AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં ઠેર ઠેર બંગાળની જીતની અનોખી ઉજવણી, CM અને DyCM સહિતના લોકોએ ખાધી ‘ઝાલમૂડી’

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીત બાદ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે ઝાલમૂડી આરોગી ઉત્સાહ વધાર્યો. આ માત્ર ઉજવણી નહોતી, પરંતુ સ્થાનિક સંસ્કૃતિ સાથે જોડાઈને મતદારો સાથે આત્મીયતા કેળવવાની એક રાજકીય વ્યૂહરચના હતી.

| Updated on: May 04, 2026 | 6:59 PM
Share
પશ્ચિમ બંગાળમાં તાજેતરમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉજવણીની એક અનોખી તસવીર સામે આવી છે, જેમાં તેઓ સ્થાનિક સ્ટ્રીટ ફૂડ ‘ઝાલમૂડી’ આરોગતા જોવા મળ્યા. પશ્ચિમ બંગાળના લોકપ્રિય નાસ્તા ઝાલમૂડીને કાર્યકર્તાઓ સાથે બેસીને ખાવાની આ ઘટનાએ ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ અને જોશ ભર્યો હતો. આ દ્રશ્ય માત્ર જીતની ઉજવણી પૂરતું સીમિત નહોતું, પરંતુ તેમાં રાજકીય જોડાણ અને મતદારો સાથે આત્મીયતા કેળવવાનો ઊંડો સંદેશ પણ છુપાયેલો હતો.

1 / 6
રાજકારણમાં આવા હતકંડા એટલે કે સામાન્ય લોકો સાથે જોડાણ સાધવાના પ્રયોગો મતદારોને રીઝવવામાં હંમેશા સફળ સાબિત થયા છે. જ્યારે કોઈ નેતા સ્થાનિક પરંપરાઓ, પહેરવેશ, ભાષા કે ખાનપાનને અપનાવે છે, ત્યારે તે મતદારોમાં પોતાની છબી એક સામાન્ય વ્યક્તિ તરીકે સ્થાપિત કરવામાં સફળ રહે છે. આનાથી મતદારોને એવું લાગે છે કે નેતા તેમના જેવા જ છે અને તેમની વાતને સમજે છે.

2 / 6
ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઝાલમૂડી આરોગવું એ પશ્ચિમ બંગાળના સ્થાનિક લોકો સાથે સીધું જોડાણ સાધવાનો એક પ્રયાસ હતો, જે તેમની અસ્મિતા એટલે કે સાંસ્કૃતિક ઓળખને માન આપવા સમાન ગણી શકાય.

3 / 6
જનતા સાથે કનેક્ટ થવા માટે વિવિધ રસ્તાઓ અપનાવવામાં આવે છે. જાહેર સભાઓ, ખાટલા બેઠકો, અને જાહેરાતો જેવા પરંપરાગત માધ્યમો ઉપરાંત, આવા વ્યક્તિગત અને સાંસ્કૃતિક જોડાણના પ્રયાસો પણ અત્યંત પ્રભાવી નીવડે છે. આવા પ્રયોગો મતદારોના મનમાં નેતા પ્રત્યે આત્મીયતાની ભાવના જગાડે છે. તેમને એવું લાગે છે કે નેતા ‘આપણી વાત’ કરે છે અને ‘આપણી અસ્મિતા’નું સન્માન કરે છે. આ એક સાદો છતાં અત્યંત શક્તિશાળી રાજકીય તરીકો છે, જે વર્ષોથી અમલમાં છે.

4 / 6
ઇતિહાસ પણ આવા દ્રષ્ટાંતોનો સાક્ષી છે. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધી જેવા નેતા પણ ગુજરાતમાં આવતા ત્યારે મેં ગુજરાત કી બહું હું (હું ગુજરાતની વહુ છું) એવું કહીને મતદારો સાથે ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરતા હતા. આ વાક્ય દ્વારા તેઓ ગુજરાતના લોકો સાથે પોતાનો પારિવારિક સંબંધ દર્શાવીને આત્મીયતા કેળવતા હતા.

5 / 6
તેવી જ રીતે, ભૂપેન્દ્ર પટેલનું ઝાલમૂડી આરોગવું એ પશ્ચિમ બંગાળના મતદારોને એમ દર્શાવવા સમાન છે કે તેઓ તેમની સ્થાનિક સંસ્કૃતિનો ભાગ છે અને તેમના ભાવનાત્મક જગત સાથે જોડાયેલા છે. આવા પ્રયાસો રાજકારણમાં લાંબા ગાળે જનતાનો વિશ્વાસ અને સમર્થન મેળવવામાં મદદરૂપ થાય છે. આખરે, મતદારોને એવા નેતા વધુ પસંદ આવે છે જેઓ તેમની વચ્ચેના લાગે અને તેમની ઓળખને સન્માન આપે.

6 / 6

AAP ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા

Follow Us
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ

બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ

વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video

જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'

ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા

વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ

અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ

દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો

અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે

ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ

g clip-path="url(#clip0_868_265)">