Rajkot Braking News : ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે થશે કડક કાર્યવાહી, કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આપી સૂચના, જુઓ Video
રાજકોટમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારે ચેતવણી આપી છે. ખેડૂતોના હિતોની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો સાથે ગેરરીતિ કરનાર તત્વો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.
ખેડૂતોના હિતોની સુરક્ષા માટે ગુજરાત રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. કૃષિ ક્ષેત્રમાં ગેરરીતિ અને છેતરપિંડી આચરનાર ઉત્પાદકો તથા વિક્રેતાઓ સામે કડક કાર્યવાહી કરવા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સૂચના આપી છે. ખેડૂતોને નકલી બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓથી થતા નુકસાનને રોકવા માટે રાજ્ય સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજકોટ સહિત રાજ્યભરમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરનાર તત્વો સામે કાર્યવાહી તેજ કરવામાં આવી રહીં છે.
ખેડૂતોના પરિશ્રમ સાથે છેતરપિંડી કરનારાઓ હવે બચી શકશે નહીં. છેલ્લા ત્રણ મહિનામાં 50થી વધુ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ગેરરીતિ કરનારાઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે.
શું કહ્યું કૃષિ મંત્રીએ?
રાજકોટમાં ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારે ચેતવણી આપી છે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ખેડૂતો સાથે ગેરરીતિ કરનાર તત્વો સામે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓમાં અનિયમિતતા સામે કડક પગલા લેવામાં આવશે. માત્ર 3 મહિનામાં 54 લાયસન્સ સસ્પેન્ડ થયા છે અને 2 સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 3,526 ઉત્પાદકો અને વિક્રેતાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
