AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Cancer Detection : શું રેગ્યુલર CBC ટેસ્ટથી બ્લડ કેન્સરની ખબ પડી શકે? જાણો નિષ્ણાત શું કહે છે

ઘણા લોકોના મનમાં સવાલ હોય છે કે શું સામાન્ય CBC એટલે કે Complete Blood Count ટેસ્ટથી બ્લડ કેન્સરનું નિદાન થઈ શકે છે? કેટલાક કિસ્સાઓમાં CBC ટેસ્ટ બ્લડ કેન્સરની સંભાવના તરફ સંકેત આપી શકે છે, પરંતુ માત્ર CBCના આધારે બ્લડ કેન્સરનું નિદાન કરી શકાય તે જરૂરી નથી. આ અંગે કેન્સર નિષ્ણાતોનું કહેવું છે અને આ સાથે અન્ય મુદાઓ ધ્યાને લેવા જરૂરી છે. 

| Updated on: Oct 03, 2026 | 9:04 AM
Share
CBC એક સામાન્ય અને સરળ બ્લડ ટેસ્ટ છે. તેમાં લોહીમાં રહેલા લાલ રક્તકણો (RBC), સફેદ રક્તકણો (WBC) અને પ્લેટલેટ્સની સંખ્યા સહિત કેટલીક મહત્વપૂર્ણ બાબતો તપાસવામાં આવે છે. લોહીમાં આ કોષોની સંખ્યામાં અસામાન્ય ફેરફાર જોવા મળે તો ડૉક્ટરને કેટલીક બીમારીઓની શંકા થઈ શકે છે. ખાસ કરીને લ્યુકેમિયા જેવા કેટલાક બ્લડ કેન્સરના કેસમાં CBCના પરિણામો મહત્વપૂર્ણ સંકેત આપી શકે છે.

1 / 9
વરિષ્ઠ સલાહકાર અને યુનિટ હેડ, હેમેટો-ઓન્કોલોજી, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન અને સેલ્યુલર થેરાપી, રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડૉ. નરેન્દ્ર અગ્રવાલના જણાવ્યા અનુસાર, કેટલાક કિસ્સાઓમાં CBC બ્લડ કેન્સરની સંભાવના દર્શાવી શકે છે. જોકે, માત્ર CBC પૂરતું નથી. ઘણી વખત પેરિફેરલ બ્લડ સ્મીયર પણ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં લોહીના નમૂનાને માઇક્રોસ્કોપ હેઠળ તપાસવામાં આવે છે, જેથી રક્તકણોનો પ્રકાર અને તેમનું સ્વરૂપ જાણી શકાય. નિષ્ણાતોના મતે, CBC કરતાં પણ દર્દીનો મેડિકલ હિસ્ટ્રી અને શારીરિક તપાસ ઘણી મહત્વપૂર્ણ છે. દર્દીને કયા લક્ષણો છે, તે કેટલા સમયથી છે અને શારીરિક તપાસ દરમિયાન ડૉક્ટરને શું જોવા મળે છે, આ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે.

2 / 9
ડૉક્ટર સામાન્ય રીતે એ પણ તપાસે છે કે દર્દીના લસિકા ગ્રંથીઓ એટલે કે lymph nodesમાં સોજો અથવા કદમાં વધારો તો નથી ને? બરોળનું કદ વધ્યું છે કે નહીં, શરીર પર લાલ, કાળા કે જાંબલી ડાઘ અથવા સરળતાથી ઉઝરડા પડી રહ્યા છે કે નહીં, તેમજ ક્યાંકથી અસામાન્ય રક્તસ્રાવ થઈ રહ્યો છે કે નહીં. આવા સંકેતો બ્લડ સંબંધિત ગંભીર બીમારીની તપાસ કરવાની જરૂરિયાત તરફ ધ્યાન દોરી શકે છે.

3 / 9
દરેક પ્રકારના બ્લડ કેન્સરનું નિદાન CBCથી થઈ શકે તેવું નથી. ઉદાહરણ તરીકે, લિમ્ફોમા અને મલ્ટીપલ માયલોમા જેવા કેટલાક બ્લડ કેન્સરમાં CBC સામાન્ય પણ આવી શકે છે. આ પ્રકારના કેન્સરના કોષો હંમેશા સામાન્ય બ્લડ ટેસ્ટ અથવા પેરિફેરલ બ્લડ સ્મીયરમાં જોવા મળે તે જરૂરી નથી. જો દર્દીના લક્ષણો અને શારીરિક તપાસના આધારે કેન્સરની શંકા ઊભી થાય, તો ડૉક્ટર વધુ તપાસની સલાહ આપી શકે છે. લિમ્ફોમાના કેટલાક કેસમાં બાયોપ્સી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં અસરગ્રસ્ત લસિકા ગ્રંથી અથવા અન્ય પેશીમાંથી નાનો નમૂનો લેવામાં આવે છે અને તેને લેબોરેટરીમાં માઇક્રોસ્કોપ હેઠળ તપાસવામાં આવે છે.

4 / 9
કેટલાક બ્લડ કેન્સરની તપાસ માટે બોન મેરો ટેસ્ટ પણ કરવામાં આવે છે. સામાન્ય રીતે હિપ બોનમાંથી સોયની મદદથી બોન મેરોનો નમૂનો લેવામાં આવે છે. આ નમૂનાની માઇક્રોસ્કોપિક અને અન્ય જરૂરી તપાસ દ્વારા લ્યુકેમિયા, મલ્ટીપલ માયલોમા સહિત કેટલીક રક્ત સંબંધિત બીમારીઓ અંગે મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે.

5 / 9
બ્લડ કેન્સરની તપાસ અને તેની સારવારને વધુ ચોક્કસ બનાવવા માટે આજકાલ મોલેક્યુલર ટેસ્ટિંગનો પણ ઉપયોગ થાય છે. આ ટેસ્ટમાં કેન્સર કોષોના DNAમાં થયેલા ચોક્કસ ફેરફારો અથવા જિનેટિક મ્યુટેશનની તપાસ કરવામાં આવે છે. આ પ્રકારની તપાસથી કેન્સર કોષોમાં કયા જિનેટિક ફેરફારો થયા છે તે સમજવામાં મદદ મળે છે. કેટલાક કિસ્સામાં આ માહિતી રોગના જોખમ અને પૂર્વાનુમાનને સમજવામાં તેમજ યોગ્ય સારવાર પસંદ કરવામાં પણ મદદરૂપ બની શકે છે.

6 / 9
બ્લડ કેન્સરના પ્રકાર અને દર્દીની સ્થિતિ પ્રમાણે સારવાર અલગ-અલગ હોઈ શકે છે. સારવારમાં કીમોથેરાપી ઉપરાંત કેટલીક પરિસ્થિતિઓમાં ઇમ્યુનોથેરાપી જેવી આધુનિક સારવારનો પણ ઉપયોગ થાય છે. ઉચ્ચ જોખમ ધરાવતા અથવા ચોક્કસ પ્રકારના બ્લડ કેન્સરના દર્દીઓમાં બોન મેરો અથવા સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી સારવાર પણ કરવામાં આવી શકે છે. કેટલાક પસંદગીના દર્દીઓમાં CAR-T સેલ થેરાપી જેવી અદ્યતન સારવારનો પણ ઉપયોગ થાય છે. સારવારની પસંદગી કેન્સરના પ્રકાર, સ્ટેજ, દર્દીની ઉંમર, એકંદર સ્વાસ્થ્ય અને અન્ય તબીબી પરિબળોના આધારે ડૉક્ટર નક્કી કરે છે.

7 / 9
CBCમાં કોઈ અસામાન્ય પરિણામ આવે એટલે તરત જ કેન્સર છે એવું માનવું યોગ્ય નથી. ઘણી સામાન્ય બીમારીઓ અને અન્ય તબીબી પરિસ્થિતિઓને કારણે પણ બ્લડ કાઉન્ટમાં ફેરફાર થઈ શકે છે. જો શરીરમાં સતત થાક, વારંવાર તાવ, અચાનક વજન ઘટવું, લસિકા ગ્રંથીઓમાં સોજો, સરળતાથી ઉઝરડા પડવા અથવા અસામાન્ય રક્તસ્રાવ જેવા લક્ષણો જોવા મળે તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. ડૉક્ટર જરૂરી લાગે તો CBC સહિત અન્ય રક્ત પરીક્ષણો કરાવી શકે છે. જો પ્રાથમિક તપાસમાં કોઈ ગંભીર સ્થિતિની શંકા ઊભી થાય, તો બોન મેરો ટેસ્ટ, બાયોપ્સી, PET-CT અથવા મોલેક્યુલર ટેસ્ટિંગ જેવી વધુ તપાસ કરવામાં આવી શકે છે.

8 / 9
અંતે, CBC એક મહત્વપૂર્ણ અને ઉપયોગી ટેસ્ટ છે, પરંતુ તે તમામ પ્રકારના બ્લડ કેન્સરને શોધવા માટે પૂરતો નથી. બ્લડ કેન્સરની તપાસ માટે દર્દીના લક્ષણો, મેડિકલ હિસ્ટ્રી, શારીરિક તપાસ અને જરૂરિયાત મુજબ કરવામાં આવતા અન્ય ટેસ્ટને સાથે રાખીને જ યોગ્ય નિદાન કરવામાં આવે છે.

9 / 9

આ 5 લોકોએ ભૂલથી પણ ન ખાવી જોઈએ ‘મગફળી’, નહીં તો લેવાના દેવા પડી જશે

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ

ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video

સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ

સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં

ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'

અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ

જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન

ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે

કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ

ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું

g clip-path="url(#clip0_868_265)">