ઊંઘમાં મોઢામાંથી લાળ કેમ પડે છે? જાણો આ સામાન્ય આદત છે કે કોઈ ગંભીર બીમારીનો સંકેત!
રાત્રે ઊંઘતી વખતે ઓશીકા પર દેખાતા એ લાળના ડાઘ... જેને તમે આજ સુધી એક સામાન્ય અને મામૂલી આદત સમજીને નજરઅંદાજ કરતા આવ્યા છો, તે વાસ્તવમાં તમારા શરીરની અંદર પાંગરી રહેલા એક મોટા ખતરાની પૂર્વચેતવણી હોઈ શકે છે!

ઘણા લોકોને સવારે ઉઠતી વખતે ઓશિકા પર લાળના ડાઘ જોવા મળે છે. કેટલાક લોકો તેને સામાન્ય ગણીને છોડી દે છે, પરંતુ જો આવું રોજ થતું હોય તો તેને હળવાશથી લેવું જોઈએ નહીં. આ કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાનો સંકેત હોઈ શકે છે.

લાળ (Saliva) આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે મોઢામાં રહેલી ગ્રંથિઓ દ્વારા બને છે, જે ખોરાક પચાવવા, મોઢાને નમ રાખવા, બેક્ટેરિયાથી બચાવવા અને દાંતની સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

એક સામાન્ય માણસના શરીરમાં દરરોજ અંદાજે 0.5 થી 1.5 લીટર જેટલી લાળ બને છે. દિવસ દરમિયાન આપણે ઘણી વાર આ લાળ ગળી જતા હોઈએ છીએ, તેથી ખબર પડતી નથી. પરંતુ રાત્રે ઊંઘ દરમિયાન આ પ્રક્રિયા ધીમી પડી જાય છે.

જ્યારે માણસ ખૂબ જ ઊંડી ઊંઘમાં હોય છે, ત્યારે તેના શરીરના સ્નાયુઓ રિલેક્સ થઈ જાય છે. આ સ્થિતિમાં મોઢામાં જમા થયેલી લાળ ગળવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે અને લાળ મોઢાની બહાર નીકળી જાય છે.

જો તમે પડખું ફરીને અથવા પેટના બળે ઊંધા સૂતા હોવ, તો ગુરુત્વાકર્ષણને કારણે લાળ સરળતાથી મોઢાની બહાર આવી જાય છે. આ એક ખૂબ જ સામાન્ય કારણ છે.

જો તમને એલર્જી, શરદી કે સાઇનસના કારણે નાક બંધ રહેતું હોય, તો શ્વાસ લેવા માટે મોઢું ખુલ્લું રાખવું પડે છે. મોઢું ખુલ્લું રહેવાના કારણે રાત્રે લાળ બહાર નીકળવા લાગે છે.

પેટમાં એસિડિટી, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર કે ગળામાં બળતરા જેવી સમસ્યાઓ પણ લાળ પડવાનું મોટું કારણ છે. એસિડ રિફ્લક્સના કારણે શરીરમાં વધુ લાળ બનવા લાગે છે.

જો આ સમસ્યા રોજ થતી હોય, તો તે સ્લીપ એપનિયા (શ્વાસ રોકાવો), ન્યુરોલોજીકલ રોગ (મગજને લગતી સમસ્યા), ગળા કે મોઢામાં ઈન્ફેક્શન અથવા ટોન્સિલની સોજા જેવી બીમારીઓનો સંકેત હોઈ શકે છે.

આ સમસ્યાથી બચવા માટે હંમેશા પીઠના બળે (ચત્તા) સૂવાની આદત પાડો. રાત્રે ભારે અને મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો, પૂરતા પ્રમાણમાં પાણી પીઓ અને જો એલર્જી હોય તો તેની યોગ્ય સારવાર કરાવો.

જો ક્યારેક જ લાળ પડતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ જો આ સમસ્યા લાંબા સમયથી સતત ચાલી રહી હોય, તો મોડું કર્યા વગર ડૉક્ટરનો સંપર્ક કરવો જ હિતાવહ છે.
Breaking News: અફઘાનિસ્તાન સામે 349 રન બનાવવા છતાં હારી ટીમ ઈન્ડિયા, વરસાદે બગાડી રમત , વાંચવા માટે અહીં ક્લિક કરો
