AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘જ્યારે લોકો તમારા પર પથ્થર ફેંકે… અભિષેક શર્માની 30 બોલમાં સદી બાદ યુવરાજ સિંહે કહી ગજબ વાત

અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો, જેના બાદ તેના કોચ અને મેન્ટર યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર ખાસ મેસેજ લખ્યો. યુવરાજે અભિષેકની મહેનત અને પ્રતિભાની પ્રશંસા કરતા કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે અને હજુ ઘણા રેકોર્ડ તોડવાના બાકી છે. તેણે અભિષેકને નમ્ર રહીને આ જ રીતે આગળ વધવાની સલાહ આપી.

| Updated on: Sep 18, 2026 | 7:43 PM
Share
અભિષેક શર્માએ અફઘાનિસ્તાન સામે માત્ર 30 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચ્યો. તેની આ ધમાકેદાર ઇનિંગ બાદ યુવરાજ સિંહે સોશિયલ મીડિયા પર અભિષેકને ખાસ અંદાજમાં અભિનંદન પાઠવ્યા.

1 / 8
યુવરાજે લખ્યું કે T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવા બદલ અભિષેકને ખૂબ ખૂબ અભિનંદન. યુવરાજે કહ્યું કે પ્રતિભા અને મહેનતથી એક દિવસ આ સિદ્ધિ હાંસલ કરશે એવો તેને પહેલાથી વિશ્વાસ હતો.

2 / 8
અભિષેકની ઐતિહાસિક ઇનિંગ પર યુવરાજે વધુમાં કહ્યું કે આ તો માત્ર શરૂઆત છે. હજુ ઘણા રેકોર્ડ તોડવાના બાકી છે અને અભિષેકે પોતાની રમતથી આગળ પણ ઘણું હાંસલ કરવાનું છે.

3 / 8
યુવરાજે પોતાના મેસેજમાં એક ખાસ વાત પણ લખી. તેણે કહ્યું કે જ્યારે લોકો તમારા પર પથ્થર ફેંકે ત્યારે તેને માઇલસ્ટોનમાં ફેરવી દેવા જોઈએ. અભિષેક પોતાની બેટિંગથી આ વાત સાચી સાબિત કરી રહ્યો છે.

4 / 8
યુવરાજે અભિષેકને નમ્ર રહેવાની અને સતત મહેનત ચાલુ રાખવાની સલાહ આપી. પોતાના શિષ્યની સફળતા પર તેણે ગર્વ પણ વ્યક્ત કર્યો.

5 / 8
મેચ પહેલાં પણ યુવરાજે અભિષેકને ખાસ સલાહ આપી હતી. હિટિંગ ઝોનમાં બોલ આવે ત્યારે જ મોટો શોટ રમવા અને અન્ય બોલ પર સિંગલ-ડબલથી રન બનાવવાનું કહ્યું હતું.

6 / 8
અભિષેકે આ સલાહને મેદાન પર ઉતારી અને 30 બોલમાં સદી ફટકારી. તેની ઇનિંગમાં 11 છગ્ગા અને 9 ચોગ્ગા સામેલ હતા અને તેણે કુલ 108 રન બનાવ્યા.

7 / 8
અભિષેકની સદીના કારણે ભારતે અફઘાનિસ્તાનને 127 રને હરાવીને T20 શ્રેણીમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યું. તેની ઐતિહાસિક ઇનિંગ બાદ હવે યુવરાજની સલાહ અને અભિષેકની બેટિંગની જોરદાર ચર્ચા થઈ રહી છે. (PC:PTI/X/INSTAGRAM)

8 / 8
Follow Us
g clip-path="url(#clip0_868_265)">