AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આયુષ્યમાન ખુરાનાની ‘Udta Teer’ ની રિલીઝ ડેટ લંબાઈ, હવે આ તારીખે સિનેમાઘરોમાં આવશે ‘ફિલ્મ’

આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ઉડતા તીર' (Udta Teer) પોતાની અનોખી સ્ટોરીલાઇનને કારણે હાલ ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાની જાસૂસની યાદશક્તિ ગુમાવવાની આ રોમાંચક વાર્તા જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે, હવે સિનેપ્રેમીઓએ થોડી વધુ રાહ જોવી પડશે. વાત એમ છે કે, મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારીને નવી તારીખ જાહેર કરી દીધી છે.

આયુષ્યમાન ખુરાનાની 'Udta Teer' ની રિલીઝ ડેટ લંબાઈ, હવે આ તારીખે સિનેમાઘરોમાં આવશે 'ફિલ્મ'
| Updated on: Oct 03, 2026 | 9:40 PM
Share

બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ ‘ઉડતા તીર’ (Udta Teer) પોતાની અનોખી વાર્તાને કારણે ચર્ચામાં છે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતા જ દર્શકોમાં ઉત્સુકતા વધી ગઈ હતી.

આમાં આયુષ્યમાન એક એવા પાકિસ્તાની જાસૂસના રોલમાં જોવા મળશે, જે ભારતમાં પોતાની યાદશક્તિ ગુમાવી બેસે છે અને પોતાને હિન્દુસ્તાની સમજવા લાગે છે. આ મુવી જોવા માટે લોકો આતુર છે. જો કે, ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહેલા દર્શકોએ હવે થોડી વધુ રાહ જોવી પડશે, કારણ કે મેકર્સે તેની રિલીઝ ડેટ આગળ વધારી દીધી છે.

‘ઉડતા તીર’ની રિલીઝ અંગે અપડેટ આવ્યું

આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની ફિલ્મ ‘ઉડતા તીર’ પહેલા 9 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જો કે, હવે તેની રિલીઝ મુલતવી રાખવામાં આવી છે.

મેકર્સે નવી રિલીઝ ડેટની જાહેરાત કરવાની સાથે ફિલ્મનું નવું પોસ્ટર પણ જાહેર કર્યું છે. આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની આ ફિલ્મ હવે 23 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ રિલીઝ ડેટ બદલવાના નિર્ણયની પ્રશંસા કરી છે. તેમણે X (ટ્વિટર) પર લખ્યું, “‘ઉડતા તીર’ના ટ્રેલરને ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે અને ફિલ્મનું પ્રમોશન પણ સાચી દિશામાં જઈ રહ્યું છે.

મેકર્સ ફિલ્મને વધુ સારી રીતે રિલીઝ કરવા માગે છે અને વધુ સ્ક્રીન્સ સાથે તેને સિનેમાઘરોમાં પર્યાપ્ત સમય આપવા માગે છે. એવામાં રિલીઝ ડેટ બદલવાનો નિર્ણય સમજદારીભર્યો છે.”

અભિનેતા મુકુલ દેવ છેલ્લી વાર પડદા પર દેખાશે

ફિલ્મ ‘ઉડતા તીર’માં આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાન ઉપરાંત રાહુલ બોસ, સુપ્રિયા પિલગાંવકર, બ્રિજેન્દ્ર કાલરા, રામ કપૂર, સુહૈલ નૈય્યર અને ગુલશન ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

ખાસ વાત એ છે કે, દિવંગત અભિનેતા મુકુલ દેવ આ ફિલ્મમાં છેલ્લી વાર પડદા પર જોવા મળશે. આયુષ્યમાન ખુરાના અને સારા અલી ખાનની સાથે આ બીજી ફિલ્મ છે. આ પહેલાં બંને ‘પતિ પત્ની ઓર વો 2’માં સાથે કામ કરી ચૂક્યા છે.

રગ્બી ફૂટબોલ યુનિયન ઓફ ઈન્ડિયાના વર્તમાન પ્રમુખ રાહુલ બોઝનો પરિવાર જુઓ

Follow Us
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
g clip-path="url(#clip0_868_265)">