BOTAD: સુપ્રસિદ્ધ સાળંગપુર ખાતે “શ્રી હનુમાન જયંતિ” મહોત્સવ અંતર્ગત ભવ્ય બાઈક રેલીનું આયોજન કરાયું
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી, ગુરુ પુરાણી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી “શ્રી હનુમાન જયંતી” બાઈક રેલીનું આયોજન થયું હતું.

આ ભવ્યાતિભવ્ય આયોજન તારીખ 26 માર્ચ 2023ને રવિવારના રોજ સવારે 8:00 કલાકે કરવામાં આવ્યું હતું. જે રેલીમાં લગભગ 500 જેટલા બાઈક હરિભક્તોની રેલી મંદિરના પટાંગણમાંથી નીકળી હતી.

આ બાઇક રેલી બપોરે 1:૦૦ કલાકે મંદિરના પરિસરમાં પરત ફરી હતી. તેમજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા હરિભક્તોને રૂડા આશીર્વાદ આપ્યા હતા. અને, સાળંગપુરધામ ખાતે “શ્રી હનુમાન જયંતિ”, તથા ગુજરાતના સૌથી મોટા “શ્રી કષ્ટભંજનદેવ ભોજનાલય” તથા “કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ” ઉદ્ઘાટન મહોત્સવમાં પધારવા આમંત્રણ પાઠવાયું હતું.

આ બાઇક રેલી બોટાદ, નાગલપર, જોટીંગડા, ટાટમ, ગોરડકા, ગઢપુર, ઉગામેડી, નિંગાળા, પાટી, સરવઈ અને લાઠીદડ ગામોમાં ફરી હતી. અને, બાઇક રેલી થકી ગ્રામજનો -નગરજનોને “શ્રી હનુમાન જયંતિ” તેમજ દાદાના દર્શનનો મહિમા પહોંચાડી હતી.

આ ઉદ્ઘાટન મહોત્સવમાં લોકડાયરો અનેકવિધ કાર્યક્રમોમાં પરિવાર સાથે પધારવા એવું ભવ્યાતિભવ્ય દિવ્ય દર્શન-આરતી-અન્નકૂટના દર્શન કરવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છું.