અમદાવાદની IDP સ્કૂલની દાદાગીરી ! 69 વર્ષીય પૂર્વ શિક્ષિકાને કહ્યું ‘ગેટ આઉટ’, તપાસ કરવા ગયેલા DEO પણ લાલઘૂમ
અમદાવાદની ચાણક્યપુરી સ્થિત IDP સ્કૂલનો એક શરમજનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જ્યાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લેવા ગયેલા વયોવૃદ્ધ પૂર્વ શિક્ષિકા અને તેમની પુત્રી સાથે સ્કૂલ સ્ટાફે ભારે તોછડાઈભર્યું વર્તન કર્યું છે.
અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવેલી IDP સ્કૂલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. શાળામાં અનુભવનું સર્ટિફિકેટ (એક્સપિરિયન્સ સર્ટિફિકેટ) લેવા ગયેલા 69 વર્ષીય પૂર્વ શિક્ષિકા અને તેમની દીકરી સાથે સ્કૂલના સ્ટાફે અત્યંત ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હોવાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સ્કૂલના કર્મચારીઓ પૂર્વ શિક્ષિકાને ‘ગેટ આઉટ’ અને ‘સ્ટુપીડ’ કહીને પોલીસ બોલાવવાની ધમકી આપતા સ્પષ્ટ દેખાય છે.
શાળા તંત્રના દાવા મુજબ, આ શિક્ષિકા શાળામાં માત્ર એક્ટિવિટી કરાવતા હતા અને તેમની ઉંમર 69 વર્ષ હોવાથી તેમને છૂટા કરાયા હતા. શિક્ષિકા ક્લાસ ટીચરનું સર્ટિફિકેટ માંગતા હોવાથી વિવાદ થયો હતો. આ બાબતે મીડિયા દ્વારા પૂછવામાં આવતા આચાર્યે બેજવાબદાર વર્તન કરતા કહ્યું કે, “તમારે જે સમજવું હોય તે સમજો અને જે ચલાવવું હોય તે ચલાવો.”
આ ઘટનાની ગંભીરતા જોઈને જ્યારે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) પોતાની ટીમ સાથે તપાસ માટે શાળાએ પહોંચ્યા, ત્યારે સ્કૂલ દ્વારા તેમની જ કાર રોકવાનો પ્રયાસ કરાયો હતો. આનાથી નારાજ થઈને DEOએ શાળા પ્રશાસનનો જોરદાર ઉધડો લીધો હતો. DEOએ સ્પષ્ટ કર્યું કે સામેવાળી વ્યક્તિનું વર્તન ગમે તેવું હોય, તો પણ શાળા તંત્ર આ પ્રકારે અસભ્ય વર્તન ન કરી શકે. વીડિયોમાં દેખાતી મહિલાઓ સામે કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.
FIFA World Cup 2026 : ફૂટબોલ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં જ વેચાઈ ગઈ આ અનોખી વસ્તુઓ, પાલતુ કૂતરાઓની જર્સીથી લઈને મેસ્સીના ગોલ્ડ મગનો ક્રેઝ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
