AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : નિફ્ટી 29,300 ની ઊંચાઈએ પહોંચશે ! ગ્લોબલ બ્રોકરેજ ફર્મે કરી ‘અદ્ભૂત ભવિષ્યવાણી’, ટોચના 20 શેરનું માસ્ટર લિસ્ટ જાહેર

ગ્લોબલ બ્રોકરેજ ફર્મે ગજબની ભવિષ્યવાણી કરી છે, જેને લઈને રોકાણકારોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મના મતે, વર્ષ 2026 ના અંત સુધીમાં નિફ્ટી 29,300 સુધી પહોંચી શકે છે, જે હાલ કરતા લગભગ 12% વધારે છે.

| Updated on: Dec 02, 2025 | 5:59 PM
Share
વર્ષ 2025 માં શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી. જો કે, હવે વર્ષ 2026 માં ભારતનું શેરબજાર વેગ પકડી શકે છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મના મતે વર્ષ 2026 ના અંત સુધીમાં નિફ્ટી 29,300 સુધી પહોંચી શકે છે, જે હાલ કરતા લગભગ 12% વધારે છે. ગ્લોબલ બ્રોકરેજ ફર્મ Nomura ના જણાવ્યા અનુસાર, જો વિશ્વમાં કોઈ મોટું જોખમ ન આવે, તો ભારતીય બજાર ભવિષ્યમાં પણ યોગ્ય દરે એટલે કે 20 થી 22 ગણી રેન્જમાં કાર્યરત રહેશે.

1 / 8
નોમુરાના નિષ્ણાત સયાન મુખર્જી કહે છે કે, ભારતીય શેરબજાર મજબૂત પ્રદર્શન કરશે, તેની પાછળ ઘણા કારણો છે. વૈશ્વિક તણાવ ઓછો થઈ રહ્યો છે, અર્થતંત્ર સ્થિર છે અને કોર્પોરેટ કમાણી તેમજ નાણાકીય સ્થિતિ સુધરી રહી છે. સરકાર દેશમાં વૃદ્ધિ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતી નીતિઓ પણ ઘડી રહી છે, જેનાથી બજારનો વિશ્વાસ વધુ મજબૂત બની શકે છે.

2 / 8
રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2025 માં ભારતીયોએ શેરબજારમાં સારા એવા રૂપિયા રોકાણ કર્યા હતા. સરળ રીતે કહીએ તો, તેમની કુલ બચતનો આશરે 13% હિસ્સો શેરોમાં ગયો. વધુમાં, કંપનીઓએ શેર વેચીને નોંધપાત્ર મૂડી એકઠી કરી, જેનાથી વિદેશી રોકાણકારોની જરૂરિયાત ઓછી થઈ.

3 / 8
નોમુરા માને છે કે, વર્ષ 2026 માં વિદેશી રોકાણમાં નોંધપાત્ર વધારો થશે નહીં પરંતુ જો વૈશ્વિક બજારમાં તેજી ધીમી પડે છે, તો ભારતમાં વિદેશી રોકાણ થોડું વધી શકે છે. નાણાકીય વર્ષ 2026 એટલે કે 2025-26 માં કોર્પોરેટ કમાણીમાં વધારો થવાની ધારણા છે. કેમિકલ, તેલ અને ગેસ, સિમેન્ટ અને મેટલ જેવા સેક્ટર મજબૂત કમાણી દર્શાવવાની શક્યતા ધરાવે છે.

4 / 8
નાણાકીય વર્ષ 2027 અને નાણાકીય વર્ષ 2028 માં કેટલીક અવરોધો ઊભી થઈ શકે છે. એવામાં અહેવાલ સૂચવે છે કે, લોકલ માંગ અને રિકવર થતી અર્થવ્યવસ્થા નાણાકીય વર્ષ 2026 માં કોર્પોરેટ કમાણીને સારો એવો ટેકો પૂરો પાડશે. Nomura રોકાણકારોને સાવધાની રાખવાની અને સમજદારીપૂર્વક શેર પસંદ કરવાની સલાહ આપે છે, કારણ કે હાલમાં શેરના ભાવ ખૂબ ઊંચા છે. કંપની એવા શેરોમાં રોકાણ કરવા સામે ચેતવણી આપે છે, જે ફક્ત ચર્ચા અથવા ખોટી ખોટી માહિતીને કારણે ખૂબ મોંઘા થઈ ગયા છે, કારણ કે આવા શેરમાં અચાનક જ ઘટાડો આવી શકે છે.

5 / 8
નોમુરા એવા સેક્ટર પસંદ કરવાની ભલામણ કરે છે, જ્યાં હાલમાં અપેક્ષાઓ ઓછી છે પરંતુ વધુ સુધારાની સારી સંભાવના છે. ટૂંકમાં કોમર્શિયલ વાહનો, ફાર્માસ્યુટિકલ્સ, આઇટી સર્વિસ અને નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓમાં રોકાણ કરી શકાય. રિપોર્ટમાં એ પણ સલાહ આપવામાં આવી છે કે, એવી કંપનીઓમાં ધીરે ધીરે રોકાણ કરો જે માલનો નિકાસ કરતી હોય અને હાલમાં નબળું પ્રદર્શન કરી રહી હોય, કારણ કે તેમાં આગળ જઈને સુધારો આવી શકે છે.

6 / 8
નોમુરા કહે છે કે, ભવિષ્યમાં કેટલાક સેક્ટર દમદાર પરફોર્મન્સ કરે તેવી શક્યતા છે. આમાં Financial Services, Pharmaceuticals (Pharma), IT, Consumer Discretionary, Real Estate, Internet Companies, Cement, Telecom અને Manufacturing નો સમાવેશ થાય છે. બીજીબાજુ Auto, Oil-Gas અને Metal Sectors પર Neutral વલણ દર્શાવવામાં આવ્યું છે. Nomura ના જણાવ્યા અનુસાર, Consumer Staples, Infrastructure, Capital Goods અને Healthcare Services માં રોકાણ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ.

7 / 8
નોમુરાએ 20 ટોચના શેર્સની યાદી પણ બહાર પાડી છે. આમાં ICICI Bank, Infosys, Bajaj Finance, Maruti Suzuki, Axis Bank, Titan, UltraTech Cement, GCPL, LG Electronics India, CG Power, Dr. Reddy’s Labs, Alembic Pharma, Dixon Technologies, Swiggy, Alkem Labs, M&M Financial Services, Sonata Software, ECL Finance, Aditya Birla Retail અને MedPlus Health Services જેવા નામોનો સમાવેશ થાય છે.

8 / 8

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">