યૂટ જ નહીં પરંતુ હેન્ડસમ પણ બની ગયા છે. જ્યારે ઓમકાર કપૂરે બાળપણમાં ઘણી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી હતી, ત્યાંજ મોટા થતાં તે સિનેમામાં પોતાનો દમખમ બતાવી રહ્યા છે.
2/4
ઓમકાર કપૂર 90 ના દાયકામાં ઘણી ફિલ્મોમાં દેખાયા હતા. 'જુડવા' માં તેમણે નાના સલમાન ખાનની ભૂમિકા ભજવી હતી અને 'હિરો નંબર -1' માં તે ગોવિંદાની સાથે જોવા મળ્યા હતા. તે પછી આવેલી ફિલ્મ 'જુદાઇ' જેમાં ઓમકાર અનિલ કપૂર અને શ્રીદેવીના પુત્ર તરીકે દેખાયા હતા. 'મેલા' અને 'ઇન્ટરનેશનલ ખિલાડી' જેવી ફિલ્મોમાં આવ્યા પછી ઓમકાર ફિલ્મ જગતથી થોડો દૂર થઈ ગયા હતા.
3/4
આ પછી, ઓમકાર જોવા મળ્યા વર્ષ 2015 માં આવેલી ફિલ્મ પ્યાર કા પંચનામા 2 માં. આ ફિલ્મમાં તેમણે તરુણની ભૂમિકા ભજવી હતી. વર્ષો પછી, અચાનક ઓમકારને જોતાં, પ્રેક્ષકો તેમને ઓળખી શક્યા નહીં કારણ કે તેમનો દેખાવ ઘણો બદલાઈ ગયો હતો. લવ રંજનની આ ફિલ્મમાં ઓમકારના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી.
4/4
ઓમકારે, બાળપણમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યા પછી, વચ્ચે અભ્યાસ માટે વિરામ લીધો. જો કે, આ સમય દરમિયાન પણ તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી વધારે અંતર રાખ્યું ન હતું. અભ્યાસ પૂરો કર્યા પછી ઓમકારે સહાયક નિર્દેશક સંજય લીલા ભણશાળી, ફરાહ ખાન અને અહમદ ખાન સાથે પણ કામ કર્યું. 'પ્યાર કા પંચનામા 2' પછી ઓમકાર 'યુ મી ઓર ઘર' અને 'જૂઠા કહીં કા' ફિલ્મોમાં દેખાયા હતા. પરંતુ બંને ફિલ્મો ચાલી શકી નહીં.