AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : AAP ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા, હવે ભરૂચની કોર્ટે તેડું મોકલ્યું

ભરૂચ: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગુંચવણમાં ફસાયા છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ તેમને તેડું મોકલ્યું છે.

Breaking News : AAP ધારાસભ્ય ચૈતર વસાવા વધુ એક કાયદાકીય ગુંચવણમાં ફસાયા, હવે ભરૂચની કોર્ટે તેડું મોકલ્યું
| Updated on: May 04, 2026 | 5:56 PM
Share

ભરૂચ: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર કાયદાકીય ગુંચવણમાં ફસાયા છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી બે ફરિયાદો બાદ હવે ભરૂચની કોર્ટે પોલીસની છબી ખરડવાના નિવેદન બદલ તેમને તેડું મોકલ્યું છે.

શું હતો સમગ્ર મામલો?

જુલાઈ 2024માં ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચ-અંકલેશ્વર ખાતેની INDIA ગઠબંધનની ઓફિસે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. આ નિવેદનમાં તેમણે આખા ગુજરાતની પોલીસ દારૂ વેચતી હોવાની છબી ઊભી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. આ નિવેદનને પોલીસની ઘોર બદનક્ષી સમાન ગણવામાં આવ્યું છે.

કોર્ટની કાર્યવાહી

ભરૂચના તત્કાલીન એસપી (SP) મયુર ચાવડાએ ૧૭-૧૨-૨૦૨૪ના રોજ આપેલા રિપોર્ટના આધારે જિલ્લા મુખ્ય સરકારી વકીલ પરેશ પંડ્યાએ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં ૧૮-૦૪-૨૦૨૬ના રોજ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો કરવામાં આવી હતી.આ દલીલોને ગ્રાહ્ય રાખીને ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ભાવિન એન. જોષી દ્વારા ૦૪-૦૫-૨૦૨૬ના રોજ મહત્વનો હુકમ કરવામાં આવ્યો છે:

  • ક્રિમિનલ ઇન્ક્વાયરી નંબર ૩૮૧/૨૦૨૬ અને ૩૮૨/૨૦૨૬ હેઠળ આ આદેશ કરવામાં આવ્યો છે.
  • ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૨૨૩(૧) મુજબ આરોપીને સાંભળવાની તક આપવી ફરજિયાત હોવાથી કોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે.
  • ધારાસભ્ય ચૈતર વસાવાને ૨૩ જૂન ૨૦૨૬ના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.

પોલીસકર્મી પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમારની ફરિયાદના આધારે કાર્યવાહી

આ મામલે પ્રહલાદ પરમાર અને પ્રવીણ પરમાર દ્વારા કરવામાં આવેલી બે અલગ-અલગ ફરિયાદોમાં ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે. પોલીસ તંત્ર વિરુદ્ધ જાહેર મંચ પરથી કરેલા આક્ષેપો હવે ધારાસભ્ય માટે કાયદાકીય પડકાર બની ગયા છે. હવે જોવાનું એ રહેશે કે ૨૩ જૂને કોર્ટ સમક્ષ હાજર થઈને ધારાસભ્ય ચૈતર વસાવા પોતાનો શું પક્ષ રજૂ કરે છે.

કોર્ટમાં કાર્યવાહીની મને કોઈ જાણ નથી : ચૈતર વસાવા

આ મામલે આપ ધારાસભ્ય ચૈતર વસવાનો સંપર્ક કરવામાં આવતા તેમણે કોર્ટની કાર્યવાહીની તેમને કોઈ જાણ ન હોવાથી હાલમાં પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું

ગત સપ્તાહે ઝઘડિયામાં ચૈતર વસાવા વિરુદ્ધ બે ગુના નોંધાયા હતા

ઝઘડિયા સ્થિત મેટ્રોપોલિટન એક્ઝિમકેમ પ્રા. લિ.માં 23 એપ્રિલે લાગેલી આગની દુર્ઘટનામાં 14 કામદારો ઈજાગ્રસ્ત થયા બાદ 3ના મોત નિપજ્યા હતા, આ ઘટના બાદ 27 એપ્રિલે કંપની પરિસરમાં પહોંચેલા આપ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે થયેલા ઘર્ષણ મામલે ઝઘડિયા પોલીસ મથકે ધારાસભ્ય વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે. આ ઘટના બાદ હવે ભરૂચ કોર્ટમાં ધારાસભ્ય સામે કાર્યવાહીની માહિતી મળી રહી છે.

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">