AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

03 માર્ચના મહત્વના સમાચાર : અમદાવાદની વિવિધ શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકભર્યા ઈમેઈલ કરનારની ધરપકડ

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2026 | 8:54 PM
Share

આજે 03 માર્ચના મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

03 માર્ચના મહત્વના સમાચાર : અમદાવાદની વિવિધ શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકભર્યા ઈમેઈલ કરનારની ધરપકડ

આજે 03 માર્ચના મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Mar 2026 07:22 PM (IST)

    અમદાવાદની વિવિધ શાળાઓમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકભર્યા ઈમેઈલ કરનારની ધરપકડ

    અમદાવાદમાં વિવિધ શાળાઓ સહિત જાહેર સ્થળોએ બોંબ બ્લાસ્ટ કરવાની ધમકી ભર્યા ઈ મેઈલ કરવાના કેસમાં અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા. ધમકીભર્યા ઈ મેઈલ કેસમાં પશ્ચિમ બંગાળથી આરોપી બિશ્વાસની કરાઈ છે ધરપકડ. અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચાસ્પદ બનેલા ધમકીભર્યા ઈમેઈલ કેસમાં સફળતા સાયબર ક્રાઈમે પશ્ચિમ બંગાળના એક વ્યક્તિની ધરપકડ કરી છે. શાળાઓમાં ધમકીભર્યા ઈ મેઇલ મળતા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો છે.

  • 03 Mar 2026 07:16 PM (IST)

    વડોદરાના માંજલપુર ખાતે ATM માં લાગી આગ, રોકડ બળી ગઈ, આજુબાજુની દુકાનોને થયું નુકસાન

    વડોદરાના માંજલપુર ખાતે ATM માં લાગી આગ. સાંજે ફાયર વિભાગને મળ્યો આગનો કોલ. કોલ મળતા ફાયર વિભાગની બે થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. ઘટના સ્થળે પહોંચી આગ પર મેળવ્યો કાબુ.  આગમાં ATM બળીને થયું ખાખ. ATM માં રહેલા રોકડ નાણાં પણ બળી ગયા હોવાની માહિતી. આજુબાજુની દુકાનોમાં પણ નોંધપાત્ર નુકસાન. ઉપર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને પણ અસર. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં

  • 03 Mar 2026 05:30 PM (IST)

    સુરેન્દ્રનગર વડવાળા મંદિરના વિકાસ માટે રૂપિયા 2 કરોડની ફાળવણીની જાહેરાત કરતા હર્ષ સંઘવી

    ગત મોડી રાત્રે સુરેન્દ્રનગર વડવાળા મંદિર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી લોક ડાયરામાં ઉપસ્થિત રહ્યાં હતા. વડવાળા મંદિરના પ્રાગટ્ય દિવસે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોડી રાત્રે હર્ષ સંઘવીએ લોક ડાયરામાં આપી હાજરી. વડવાળા મંદિરના વિકાસ માટે વધુ બે કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવાની જાહેરાત હર્ષ સંઘવીએ સ્ટેજ ઉપરથી કરી હતી. બાપુ કહે તે કામ કરી આપીશું તેમહર્ષ સંઘવીએ જણાવ્યું હતું. પ્રથમ વખત આવ્યો ત્યારે ગૌ હત્યારા ઉપર કડક કાર્યવાહી કરવાના સંકલ્પ દુધરેજ વડવાળા મંદિર ખાતેથી કર્યા હતા. 18 જેટલા ગૌ હત્યારા અને સાત વર્ષથી આજીવન કેદની સજા ફટકારી અને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

  • 03 Mar 2026 05:27 PM (IST)

    સુરતના વ્યાજખોર ચિરાગ ગોટી વિરુદ્ધ વધુ એક ફરીયાદ નોંધાઈ

    સુરતના અસામાજીક તત્વ અને વ્યાજખોર ચિરાગ ગોટી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. અશ્વિનીકુમાર પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ચિરાગ ગોટી સહિત ત્રણ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. માથાભારે ગણાતા ચિરાગ ગોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદ નોંધાઈ રહી છે. વેપારીની માલિકીની જમીન ખાલી કરાવવા માટે ધાક-ધમકી આપવાનો આક્ષેપ થતાં પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. ગત તા. 10 જુલાઈ 2023  થી 20 જુલાઈ 2023 દરમિયાન નવીન બચુભાઈ પટેલ, ચિરાગ રમેશ પટેલ અને ચિરાગ ઘનશ્યામ ગોટીએ ફરિયાદીને ધમકી આપી હતી. આરોપીઓએ ફરિયાદીને ગાળાગાળી કરી ખોટા કેસોમાં ફસાવી દેવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.

  • 03 Mar 2026 04:25 PM (IST)

    મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ સુધી પહોંચી, કેટલાક એકમોએ શરૂ કર્યું શટડાઉન

    મધ્યપૂર્વમાં ચાલતા યુદ્ધની અસર મોરબીના સિરામિક ઉદ્યોગ સુધી પહોંચી છે. ધીરે ધીરે સિરામિક એકમોનું શટ ડાઉન શરૂ થયું છે. આ જ સ્થિતિ યથાવત રહેશે તો આગામી દસ દિવસમાં તમામ યુનિટ બંધ થશે. પ્રોપેન ગેસની અછત છે, પ્રોપેન ગેસ ઉપયોગ કરતા યુનિટો હાલ શટ ડાઉન શરૂ કર્યું. નેચરલ ગેસ ઉપયોગ કરતા યુનિટ હાલ ચાલુ છે, પરંતુ આગામી અઠવાડિયામાં એ જથ્થામાં પણ કાપ આવશે. અમુક સિરામિક યુનિટ દ્વારા નવા ઓર્ડર લેવાનું સ્થગિત કરાયું. મોરબી સિરામિક ઉદ્યોગમાં ચાર લાખથી વધુ લોકો રોજગારી મેળવે છે. યુદ્ધ ચાલુ જ રહેશે તો લાખો લોકોની રોજગારી પર સવાલ ઉઠશે.

  • 03 Mar 2026 04:09 PM (IST)

    ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ, રાજ્યસભામાંથી સાંસદ બનશે, નીતિન નબીન બિહારથી લડશે ચૂંટણી

    ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે તેના નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે બિહારથી નીતિન નબીન અને શિવેશ રામને રાજ્યસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

  • 03 Mar 2026 03:23 PM (IST)

    તલગાજરડાથી સાળંગપુર સુધી નવા એસટી રૂટનો પ્રારંભ કરાવતા મોરારીબાપુ

    ભાવનગર મહુવા તલગાજરડાથી સાળંગપુર સુધી નવા એસટી રૂટનો પ્રારંભ મોરારીબાપુએ કરાવ્યો હતો. આ રૂટની પ્રથમ બસમાં મોરારી બાપુ પ્રથમ મુસાફર પણ બન્યા હતા. મોરારીબાપુએ લીધી પ્રથમ ટિકિટ રૂપિયા 500 આપીને નવા રૂટની બસમાં કર્યા આરોહણ. મોરારીબાપુ સાથે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરે પણ નવી બસમાં વિશેષ યાત્રા કરી. વર્ષોની માંગ પૂર્ણ થતા હવે તલગાજરડા–સાળંગપુર એસ.ટી બસ સેવા આજથી શરૂ થતા યાત્રા બનશે સરળ. તલગાજરડાથી સાળંગપુર બસ સેવા શરૂ – ભક્તો અને મુસાફરોમાં ખુશીની લહેર પ્રસરી છે.

  • 03 Mar 2026 03:13 PM (IST)

    ઓમાનથી એક ફ્લાઇટ દુબઈમાં ફસાયેલા લોકોને લઈને દિલ્હી પહોંચી

    અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે, કેટલાક લોકો દુબઈમાં ફસાઈ ગયા હતા. ઓમાનથી એક ફ્લાઇટ દુબઈમાં ફસાયેલા લોકોને લઈને દિલ્હી પહોંચી, અને બધા સુરક્ષિત છે.

  • 03 Mar 2026 03:03 PM (IST)

    સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આત્મહત્યા કેસની આરોપી પૂનમ ભદોરીયાની જામીન અરજી ના મંજુર

    બિલ્ડર તુષાર ઘેલાણી આપધાત કેસના આરોપી પૂનમ ભદોરીયાની જામીન અરજી ના મંજુર થઈ. આજે કોર્ટમાં દલીલો બાદ જમીન અરજી ના મજુર કરી. પુનમ ભદોરીયાના જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પુત્રીના લગ્નના દિવસે જ સમાજમાં બદનામ થવાના ડરે બિલ્ડરે આપઘાત કર્યો હતો.

  • 03 Mar 2026 02:42 PM (IST)

    મહેસાણા: બહુચરાજીમાં ભવ્ય રંગોત્સવ

    મહેસાણા: બહુચરાજીમાં ભવ્ય રંગોત્સવ થઇ રહ્યો છે. રંગોત્સવ પર્વે પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાનું નિવેદન સામે આવ્યુ છે. તેમણે કહ્યુ દુનિયાભરમાં યુદ્ધની સ્થિતિ પરંતુ ભારતમાં ઉત્સવ છે. માતાજીની કૃપા અને PMની કૂટનીતિને કારણે દેશ સુરક્ષિત છે. રાજકીય કૂટનીતિના કારણે દેશમાં શાંતિનો માહોલ છે. આ રંગોના પર્વે દેશની પ્રગતિ અને શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના છે.

  • 03 Mar 2026 02:27 PM (IST)

    ડાકોરમાં રંગેચંગે હોળીની ઉજવણી

    ડાકોરમાં રંગેચંગે હોળીની ઉજવણી થઇ રહી છે. ભકતો ગુલાલ વડે હોળી રમ્યા. ગ્રહણને કારણે ડાકોર મંદિર થયું બંધ. સાંજે ગ્રહણ પૂર્ણ થયા બાદ મંદિર ખુલશે.

  • 03 Mar 2026 02:09 PM (IST)

    અમદાવાદઃ જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હોબાળો

    અમદાવાદ શહેરના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલી જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્ન મુદ્દે ભારે હોબાળો મચ્યો હતો. કઠવાડાના અપરિણીત યુવક અને ગાંધીનગરના કારોલીની અપરિણીત યુવતી લગ્ન નોંધણી માટે કચેરીએ પહોંચતા હિન્દુ સંસ્થાના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. યુવતીને વકીલના કપડા પહેરાવીને કોર્ટમાં લવાઈ હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો. કાર્યકરોએ આ લગ્નને ‘લવ જેહાદ’ ગણાવી નોંધણી પ્રક્રિયા સામે વિરોધ કર્યો અને મેરેજ રજીસ્ટ્રાર મુસ્લિમ હોવાને કારણે પક્ષપાતી વલણ અપનાવ્યાનો આક્ષેપ કર્યો હતો. લગ્ન નોંધણીનો સમય સવારે 11 વાગ્યાનો હોવા છતાં યુવક-યુવતીને 9:30 વાગ્યે લવાયા હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. રજીસ્ટ્રારની બદલીની માંગ સાથે હાલ કચેરી બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

  • 03 Mar 2026 01:50 PM (IST)

    દુબઈમાં ફસાયેલી પીવી સિંધુ આજે સુરક્ષિત રીતે ભારત પહોંચી

    દુબઈમાં ફસાયા બાદ, પીવી સિંધુ આજે બેંગ્લોરમાં સુરક્ષિત રીતે ઘરે પહોંચી. એક પોસ્ટ શેર કરતા તેણીએ કહ્યું, “છેલ્લા કેટલાક દિવસો ખૂબ જ મુશ્કેલ અને અનિશ્ચિત રહ્યા છે. પરંતુ ઘરે પાછા ફરવા બદલ હું ખરેખર આભારી છું. અદ્ભુત ગ્રાઉન્ડ ટીમ, દુબઈ સત્તાવાળાઓ, એરપોર્ટ સ્ટાફ, ઇમિગ્રેશન અને આ મુશ્કેલ સમયમાં અમારી સારી સંભાળ રાખનારા દરેકનો હૃદયપૂર્વક આભાર.”

  • 03 Mar 2026 01:24 PM (IST)

    ઈરાનમાં અનુભવાયા ભૂકંપના આંચકા

    અમેરિકા-ઇઝરાયલ સંઘર્ષ વચ્ચે, ઈરાનમાં 4.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ ઈરાનના ગેરાસ ક્ષેત્રમાં આવ્યો હતો.

  • 03 Mar 2026 01:07 PM (IST)

    મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે CBSE એ 5-6 માર્ચે યોજાનારી ધોરણ 10-12 ની પરીક્ષાઓ મુલતવી રાખી

    CBSE – મધ્ય પૂર્વના ભાગો (બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને UAE) માં વર્તમાન પરિસ્થિતિની કાળજીપૂર્વક સમીક્ષા કર્યા પછી, બોર્ડે ગુરુવાર, 5 માર્ચ, 2026 અને શુક્રવાર, 6 માર્ચ, 2026 ના રોજ યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. નવી તારીખો પછીથી જાહેર કરવામાં આવશે.

  • 03 Mar 2026 12:53 PM (IST)

    અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા

    ઇરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકામાં ન્યુક્લિયર ટેસ્ટિંગ સાઇટ પર ભૂકંપના આંચકા અનુભવાયા. યુદ્ધની સ્થિતિ વચ્ચે અમેરિકા ન્યુક્લિયર ટ્રાયલ કરતુ હોવાની સંભાવના છે.

  • 03 Mar 2026 12:27 PM (IST)

    છોટાઉદેપુરઃ સ્ટેશન વિસ્તારમાં શ્વાનનો આતંક

    છોટાઉદેપુરના સ્ટેશન વિસ્તારમાં શ્વાનનો આતંક ફેલાયો. 8 વર્ષના માસૂમ પર શ્વાને જીવલેણ હુમલો કર્યો હતો. એક પછી એક ત્રણ શ્વાનોના હુમલાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો. રસ્તા પર રમતું બાળક નિશાન બન્યું, પરંતુ સદનસીબે તેના બચાવ થયો.

  • 03 Mar 2026 11:31 AM (IST)

    ઈરાનના યુદ્ધ દરમિયાન એક ભારતીયએ ગુમાવ્યો જીવ

    ઈરાનના યુદ્ધ દરમિયાન એક ભારતીયનો મૃત્યુ થયો છે. ઓમાનના તટે ઈરાને ઓઈલ ટેન્કરને નિશાન બનાવતા ભારતીય ક્રૂ મેમ્બરના મોતની માહિતી મળી છે. મૃતક Dikshit Solanki જણાવાયો છે, જે દિવના ખારવા સમાજનો હતો અને તેનું પરિવાર હાલમાં મુંબઈના કાંદિવલીમાં વસે છે. હુમલામાં જહાજના એન્જિન રૂમમાં વિસ્ફોટ સાથે આગ લાગતા ગંભીર નુકસાન થયું હતું. જહાજ પરના અન્ય 21 ક્રૂ મેમ્બરો MV SAND દ્વારા સુરક્ષિત બચાવવામાં આવ્યા હતા. જેમાં 16 ભારતીય, 4 બાંગ્લાદેશી અને 1 યૂક્રેની ક્રૂ મેમ્બર સામેલ હતા. ક્ષતિગ્રસ્ત જહાજ પર હાલ રૉયલ નેવીની નજર રાખવામાં આવી રહી છે. હુમલો પોર્ટ સુલ્તાન કાબૂસના સમુદ્રમાં થયો હતો.

  • 03 Mar 2026 09:54 AM (IST)

    અમદાવાદ: 500 અને 1,000ના દરની જૂની ચલણી નોટ ઝડપાઈ

    અમદાવાદમાં જૂની ₹500 અને ₹1,000ના દરની ચલણી નોટોના જથ્થા સાથે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. Naroda પોલીસે રૂ.89 લાખ કિંમતની બંધ થયેલી ચલણી નોટો ઝડપી પાડી છે. જેમાં ₹1,000ના દરની 4,350 નોટ (રૂ.43.50 લાખ) અને ₹500ના દરની 9,100 નોટ (રૂ.45.50 લાખ)નો સમાવેશ થાય છે. પોલીસે Galaxy Char Rasta પાસે એક કાર રોકી તપાસ કરતાં જૂની ચલણી નોટો મળી આવી હતી. પોલીસે નોટો અને કાર જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 03 Mar 2026 09:40 AM (IST)

    રાજકોટઃ ઉનાળાની શરૂઆત સાથે વધ્યા આગના બનાવ

    રાજકોટમાં ઉનાળાની શરૂઆત સાથે આગના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલી ડ્રીમ સિટી અપાર્ટમેન્ટમાં અચાનક આગ ભભૂકી ઊઠતા અફરાતફરી મચી ગઈ હતી. આગની ઘટનામાં 20થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ફ્લેટમાં ફસાયેલા એક વૃદ્ધનું સલામત રેસ્ક્યૂ કર્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

  • 03 Mar 2026 08:48 AM (IST)

    જૂનાગઢ: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન

    જૂનાગઢમાં કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલતો વિવાદ અંતે સમાધાનથી પૂર્ણ થયો છે. કીર્તિ પટેલના ગુરુ Hariharanand Bharatiની હાજરીમાં ભારતી આશ્રમમાં સોમવારે બેઠક યોજાઈ હતી, જેમાં ઈન્દ્રભારતી બાપુ અને મહેન્દ્રાનંદ બાપુ પણ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે સમજૂતી થતાં વિવાદનો અંત આવ્યો હોવાનું હરીહરાનંદ બાપુએ સમર્થન આપ્યું. કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ સહિત સંતોને સાલ ઓઢાડી સન્માન આપ્યું હતું. અગાઉ મૃગીકુંડમાં સ્નાન મુદ્દે ઈન્દ્રભારતીએ કીર્તિ પટેલને બહાર કાઢ્યા બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો અને કીર્તિ પટેલ સામે ત્રણ ગુનાઓ નોંધાયા હતા. આ દરમિયાન ઈન્દ્રભારતી બાપુ પર આક્ષેપ કરતાં કેટલાક વીડિયો પણ કીર્તિ પટેલે જાહેર કર્યા હતા.

  • 03 Mar 2026 08:38 AM (IST)

    રાજકોટઃ ભગવતી પરા વિસ્તારમાં બે ટોળા વચ્ચે ઘર્ષણ

    રાજકોટઃ ભગવતી પરા વિસ્તારમાં બે ટોળા વચ્ચે ઘર્ષણ થયુ. હોળીના તહેવાર પર બે જૂથ સામસામે આવ્યા. પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. તહેવાર પર શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ એલર્ટ છે.

  • 03 Mar 2026 07:59 AM (IST)

    ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી વિમાની સેવા પ્રભાવિત

    મધ્ય પૂર્વમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધથી વિમાની સેવા પ્રભાવિત છે અને જેના કારણે ગુજરાતમાંથી સાઉદી અરેબિયા ખાતે ઉમરાહ કરવા ગયેલા અનેક લોકો ફસાયા છે. ભાવનગર શહેર અને જિલ્લામાંથી સાઉદી અરેબિયા ખાતે ઉમરાહ કરવા ગયેલા શ્રદ્ધાળુઓ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ રદ થવાને કારણે ત્યાં જ અટવાયા છે..ભાવનગર મેમણ સમાજના પ્રમુખે આ અંગે ચિંતા વ્યક્ત કરતા સરકારને અપીલ કરી કે ભારતીયોને પરત લાવવા માટે સરકાર મદદ કરે.

  • 03 Mar 2026 07:57 AM (IST)

    ઇરાન યુદ્ધને કારણે UAEમાં મહેસાણાના 45 જેટલા લોકો ફસાયા

    Iran સાથે વધતા યુદ્ધી તણાવને કારણે United Arab Emiratesમાં Mehsana જિલ્લાના અંદાજે 45 જેટલા લોકો ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહેસાણાના સાંસદ હરિ પટેલના કાર્યાલય દ્વારા વિશેષ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. ફસાયેલા તમામ લોકોની વિગતો ભારતના વિદેશ મંત્રાલય તેમજ જિલ્લા કલેક્ટરને મોકલી આપવામાં આવી છે. Bahucharaji APMCના પૂર્વ ચેરમેન વિજય પટેલ પણ પરિવાર સહિત ત્યાં ફસાયેલા હોવાનું જાણવા મળે છે. સાંસદ હરિ પટેલે વિશ્વાસ આપ્યો છે કે એર સ્પેસ ખુલતા જ તમામ નાગરિકોને સુરક્ષિત રીતે પરત લાવવા જરૂરી നടപടીઓ હાથ ધરવામાં આવશે.

  • 03 Mar 2026 07:44 AM (IST)

    મધ્યપૂર્વમાં સતત ચોથા દિવસે ભીષણ યુદ્ધ

    Middle Eastમાં સતત ચોથા દિવસે ભીષણ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે. Iranએ Israel અને United States પર પ્રચંડ પ્રહાર કરવાનો દાવો કર્યો છે. ઇરાનના હુમલામાં 6 અમેરિકી સૈનિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઇરાને અમેરિકી સૈન્ય ઠેકાણા પર હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે. બેલેસ્ટિક મિસાઇલ અને ડ્રોન દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં Saudi Arabiaમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ અને રિયાદ અમેરિકી દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જેને કારણે વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

  • 03 Mar 2026 07:42 AM (IST)

    ભારતમાં આજે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે, સૂતક કાળ શરૂ

    2026 નું પહેલું ચંદ્રગ્રહણ આજે થવા જઈ રહ્યું છે. નોંધપાત્ર રીતે, આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે, તેથી સૂતક કાળ ગ્રહણના નવ કલાક પહેલા જ શરૂ થઈ ગયો છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી, આ ગ્રહણનું વિશેષ મહત્વ છે અને તેની અસરો ઘણી રાશિઓ પર જોઈ શકાય છે.

Published On - Mar 03,2026 7:40 AM

Follow Us
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">